કેવળ હો પ્રભુ કેવળ લહીયે દીદાર,
ભાગી હો જિન ભાગી ભાવઠ ભંજનાજી. ૧
પ્રગટી હો જિન પ્રગટી રિદ્ધિ નિદાન,
માહરે હો જિન માહરે જસ સુરતરૂ ફળ્યો;
તોરણ હો જિન તોરણ બાંધ્યા બાર,
અભય હો જિન અભયદાન દાતા મળ્યોજી. ૨
દાયક હો જિન દાયક દીનદયાળ,
જેહને હો જિન જેહને બોલે હુએ મુદાજી;૧
જિનની હો જિન જિનની વાણી મુજ,
પ્યારી હો જિન પ્યારી લાગે તે સદાજી. ૩
ઉદયો હો જિન ઉદયો જ્ઞાનદિણંદ,
ધાઠો હો જિન ધાઠો અશુભ શુભ દિન વળ્યોજી;
મળીઓ હો જિન મળીઓ ઇષ્ટ સંયોગ,
સુંદર હો જિન સુંદરતા તન મન ભળ્યોજી. ૪
સાખી હો જિન સાખી ઇંદ નરિંદ,
અવર હો જિન અવર અનુભવ આતમાજી;
પ્રેમે હો જિન પ્રેમે સેવક સુજાણ,
ગાયા હો જિન ગાયા ગુણ એ તાતનાજી. ૫
❏
૧. આનંદ.
૨૫૨ ][ શ્રી જિનેન્દ્ર