ચૈત્ર : ૨૦૦૦ આત્મધર્મ : ૬૯ :
વિકારી અવસ્થા હું નહીં, પરિપૂર્ણ અવિકારી સ્વભાવ તે જ હું’ એવી દ્રષ્ટિ તે મોક્ષમાર્ગ; તથા પૂર્ણ શુદ્ધ અવિકારી
પર્યાયનું પ્રગટપણું તે મોક્ષ છે. મોક્ષમાર્ગ બહારમાં કે પુણ્યાદિમાં નથી, પણ અરૂપી આત્મામાં જ છે.
વસ્તુ તો ત્રિકાળી શુધ્ધ જ છે, મોક્ષ વસ્તુનો થતો નથી, પણ અવસ્થામાં થાય છે. જે વિકારી પર્યાય હતી
તેનો નાશ થઈને શુદ્ધ અવિકારી પર્યાય થઈ તેનું નામ મોક્ષ.
• મોક્ષ કેમ થાય! •
પરિપૂર્ણ શુદ્ધદશા [–મોક્ષ] સમ્યક્ચારિત્ર વગર થાય નહીં; સમ્યક્ચારિત્ર તે સમ્યક્દર્શન તથા સમ્યગ્જ્ઞાન
વગર થાય નહીં; સમ્યક્દર્શન તથા સમ્યગ્જ્ઞાન તત્ત્વનો નિર્ણય સર્વજ્ઞના આગમના નિર્ણય વગર થાય નહીં;
સર્વજ્ઞના આગમનો નિર્ણય સર્વજ્ઞની સત્તાના નિર્ણય વગર થાય નહીં.
• સંસાર અને મોક્ષ •
આત્મામાં જે એક સમયપૂરતી વિકારી અવસ્થા તે સંસાર અને અવિકારી અવસ્થા તે મોક્ષ; વિકારી
અવસ્થા તે મારી છે–મારા સ્વરૂપની છે એવી માન્યતા તે ચોરાશીના જન્મ–મરણનો માર્ગ છે; પુણ્ય પાપની વૃત્તિ
જેટલો હું એમ માન્યું તેને સંસાર–પર્યાય છે. ક્ષણિક વિકારી અવસ્થા તે હું નહીં, હું તો એક સમયમાં આખો
ચૈતન્ય આનંદઘન સ્વભાવે છું એવું ભાન તે સમ્યકદર્શન–જ્ઞાન–ચારિત્રનો માર્ગ અથવા મોક્ષમાર્ગ; અનેપરિપુર્ણ
નિર્મળ દશાનું પ્રગટપણું તે મોક્ષ. મોક્ષ અર્થાત્ પુર્ણ દશા સમ્યકચારિત્ર વગર પ્રગટે નહીં સ્વરૂપની રમણતા તે જ
ચારિત્ર છે, બહારની ક્રિયામાં કે પુણ્ય–પાપમાં ચારિત્ર નથી.
• જન દશન અટલ! •
વસ્તુ અનાદિ અનંત છે, ધર્મ તે વસ્તુનો સ્વભાવ છે, તેથી ધર્મ અનાદિ છે કોઈ વ્યક્તિએ ધર્મ ઉત્પન્ન
કર્યો નથી; દરેક વસ્તુ પોતાના સ્વભાવે પરિપૂર્ણ છે તેનો પ્રદર્શક તે જૈનધર્મ; જૈનધર્મ એટલે વિશ્વધર્મ; આત્માનો
સ્વભાવ ત્રિકાળી છે તેમાં જે એક સમય પૂરતી વિકારી પર્યાય તેનું લક્ષ ગૌણ કરીને અખંડ પરિપુર્ણ સ્વભાવનું
દર્શન કરાવવું તે જૈનદર્શન. એક સમય પુરતો વિકાર સ્વરૂપમાં નથી. તત્ત્વનો નિર્ણય આગમજ્ઞાન વગર હોય
નહીં; અને આગમજ્ઞાન સર્વજ્ઞને જાણ્યા વગર હોય નહીં. એકેક આત્મા સર્વજ્ઞ સ્વરૂપ છે અને સર્વજ્ઞ થઈ શકે છે;
• સર્વજ્ઞ એટલે! •
એકેક આત્માના અનંતગુણ, તેમાં જ્ઞાન ગુણની એક સમયની એક પર્યાયમાં ત્રણકાળ–ત્રણલોકના અનંત
પદાર્થો તેમના ગુણ પર્યાય સહિત એક સાથે જાણે તે સર્વજ્ઞ. તે સર્વજ્ઞના મુખથી નીકળેલી વાણી તે આગમ, તે
આગમ દ્વારા તત્ત્વનો નિર્ણય થાય, તે તત્ત્વના નિર્ણય દ્વારા સમ્યક્દર્શન–સમ્યક્જ્ઞાન થાય અને સમ્યક્દર્શન–
જ્ઞાનદ્વારા ચારિત્ર થાય અને ચારિત્ર દ્વારા મોક્ષ થાય.
આ વાત સમજ્યા વગર કદી મોક્ષ થાય નહીં; સમ્યગ્જ્ઞાન સિવાય મોક્ષનો ઉપાય નથી. માણસો કહે યાદ
કેટલું રાખવું? પૈસાથી ધર્મ થતો હોય તો પાંચ લાખની મૂડીમાંથી પચાસ હજાર આપી દે એટલે ધર્મ થઈ જાય
અને બાકીના સાડાચાર લાખથી સંસાર પણ ચાલે! એટલે સંસાર અને મોક્ષ બન્ને સાથે! પણ પૈસાથી કદી ધર્મ
થાય નહીં. ધર્મ તો આત્માનો સ્વતંત્ર સ્વભાવ છે; પરાવલંબને ધર્મ નથી. વસ્તુનું સ્વરૂપ સર્વજ્ઞ મુખ દ્વારા
નીકળેલી વાણી (આગમ) દ્વારા જણાય. બધા સર્વજ્ઞોનું કથન એક જ પ્રકારે હોય, એક સર્વજ્ઞ કરતાં બીજા જુદું
કહે એવું કદી બને નહીં
‘એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.’
ત્રણેકાળના સર્વજ્ઞોનું કથન એક જ પ્રકારે હોય છે.
સર્વજ્ઞના નિર્ણય વગર આગમનો નિર્ણય થઈ શકે નહીં;
આગમના નિર્ણય વગર તત્ત્વનો નિર્ણય થઈ શકે નહીં.