: ૬૨ : આત્મધર્મ : ફાગણ : ૨૦૦૦ :
છે, જ્ઞાનના વિવેક ભાવે નથી પણ દ્વેષ ભાવે છે. સાચા સુખ સ્વભાવના ભાન વિના ખરેખરો ત્યાગ કે વૈરાગ્ય
હોતો નથી.
ત્યાગ ક્યારે કહેવાય? કે જ્યારે જ્ઞાન મૂર્તિ નિર્મળ ચૈતન્ય ઘન આનંદ સ્વરૂપ છું, મારૂં સુખ મારામાં છે
એવી દ્રષ્ટિના જોરમાં રાગ ટાળ્યો અને રાગ ટાળતા રાગના નિમિત્ત સહજ ટલ્યાં તે જ ત્યાગ જ્ઞાન ગર્ભિત છે,
અને તે જ સત્ય ત્યાગ છે. બાકી તો જેને આત્માનું ભાન નથી તે તો માત્ર ‘આ બાયડી છોકરામાં સુખ નથી માટે
ચાલો છોડી દઈએ’ એવા દ્વેષ ભાવથી ત્યાગ કરે છે, તે ત્યાગી નથી પણ અંતરમાં તેને ભોગની રુચિ પડી છે.
આત્માના ભાન વિના નિર્વિકારી ક્રિયા કોને કહેવી, અને રાગની વિકારી ક્રિયા કોને કહેવી તેની
ઓળખાણ હોઈ શકે નહીં અને તે ઓળખાણ વિના પુણ્ય–પાપનો અને આત્માનો વિવેક થશે નહીં. ..............
રાજા ચક્રવર્તી રાજમાં હોવા છતાં તેને વિવેકનું ભાન હતું. ઓળખાણ હતી કે નિર્મળ જ્ઞાન સ્વરૂપ નિર્વિકલ્પ છું
છતાં હજી અવસ્થામાં પુરુષાર્થની નબળાઈને કારણે શુભ–અશુભ રાગ હતો ત્યાં પણ અંતરથી તેની રુચિ ખસીને
આત્માની રુચિના જોરમાં એકાવતારી થઈ ગયા, એ રીતે અનંતા એકાવતારી થઈ ગયા છે. એટલે અવિકારી
સ્વભાવની ભાવના સહિત જેને રાગ–દ્વેષનો ત્યાગ છે તે જ ખરો ત્યાગી છે; અજ્ઞાની બહારનો ત્યાગી [દ્વેષ
ભાવે] થાય પણ તે અંદરમાં વિકારનો ભોગી છે, અને અનંત સંસારમાં રખડવાનો છે.
ચૈતન્ય શુદ્ધ આનંદઘન નિજાનંદ પ્રભુ હું પોતે છું–દરેક આત્મા પ્રભુ છે, એવા ભાનમાં સમ્યગ્દ્રષ્ટિ
રાજપાટમાં રહ્યાં હોય છતાં અંતરમાં તેની રુચિ નથી. અંતર સ્વભાવની રુચિમાં તેને પુણ્યની રુચિ નથી તેથી તે
કર્મ તેને ફળ આપતું નથી.
ભાવાર્થ:– અજ્ઞાનીને રાગની રુચિ છે. અજ્ઞાની રંજિત પરિણામમાં ચડેલો પ્રાણી ઉદયાગત કર્મને રંજિત
થઈને સેવે છે તેથી તે કર્મ પણ તેને રંજિત ફળ આપે છે. જ્ઞાની ઉદયાગત કર્મને રંજિત થઈને ભોગવતો નથી.
તેથી રાગનો રંગ અંતરમાં ચડી જતો નથી, અજ્ઞાની તો રાગમાં લીન થઈ જાય છે, તેને રાગની રુચિમાં
આત્માની વાત રુચતી નથી.
