વિમલ લેશ્યા તુજ પાસે, વિમલ શુક્લધ્યાન રે,
વિમલ ચારિત્રનો ધણી તું, વિમલ પ્રભુ નિર્વાણ રે....
પ્રભુ વિ૦ ૩
વિમલ તેજે તુમ્હ શોભે, વિમલ દરશન તુજ રે;
વિમલ સૂરત તાહરી પ્રભુ, વિમલ કરો હો મુજ રે.....
પ્રભુ વિ૦ ૪
ગુણ અનંતા તાહરા પ્રભુ, કિમ કહું હું મતિમંદ રે;
ૠદ્ધિ શક્તિ અનંતી છે જિહાં, તે આપો શિવસુખ-કંદ રે...
પ્રભુ વિ૦ ૫
❑
શ્રી જિનેન્દ્ર – સ્તવન
(નિજ સુખકે સધૈયા — રાગ)
સહજ સ્વરૂપી મારો અંતરજામી, પરમાતમ ઘટરામી,
પ્રભુ ચિન્મય ગુણધારી,
નિશ્ચયનયથી શુદ્ધસ્વરૂપી, જાણો એ રૂપારૂપી;
પ્રભુ ચિન્મય૦ ૧
પર્યાય સમયે સમયે અનંતા, પ્રતિપ્રદેશે ફરંતા; પ્રભુ૦
ઉત્પાદ-વ્યય-સ્થિતિ ત્રણ સ્વરૂપે, સમયે દ્રવ્ય પ્રરૂપે; પ્રભુ૦ ૨
આનંદ આપે ભવદુઃખ કાપે, આપોઆપ પ્રતાપે; પ્રભુ૦
આત્મિક શુદ્ધસ્વભાવનો ભોગી; યોગીનો પણ યોગી પ્રભુ૦ ૩
સ્તવન મંજરી ][ ૧૭૧