[૧૬]
શ્રી નેમિપ્રભુ જિન – સ્તવન
( દોહા )
જસુ વચ વિમલ કૃશાનુઝલ, દુરનય વચન પતંગ;
ગિરત વિસન નિજ વિજયહિત, હોત આપહી ભંગ.
કૃપા સદન મદ મદન દલ, વિધિ ખલ બલ ક્ષયકાર;
નમું નેમિપદ કમલયુગ, અશરન શરન અધાર.
( તારકવરન છંદ )
તુમ તો પ્રભુ નેમ ત્રિલોકધની હો,
તુમરી મહિમા નહિ જાત ભની હો;
ઇક હી ગુન જ્ઞાન અમાન અનૈ સો,
વરુન્યો ન જહે જિમ હૈ તિમ તૈસો. ૧
ષટ્દ્રવ્ય અસંખ્ય અનંત પ્રમાને,
નહીં અંત અનાદિહિતેં થિતિ ઠાને;
સબહી ગુણ ઔઘ અનંત સુધારેં,
ગુણ હુ પર્યાય અનંત વિથારેં. ૨
સુ બહેં ગત વર્તત આગત જે હૈં,
ઝલકે તુમરે નિજભાવ વિષે હૈં;
તુમરો ઉર ધ્યાન સુભાન પ્રકાશ્યો,
ભ્રમ ભાવ વિભાવરિકો તમ નાશ્યો. ૩
ભજનમાળા ][ ૧૯૧