સાચી સમજણની જરૂરિયાત
દરેક જીવ પોતે તો ભગવાન સ્વરૂપ છે, પણ પોતાની માન્યતામાં અનાદિથી જે ભૂલ છે તે ટાળતા
પરસેવો ઉતરી જાય છે, [એટલે કે અનંતો સવળો પુરુષાર્થ જોઈએ છે એમ અહીં કહેવું છે.] ખરી વાત તો સાચું
જ્ઞાન જ અનાદિથી થયું નથી. સાચી સમજણ થાય તો રાગમાં રંજિતપણું ટળ્યા વગર રહે નહીં. અજ્ઞાની શુભ
ભાવમાં ધર્મ માને છે એથી તેને એકલા રાગની રુચિ છે, તેને રાગની રુચિમાં સંસાર ફળવાનો છે.
સાચી સમજણ થાય તો સાચું સુખ શું અને તેનો ઉપાય શું તેનો વિવેક વર્તે. એક દાન દેવામાં પહેલાંં તે
દાન આબરૂ કીર્તિ અર્થે આપ્યું છે કે નહીં એ જો! જો આબરૂ કીર્તિ માટે ન હોય તો પછી એ જો, કે દાનના
શુભભાવની તને રુચિ તો નથીને? જો તે શુભરાગના રંગમાં રંગાઈ જતો હો તો તે રાગની રુચિ જ તને બંધન
કર્તા છે અને તે રાગની રુચિ છોડ તો જ સાચો ત્યાગ ભાવ છે. અને એ ત્યાગ જ મુક્તિનું કારણ છે. જેને
સ્વભાવનું ભાન હોય તેને જ અંતરનો ખરો ત્યાગ સૂઝે છે, પણ જેને અંતર સ્વભાવનું ભાન નથી તેની દ્રષ્ટિ
બાહ્ય ત્યાગ ઉપર પડી છે, એટલે વર્તમાન કદાચ ભોગ છોડવાની વાત હોય પણ ઊંડાણમાં તો તેને ‘ભવિષ્યમાં
આથી સારા ભોગ મળશે’ એવી રાગની રુચિ છે–ભોગની રુચિ છે, તે ખરેખર ત્યાગી નથી. વળી તે એમ માને
છે કે ‘બાયડી, છોકરાં, મકાન બંધન કર્તા છે માટે તેને છોડું;’ પણ તે તરફનો પોતાનો રાગ જ બંધન કર્તા છે
એમ તે જાણતો નથી જો ખરેખરે ત્યાગની ભાવના હોય તો તે પ્રત્યેના રાગને છોડને!
ત્યાગ એટલે જે પોતાના સ્વભાવમાં નથી તેને છોડવું તે.
પુણ્ય–પાપનો કોઈપણ વિકાર મારા સ્વભાવમાં નથી એવા ભાન વિના પુણ્ય–પાપનો ત્યાગ ખરેખર
અંતરથી આવશે નહીં, અને અંતરના ત્યાગ વિના બાહ્ય ત્યાગ પણ સાચો નથી.
અહીં તો ન્યાયથી અને સત્યની જ વાત છે, જ્ઞાનથી તેનો વિવેક કરો!
અજ્ઞાની વ્રત–તપ કરે છે તે પણ આગામી ભોગની મીઠાશના કારણે કરે છે. વર્તમાનમાં જે બાહ્ય ત્યાગ
કરે છે. તેમાં પણ અનંતગણા ભોગ લેવાનો તેનો આશય છે. જેને વર્તમાનમાં જ સ્વાભાવિક સુખથી ભરેલા
આત્માની ખબર નથી તે રાગની રુચિમાં રંગાઈ જશે. અને જ્ઞાની જેને સ્વભાવની ખબર છે તેને વીતરાગ ન
થાય ત્યાં સુધી શુભનો વિકલ્પ આવે છતાં તેની રુચિ નહીં હોવાથી ઉદયાગત ભોગ તેને બંધનું કારણ નથી. અને
ભવિષ્યમાં તેનું વિશેષ ફળ મળવાનું નથી.