Atmadharma magazine - Ank 005
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 18

background image
સમજણ એજ ધર્મ અને અજ્ઞાન એજ સંસાર


સર્વ જીવો સુખ ઈચ્છે છે, પણ સુખનો સાચો
ઉપાય નહીં જાણતા હોવાથી–પરાશ્રયે સુખ માની બેસે
છે તેથી સુખને બદલે દુઃખ જ થઈ રહ્યું છે..
પરાધીનતા એજ દુઃખ છે–અને સ્વાધીનતા એજ સુખ
છે..........
સુખ–દુઃખનું સ્વરૂપ શું? યશોવિજ્યજી કહે છે કે,
સઘળુંય પરવશ તે દુઃખ કહીએ,
નિજવશ તે સુખ લહીએ રે.....
એ દ્રષ્ટિએ આતમગુણ પ્રગટે,
કહો સુખ તે કોણ કહીએ રે.....
ભવિકા વીર વચન અવધારો.....
અર્થ:–આત્માને પોતાના સુખ માટે પરની
ઈચ્છા તે જ દુઃખ છે, આત્માને આધીન હોય તે જ
સુખ કહેવાય. પુણ્ય–પાપ કે કોઈ પરને આધારે મારું
સુખ નથી એવી દ્રષ્ટિએ આત્માનો (સુખ) ગુણ પ્રગટે
છે; તો સુખ કોને કહેવું તેનો વિચાર કરો! હે ભવ્ય!
તમે વીર પ્રભુના વચનને સાંભળો એમ શ્રી
યશોવિજ્યજી કહે છે. ‘તું કોણ છો’ તે જાણ! તો તારા
ભાનમાં તને બંધન છે જ નહીં. અને ભાન વગર ગમે
તેમ કર તો પણ બંધન જ છે..... (પરદ્રવ્યથી પોતાને
કાંઈપણ લાભ–નુકસાન માનવું તે જ બંધન)
આત્મા સ્વત: સિદ્ધ વસ્તુ છે.... બંધનું કારણ
પર નથી. તારી માન્યતા જ છે. દરેક વસ્તુનો જેવો
સ્વભાવ છે તે તે વસ્તુથી જ સ્વતંત્રપણે છે, કોઈ
વસ્તુનો સ્વભાવ પરને આશ્રયે નથી...... પુણ્યને
આધારે ધર્મ નથી.....ધર્મ પોતાના જ આધારે છે....
આત્માની સ્વતંત્રતા કોઈ લૂટી શકે નહીં–શત્રુ
આવે તોય સવળા ભાવને ફેરવી શકે નહીં અને મિત્ર
આવે તો પણ ઊંધા ભાવને ટાળી શકે નહીં. પ્રભુ પોતે
જ છે.
[ભાન કરે તો] પ્રભુ, તારી પ્રભુતા તારામાં જ
છે.....સવળા અવળા ભાવ પોતે જ કરે છેે.
જે જ્ઞાનસ્વભાવમાં નિરંતર પરિણમે છે તેને
પુણ્ય પાપ કે કોઈ પરથી અજ્ઞાન થતું નથી. એટલે
તેનાથી તે પોતાને લાભ કે નુકસાન માનતા
નથી.....જ્ઞાની સર્વ સંયોગોમાં જ્ઞાનપણે જ પરિણમે
છે–કદી અજ્ઞાનપણે થતો નથી.....
જ્ઞાનીને કહે છે કે હે જ્ઞાની–સર્વ સંયોગોને
જાણી લે! તને કોઈ સંયોગો નુકસાન કરી શકે તમે
નથી.....માટે શંકા ન કર કે “પર મને નુકસાન તો
નહીં કરે ને!” સ્વતંત્રતાના ભાનવગર પંચમહાવ્રત
કરે તો પણ પાપી (અધર્મી)છે.....અને ભાન છે તે
રાજપાટમાં હોવા છતાં ધર્મી છે.....
કોઈ પર વસ્તુ બંધનું કારણ નથી. આત્માને
તેના ભાવનું જ લાભ કે નુકસાન છે, પર બંધનું કારણ
નથી. દ્રષ્ટિની ભૂલ એજ બંધનું કારણ–ભાવાર્થમાં
વસ્તુ દરેક સ્વતઃસિદ્ધ છે, દરેકનો સ્વભાવ પોતાને જ
આધીન છે. એક દ્રવ્ય બીજાને પરિણમાવી શકે નહીં.
આ બધું શા માટે કહેવાય છે લોકો પરથી
લાભ નુકસાન માને છે તે માન્યતા ટળે તથા..... તારા
ભાવમાં કોઈ ભાગીદાર નથી......તારા ભાવનું ફળ
સોએ સો ટકા તને જ છે.
જ્ઞાનીને કહે છે કે:– “પર સંયોગ વધારે છે
તેથી મને નુકસાન તો નહીં કરે ને? ” એવી શંકા ન
કર! કારણકે પરવસ્તુ નુકસાનનું કારણ નથી. તારો
અજ્ઞાન ભાવ જ નુકસાનનું કારણ છે. એક પદાર્થને
બીજા પદાર્થથી લાભ કે નુકસાન માનવું એ માન્યતા
જ બંધન છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે પર વસ્તુ બંધનું કારણ
નથી, તો સારું સારું ખાવા પીવામાં પણ વાંધો
નથીને? તેનો ઉત્તર:–જ્યાં તેં તહે ખાવાથી સુખ માન્યું
એટલે પરથી સુખ માન્યું તેમાં જ તારી ઊંધી
માન્યતાનું પાપ છે.....પરને ભોગવવાનો ભાવ તે જ
મિથ્યાત્વ. (જ્ઞાની કે અજ્ઞાની કોઈ પરને ભોગવી
શકતું નથી.)
પ્રતિકૂળ સંયોગ બંધનું કારણ નથી. પણ જો
તારા સ્વભાવને ચૂક્યો તો જ બંધન છે. જ્ઞાની
અનુકુળ અને પ્રતિકૂળ બન્ને જાતના સંયોગોથી લાભ
કે નુકસાન માનતા નથી, તેથી એકેમાં સલવાતા નથી.
તારો ધર્મ તારામાં–તારે આધીન છે તેને પરની મદદની
જરૂર નથી, નરકની અગવડતા ધર્મને રોકી શકે નહિ
કે સ્વર્ગની સગવડતા ધર્મમાં મદદ કરી શકે નહીં.
ધર્મી–જ્ઞાની ગમે તેવી અગવડતામાં પણ
મૂંઝાતા નથી; શંકા કરતા નથી, ગરીબ મજુરને પણ
ધર્મ થઈ શકે છે. સ્વભાવને જાણતો જ્ઞાની નિશંક છે કે
મારા સ્વભાવને હાનિ પહોંચાડવા કોઈ સમર્થ નથી.
(અનુસંધાન ટા. પા, ૭૯)