Atmadharma magazine - Ank 005
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 18

background image
: ૬૮ : આત્મધર્મ ચૈત્ર : ૨૦૦૦
આત્મામાં જે એક સમય પુરતી આત્મામાં જે એક સમય પુરતી
વિકારી અવસ્થા તે સંસાર અને અવિકારી અવસ્થા તે મોક્ષ

આ નિર્જરા અધિકાર છે; ‘નિર્જરા’ એ જૈન દર્શનનો પારિભાષિક શબ્દ છે, તેનો અર્થ–આત્મામાં કર્મના
સંયોગાધીન થયેલી વિકારી અવસ્થાનો નાશ અને શુદ્ધ સ્વભાવની નિર્મળ અવસ્થાનું ઉત્પન્ન થવું તે નિર્જરા છે.
આત્મા આનંદમૂર્તિ છે, ત્રિકાળ સહજાનંદનો રસકંદ છે, પણ વર્તમાનકાળની એક સમયની અવસ્થા
દ્રષ્ટિએ [પર્યાય દ્રષ્ટિએ] બીજા ‘કર્મ’ નામના પદાર્થના સંયોગ આધીન થતો વિકારી ભાવ તેને લઈને સંસાર
છે, તે વિકારી ભાવ આત્માને વિષે ક્ષણિક–એક સમય પૂરતો છે. વર્તમાનમાં અનંત આત્માઓ છે તે બધા
ભગવાન સ્વરૂપ છે, પણ તેની વર્તમાન અવસ્થાદ્રષ્ટિએ એક સમય પૂરતી દુઃખ દશા દેખાય છે, તે એક સમય
પૂરતી વિકારી અવસ્થા સિવાય આખું ત્રિકાળી સ્વરૂપ નિર્વિકારી સુખરૂપ છે.
વસ્તુના બે વિભાગ પાડ્યા (૧) તત્ત્વદ્રષ્ટિ અથવા નિશ્ચયદ્રષ્ટિ, અને (૨) અવસ્થાદ્રષ્ટિ અથવા
વ્યવહાર દ્રષ્ટિ.
૧–નિશ્ચયદ્રષ્ટિ:–ત્રણે કાળે ભગવાન આત્માનો સ્વભાવ અખંડ પરિપૂર્ણ છે, તે સ્વભાવ ઉપરની દ્રષ્ટિ તે
શુદ્ધદ્રષ્ટિ–ધર્મદ્રષ્ટિ કે સુખદ્રષ્ટિ જે કહો તે બધાનો અર્થ એક જ છે.
૨–વ્યવહારદ્રષ્ટિ:–એક સમય પૂરતી પરાશ્રિત ભેદરૂપ અવસ્થાની દ્રષ્ટિ તે વ્યવહારદ્રષ્ટિ–દુઃખદાયકદ્રષ્ટિ કે
સંસારદ્રષ્ટિ છે.
આત્મામાં ત્રિકાળી સ્વભાવ તો અખંડાનંદ ભર્યો છે, તેમાં વિકાર એક સમયની અવસ્થા પૂરતો છે, તે
એક સમય બદલી પછી બીજે સમયે અને બીજો સમય બદલી ત્રીજે સમયે એમ અવસ્થા બદલી બદલીને થાય તે,
તે સમયનો નવો વિકાર છે. સંસાર પણ એક સમયની અવસ્થા પૂરતો છે, પહેલો સમય જાય ત્યારે બીજે સમયે
બીજો વિકાર થાય; અર્થાત્ એક સમયની પર્યાયનો વ્યય ત્યારે બીજા સમયની પર્યાયનો ઉત્પાદ, એમાં બે સમય
ભેગા થાય નહીં. વ્યવહારદ્રષ્ટિ એક સમયની અવસ્થા પૂરતી છે, તે દ્રષ્ટિ કષાય અને વિકાર ઉપર હોવાથી
વિકારી અવસ્થા એક સમયની જ હોવા છતાં તે દ્રષ્ટિમાં અસંખ્ય સમયે તેના ખ્યાલમાં આવે છે. વિકારી અવસ્થા
સમયે સમયે બદલીને અનાદિથી સળંગ પ્રવાહ રૂપે થતી આવે છે છતાં વિકારનો સમય એક કરતાં વધારે
સમયનો નથી.
તત્ત્વ દ્રષ્ટિ (નિશ્ચય દ્રષ્ટિ) માં આત્મા ત્રિકાળ એકરૂપ શુદ્ધ જ છે, તેમાં [તત્ત્વદ્રષ્ટિમાં] કાળ કે બીજું
કાંઈ પણ લાગુ પડે તેમ નથી. એક સમય પૂરતી વિકારી અવસ્થા પાછળ તે જ સમયે એક સમયમાં અખંડ
પરિપૂર્ણ ત્રિકાળી ધ્રુવ–સ્વભાવ ભર્યો છે, આ રીતે વસ્તુ એક સમયમાં પરિપૂર્ણ છે. દરેક સમયે દ્રવ્ય અખંડ ધ્રુવ
છે; તેમાં પરાશ્રિત એક સમય પુરતી વિકારી અવસ્થા અને તે સિવાય
[તે જ સમયે] અખંડ પરિપૂર્ણ શુદ્ધ
સ્વભાવ એ બન્ને થઈને આખું દ્રવ્ય છે.
એક સમયમાં જ્ઞાનાદિ અનંત ગુણનો રસકંદ, સામાન્ય ધ્રુવ તે વસ્તુ; વસ્તુનો સ્વભાવ કદી વિકારી થતો
નથી.
આ જીવ અગિયાર અંગ અને નવ પૂર્વ ભણી ગયો, પણ પોતાનું સ્વરૂપ શું? એકેક સમયે પરિપૂર્ણ
સ્વભાવ શું છે? તે કદી જોયું નથી; સ્વસન્મુખ અંતર વ્યાપાર કરીને અનાદિમાં એક સમય પણ ‘યથાર્થ હા’
પાડી નથી. આત્મા ત્રિકાળ આનંદ મૂર્તિ છે અને વિકાર તો એક સમય પુરતો છે તે મારા સ્વરૂપમાં નથી એમ
યથાર્થ સમજીને ‘હા’ લાવવી જોઈએ.
સમ્યગ્જ્ઞાન એ જ ભ્રાંતિના નાશનું કારણ છે. અને એ જ ધર્મ છે; સમ્યગ્જ્ઞાનના અવલંબન સિવાય બીજા
કોઈ ઉપાયથી નિર્જરા કે ભ્રમનો નાશ ત્રણકાળમાં નથી.
સંસારમાં અનંત આત્માઓ છે; દરેક આત્મા એક સમય પુરતી વિકારી અવસ્થા સિવાય તે જ સમયે
પરિપુર્ણ અખંડ શુદ્ધ સ્વભાવી છે; વિકારી એક સમય પુરતી પર્યાય તે સંસાર છે; અને ‘તે