તે જ ઈશ્વર છે, [सः ब्रह्मा] તે જ બ્રહ્મા છે, [सः अनन्तः] તે જ અનન્ત
છે, [सः सिद्ध] તે જ સિદ્ધ છે. ૧૦૫.
દેહમાં રહેલા આત્મા અને પરમાત્મામાં કાંઈ પણ તફાવત
નથીઃ —
एव हि लक्खण-लखियउ जो वरु णिक्कलु देउ ।
देहहं मज्सहिं सो वसइ तासु ण विज्जइ भेउ ।।१०६।।
एवं हि लक्षणलक्षितः यः परः निष्कलः देवः ।
देहस्य मध्ये स वसति तयोः न विद्यते भेदः ।।१०६।।
એવા લક્ષણયુક્ત જે, પરમ વિદેહી દેવ;
દેહવાસી આ જીવમાં ને તેમાં નથી ફેર. ૧૦૬.
અન્વયાર્થઃ — [एवं हि लक्षणलक्षितः] આ રીતે લક્ષણોથી
લક્ષિત [यः] જે [निष्कलः परः देवः] નિષ્કલ પરમાત્મા દેવ છે અને
[देहस्य मध्ये] દેહમાં [सः वसति] વસે છે, [तयोः] તે બન્નેમાં [भेदः
न विद्यते] કોઈ ભેદ નથી. ૧૦૬.
આત્મદર્શન જ સિદ્ધ થવાનો ઉપાય છેઃ —
जे सिद्ध, जे सिज्झिहिं जे सिज्झहि जिण-उत्तु ।
अप्पा-दंसणिं ते वि फु डु एहउ जाणि णिभंतु ।।१०७।।
ये सिद्धाः ये सेत्स्यन्ति ये सिध्यन्ति जिनोक्त म् ।
आत्मदर्शनेन ते अपि स्फु टं एतत् जानीहि निर्भ्रान्तम् ।।१०७।।
જે સિદ્ધયા ને સિદ્ધશે, સિદ્ધ થતા ભગવાન;
તે આતમદર્શન થકી, એમ જાણ નિર્ભ્રાન્ત. ૧૦૭.
અન્વયાર્થઃ — [ये सिद्धाः] જે સિદ્ધ થયા છે, [ये सेत्स्यन्ति]
જે સિદ્ધ થશે અને [ये सिध्यन्ति] જે સિદ્ધ થાય છે [ते अपि] તેઓ
૫૬ ]
યોગીન્દુદેવવિરચિતઃ