: ફાગણ : ૨૦૦૦ : આત્મધર્મ : ૬૩ :
– અનુસંધાન ટાઈટલ પાન ૪૬ થી –
ક્ષેત્રે બીજા પાત્ર જીવોને તેમનો ઉપદેશ નિમિત્તપણે મળે અને તે તે પાત્ર જીવ પોતાની લાયકાતથી તે
ઉપદેશ સાંભળી પોતાનું યથાર્થ સ્વરૂપ નક્કી કરી યથાર્થ ધર્મ (સ્વભાવ) માં પ્રવેશે છે; ક્રમે ક્રમે ઉન્નતિમાં
વધતા જતા તેવા પુરુષ જે ભાવે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે તે ભાવ બતાવે છે તેથી તેને ‘તીર્થંકર’ એટલે કે
‘તરવાનો રસ્તો બતાવનાર’ કહેવામાં આવે છે. ભરતક્ષેત્રે ધર્મનો પ્રવાહ કેટલોક કાળ અટકેલો પણ ત્યાર પછી
શ્રીમાન્ ઋષભદેવ આદિ ચોવીશ તીર્થંકરો થયા. તેમના ઉપદેશથી હાલ ભરતક્ષેત્રમાં યથાર્થ ધર્મનું પ્રવર્તન છે;
તીર્થંકરો જ્ઞાન અને પુણ્ય બન્નેમાં પૂર્ણ હોય છે, તેઓ ઈચ્છાને ટાળી વીતરાગ થયા પછી સહજ રીતે (તેમની
ઈચ્છા વગર) વચન વર્ગણા (વચનના રજકણો) સર્વાંગે છૂટે છે તેને દિવ્યધ્વનિ કહેવામાં આવે છે અથવા ઓમ્
પણ કહેવામાં આવે છે. તેમની ધર્મસભામાં આવેલા દેવ–દેવીઓ, મનુષ્ય–મનુષ્યીણી, તિર્યંચ તિર્યંચીણી પોતે
પોતાની ભાષામાં સમજી લે છે. આ દિવ્યધ્વનિને ઉપચારથી તીર્થંકરનો ઉપદેશ કહેવામાં આવે છે.
સૌરાષ્ટ્રનો જૈન ધર્મ પ્રત્યેનો ફાળો.
આ સૌરાષ્ટ્રમાં આવેલા ગીરનાર પર્વત ઉપર બાવીસમાં તીર્થંકર શ્રી નેમનાથ ભગવાનના ત્રણ કલ્યાણક
૧ દિક્ષા ૨ કેવળજ્ઞાન અને ૩ મોક્ષ થયા હતા. તેમના જ વખતમાં તેમના જ કુટુંબી શ્રીકૃષ્ણ વાસુદેવ અને શ્રી
બળભદ્ર શ્લાકા પુરુષો થયા હતા. ગીરનાર પર્વત જૈનોનું જાણીતું તીર્થ છે, આ ગીરનાર પર્વતની ગુફામાં
શ્રીમાન્ ધરસેન મુનિ બિરાજતા હતા. તેઓએ પોતાનું દિવ્યજ્ઞાન શ્રીમાન્ ભૂત બળી અને શ્રીમાન પુષ્પદંત
મુનિઓને આપ્યું, અને તે મુનિઓએ આગામિ બુદ્ધિની મંદતા જાણી ‘षट्खंड आगम’ રચ્યાં, તે હાલ છપાઈને
ટીકા સહિત બહાર પડતાં જાય છે. આ ષટ્ખંડ આગમ હાલના જૈન સાહિત્યમાં સર્વથી પ્રાચીન છે. જૈનોમાં
‘તત્ત્વાર્થસૂત્ર’ સર્વમાન્ય છે તે પણ સૌરાષ્ટ્રમાં શ્રી ઉમાસ્વામી આચાર્યે રચ્યું હતું. પરમાગમ શ્રી સમયસાર
ગુજરાતી ભાષામાં પણ આ દેશમાં હાલમાં પ્રસિદ્ધ થયું છે [સને ૧૯૪૦ માં]
શેત્રુંજય એ જૈનધર્મના તીર્થના એક ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ છે, ત્યાં શ્રી પાંડવો વગેરે ઘણા કેવળજ્ઞાન પામ્યા
છે, અને મોક્ષની પ્રાપ્તિ કરી હતી.
તરીકે પ્રસિદ્ધ છે. હાલમાં જ તેમનું મહાન સ્મારક વવાણીઆમાં ખુલ્લું મૂકાયું છે. તેઓએ કાઠિયાવાડ અને
ગુજરાતમાં જૈનધર્મની અધ્યાત્મ વિદ્યાના બીજડાં રોપી તેનો પ્રચાર કર્યો છે. જૈનધર્મના યથાર્થ સ્વરૂપને સમજાવતા
તેમણે શિષ્યો ઉપર લખેલા પત્રો, હાથનોંધ વગેરે પ્રસિદ્ધ થયાં છે, અને મુમુક્ષુઓ તેનો યથાશક્તિ લાભ લે છે.
– છેવટ –
‘હું જુવાન છું,’ ‘વૃદ્ધ છું,’ ‘શુરવીર છું,’ ‘પંડિત છું,’ ‘સર્વમાં શ્રેષ્ઠ છું,’ ‘દિગંબર છું,’ ‘બોદ્ધમતનો
આચાર્ય છું,’ અથવા ‘હું શ્વેતાંબર છું.’ વગેરે શરીરના ભેદોને મૂર્ખ પોતાના માને છે, એ ભેદ જીવના નથી.
(પરમાત્મ પ્રકાશ ગાથા ૮૨ પાનું ૮૭–૮૮)
જીવ બોદ્ધનો આચાર્ય નથી. દિગંબર નથી, શ્વેતાંબર નથી, કોઈ વેશનો ધારી નથી, અર્થાત્ એકદંડી
ત્રિદંડી, હંસ, પરમહંસ, સંન્યાસી, જટાધારી, મુંડિત, રુદ્રાક્ષની માળા, તિલક, કુલક, ઘોષ વગેરે વેશોમાંથી કોઈ
પણ વેશધારી નથી, તે એક જ્ઞાનસ્વરૂપ છે. (પરમાત્મ પ્રકાશ ગાથા ૮૮ પાનું૯૨–૯૩)
જીવ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર નથી, પુરુષ સ્ત્રી કે નપૂંસક નથી, તે તો જ્ઞાનસ્વરૂપ હોવાથી સમસ્ત
વસ્તુનો જાણકાર છે.
એ રીતે જૈનધર્મનો અર્થ, જૈન તત્ત્વ સંક્ષેપ, જૈન ધર્મના શાસ્ત્રોની કથન પદ્ધતિ, જૈન દર્શનની અનાદિ
અનંતતા અને સૌરાષ્ટ્રનો જૈનધર્મ પ્રત્યેનો ફાળો એમ પાંચ વિભાગથી આ કથન પૂરું કરવામાં આવે છે.
તા. ૭–૧૨–૪૩ રાજકોટ સદર
મુદ્રક:– ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય વિજ્યાવાડી, મોટા આંકડિયા કાઠિયાવાડ.
તા. ૨૧–૨–૪૪
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ, વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વિજ્યાવાડી,
મોટા આંકડિયા કાઠિયાવાડ.