પ્રભુ નિરખ્યાં જે આતમ પરખૈ, તે ઉત્તમ અવિનાશી;
આતમ પરખે પ્રભુ પરખાયે, તે જાણો નિજવાસી......પ્ર૦ ૪
આગમ દ્રષ્ટૈ નયણૈ નિરખૈ, તે પ્રભુ પ્રભુતા નિરખી;
શ્રી ગુરુરાજ કૃપાએ જિન દેખ્યાં, વિકાસિત હિયમૈં હરખી...
પ્રભુજી૦ ૫
✦
શ્રી સીમંધર જિન – સ્તવન
(નિરખી શાંતિજિણંદ ભવિકજન હરખો રે – રાગ)
તાહરી અજબ શી જોગની મુદ્રારે, લાગે મુને મીઠી રે;
એ તો ટાળે મોહની નિદ્રા રે, પ્રત્યક્ષ દીઠી રે.
લોકોત્તરથી જોગની મુદ્રા,
વાલ્હા મારા, નિરુપમ આસન સોહે;
સરસ રચિત શુક્લધ્યાનની ધારે,
સુરનરનાં મન મોહે રે.....લાગે૦ ૧
અષ્ટભૂમિ રતનસિંહાસન બેસી,
વાલ્હા મારા, ચિહું દિશે ચામર ઢોળે;
અરિહંત પદ પ્રભુતાનો ભોગી,
તો પણ જોગી કહાવે રે....લાગે૦ ૨
અમૃત ઝરણી મીઠી તુજ વાણી,
વાલ્હા મારા, જેમ અષાઢો ગાજે;
સ્તવન મંજરી ][ ૧૮૭