• શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક •
આત્મધર્મ
વષ ૧ : અક ૫
ચત્ર ૨૦
[પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના વ્યાખ્યાનમાંથી તારીખ ૨૯ – ૭ – ૪૩]
ચાર જ્ઞાના ધણી શ્રી ગણધરદેવ પણ નિરંતર
નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિર રહી શકતા નથી તેથી અશુભમાં ન
જવા માટે, વિશેષ જ્ઞાનું મન કરવા સાક્ષાત્ તીર્થંકર પ્રભુનો
ઉપદેશ વારંવાર સાંભળે છે તથા તેમની પદવી અનુસાર શુભ
ભાવમાં [છઠ્ઠા ગુણ સ્થાનમાં હોય છે ત્યારે] પણ પ્રવર્તે છે.
ગૃહસ્થોને તો અશુભ રાગનાં નિમિત્તો ઘણાં છે તેથી અશુભ
રાગથી બચવા માટે વારંવાર યથાથર્ તત્ત્વનો ઉપદેશ તથા ઉપર
કહ્યો તે શુભ વ્યવહાર અંગીકાર કરવો જોઈએ. પણ તે શુભ
રાગની હદ પુણ્ય બંધન જેટલી છે; તેનાથી ધર્મ નથી. તોપણ
પરમાર્થની રુચિમાં આગળ વધવા માટે વારંવાર ધર્મનું શ્રવણ,
મન કરવું પડે છે. જેને સંસારની રુચિ છે તે નાટક – સીનેમા
વારંવાર જાુએ છે, નોવેલો વારંવાર વાંચે છે. સાભળે છે, નવું
હોય તો જલદી જાણી લે છે; તેમ જેને ધર્મ તરફ રુચિ છે તે
ધમાર્ત્મા યથાથર્ તત્ત્વનો વારંવાર પિરચય કરી, અશુભથી
બચવા અને સ્વરૂપ તરફનું સ્થિર વલણ રાખવા, વારંવાર
શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે, ઉપદેશ સાંભળે છે, િજન પ્રિતમાના
દર્શન, પૂજા, ગુરુભક્તિ વગેરે શુભાવમાં જોડાય છે અને
રાગ ટાળવાની દ્રષ્ટિ રાખી તેમાં વર્તે છે. વિશેષ રાગ ટાળવા
માટે પરદ્રવ્યનું અવલંબન છોડવારૂપ અણુવ્રત, મહાવ્રતાદિનું
ગ્રહણ કરી સમિતિ ગુપ્તિરૂપ પ્રવર્તન, પંચ પરમેષ્ટિનું ધ્યાન,
સત્સંગ, શાસ્ત્રાભ્યાસ વગેરે કરે છે, તે બધું અશુભથી બચવા
અને વીતરાગી ગુણની રુચિ વધારવા માટે છે.
શુધ્ધના લક્ષે શુભ રાગની હદ