૫૪ ][ શ્રી જિનેન્દ્ર
પ્રભુ! તેરે ભક્ત પુકારત હૈં તેરે નામ કો હરદમ રટતે હૈં,
તુમ બાલક નિત્ય તરસતે હૈં પ્રભુ આપકે દર્શન પાનેકો. ૬
✽
શ્રી વિદેહીનાથ – સ્તવન
(રાગઃ ગઝલ જેવો)
વિદેહીનાથ કહોને અમી દ્રષ્ટિ ક્યારે કરશો?
ડગમગતી મેરી નૈયા ભવ પાર ક્યારે કરશો?
વિદેહીનાથ કહોને. ૧
શાસન ધર્મ વૃદ્ધિ વિદેહમાં છે ભારી,
ભરતે પધારી પ્રભુજી દરિશન ક્યારે દેશો.
વિદેહીનાથ કહોને. ૨
ધર્મ સ્તંભ સ્થપાયા સુવર્ણમાં છવાયા,
ગંધકુટિ પર બિરાજી પાવન ક્યારે કરશો.
વિદેહીનાથ કહોને. ૩
તારા ચરણ પાસે લાગી રહ્યું છે હૈયું,
વાણી સુણાવી અમને એકતાન ક્યારે કરશો.
વિદેહીનાથ કહોને. ૪
મન લાગ્યું તારી પાસે કાયા રહી છે દૂરે,
કરુણા કરીને પ્રભુજી તુમ પાસ ક્યારે લેશો.
વિદેહીનાથ કહોને. ૫