( અડિલ્લ છંદ )
જો ભવિજન જિન વિંશ યજે શુભ ભાવ સું,
કરે સુગુન ગનગાન ભક્તિ ધરિ ચાવ સું;
લહે સકલ સંપત્તિ અર વર મતિ વિસ્તરે,
સુરનર પદ વર પાય મુક્તિ રમની વરે.
✽
[૧]
શ્રી સીમંધાર જિન – સ્તવન
( દોહા )
શિવ શિવમય શિવકર શિવદ, શિવદાયક શિવઈશ;
શિવ સેવત શિવમિલન હિત, સીમંધર જગદીશ.
( ચોપાઈ )
જય જગપતિ વરગુન વરદાયક,
કેવલસદન મદન મદઘાયક;
પર્મ ધર્મ ધર ભ્રમપુર નાશન,
શાસનસિદ્ધિ અચલ અચલાસન. ૧
અખટ અઘટ રસ ઘટઘટ વ્યાપક,
અનહત આહત સુગુન પ્રકાશક;
ધરત ધ્યાન દુરગતિ દુઃખવારન,
જગ જલતેં જગજંતુ ઉધારન. ૨
૧૫૨ ][ શ્રી જિનેન્દ્ર