દેખાય છે. તેઓશ્રીના પ્રભાવના ઉદયે સુવર્ણપુરી (સોનગઢ)માં
જ નહીં પણ શ્વેતામ્બરબહુલ એવા સૌરાષ્ટ્રના ગામેગામ તથા
સમગ્ર ભારત તેમજ વિદેશોમાં નૂતન જિનમંદિરોનું નિર્માણ થયું.
આવા અનેક પ્રસંગોએ જિનેન્દ્ર ભગવંતોની ભક્તિનો મહાસાગર
ઉમટી જતો. તેમાં પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનું પણ
કલ્યાણકારી માર્ગદર્શન ભકતોને મળી રહેતું. આવા મંગલ પ્રતિષ્ઠા
મહોત્સવો પ્રસંગે ભક્તિ કાવ્યોનાં નવીન પુસ્તકો બહાર પાડવામાં
આવતાં હતાં. સૌરાષ્ટ્રના પ્રમુખ શહેર રાજકોટમાં જિનેન્દ્ર
પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સૌ પ્રથમવાર આ ‘જિનેન્દ્ર
ભજનમાળા’ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જેની સર્વ
નકલો ખપી જવાથી તેની આ છઠ્ઠી આવૃત્તિ પુનઃ પ્રકાશિત
કરવામાં આવે છે. આશા છે કે મુમુક્ષુ સમાજ આનાથી લાભાન્વિત
થશે.
પૂજ્ય ગુરુદેવશ્રીનો ૧૨૦મો
જન્મજયંતી મહોત્સવ
તા. ૨૬-૪-૨૦૦૯