જૈનધર્મ એ કોઈ વેશ કે વાડો નથી, પણ વીતરાગનું
શાસન છે. વીતરાગતા એજ જૈન ધર્મ છે.
વીતરાગના માર્ગમાં રાગને સ્થાન નથી પછી તે સાક્ષાત
ભગવાન ઉપરનો હોય તો પણ જે રાગ તે જૈનશાસન નથી.
પૂજ્ય શ્રી સદ્ગુરુદેવના ઉદ્ગાર!
“હે આત્મા હવે બસ!!! નર્કના અનંત દુઃખો જે સાંભળતાં પણ હૃદયમાં કંપારી ઊઠે એવા દુઃખો અનંત–
અનંતકાળ તેં સહન કર્યાં, પણ તારું સાચું ભાન એક ક્ષણ પણ અનંતકાળમાં કર્યું નથી; આ ઉત્તમ મનુષ્ય
જીવનમાં અનંત કાળના અનંતદુઃખો ટાળવાનો વખત આવ્યો છે, અને અત્યારે જો તને (તારા સ્વરૂપને)
જાણવાનો સાચો ઉપાય નહિ કર તો ફરી અનંતકાળ ચોરાશીમાં ભ્રમણ કરવું પડશે... માટે જાગૃત થા!
“ અત્મભન કર લ. ”
આત્માને ઓળખ્યા વગર છૂટકો નથી. વસ્તુના ભાન વગર જઈશ ક્યાં? તારું સુખ–શાંતિ તે તારી
વસ્તુમાંથી આવે છે કે બહારથી? તું ગમે તે ક્ષેત્રે જા પણ તું તો તારામાં જ રહેવાનો! તારું સુખ સ્વર્ગમાંથી નથી
આવવાનું, તું તારાથી કોઈ કાળે કે કોઈ ક્ષેત્રે જુદો પડવાનો નથી. માત્ર તારા ભાનના અભાવે જ તું દુઃખી થઈ
રહ્યો છો. તે દુઃખ દૂર કરવા માટે ત્રણે કાળના જ્ઞાનીઓ એક જ ઉપાય બતાવે છે કે––
“આત્માને ઓળખો”
વાર્ષિક લવાજમ છુટક નકલ
અઢી રૂપિયા ચાર આના
શિષ્ટ સાહિત્ય ભંડાર * મોટા આંકડિયા * કાઠિયાવાડ