: અષાઢ : ૨૦૦૦ : આત્મધર્મ : ૧૩૩ :
સમ્યક્દર્શન સહિત અને સમ્યક્દર્શન રહિત
દન, શલ, તપ અન ભવ
રજાુ કરનાર: – રામજીભાઈ માણેકચંદ દોશી
[૧] ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે, તેથી જેને સમ્યગ્દર્શન હોય નહિ તેને સાચાં દાન, શીલ,
તપ અને ભાવ હોતાં નથી. આ બાબતમાં શ્રી સત્તાસ્વરૂપ શાસ્ત્રમાં નીચે પ્રમાણે કહ્યું છે:–
“ તેથી જેને સાચા જૈની થવું છે તેણે તો શાસ્ત્રના આશ્રયે તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે. પણ જે
તત્ત્વનિર્ણય તો નથી કરતો અને પૂજા, સ્તોત્ર દર્શન, ત્યાગ, તપ, વૈરાગ્ય, સંયમ સંતોષ આદિ બધાં કાર્યો કરે છે
તેનાં એ બધાંય કાર્યો અસત્ય છે. ” (પાનું–૬)
એટલી વાત લક્ષમાં રાખવાની છે કે–સમ્યગ્દર્શન ન હોય અને કોઈ દાન, શીલ, તપ અને ભાવ કરે–તેમાં
જો મંદ કષાય કરે તો તેથી પુણ્ય થાય ખરૂં–પણ ધર્મ ન થાય. પાપની અપેક્ષાએ પુણ્ય ઓછો વિકાર છે તેથી તે
અપેક્ષાએ તેનો નિષેધ નથી, પણ ધર્મ અપેક્ષાએ તેનો નિષેધ અનંત જ્ઞાનીઓએ કર્યો છે, કેમકે તે વિકાર હોઈ
આત્માના ગુણનો ઘાતક છે. સમ્યગ્દ્રષ્ટિને પણ નીચલી અવસ્થામાં રાગ–દ્વેષ ટાળતાં અશુભ ટળી શુભભાવ રહી
જાય–પણ તેને તે ધર્મ કદી માને નહીં.
[૨] દાન, શીલ, તપ અને ભાવનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર કોઈ યથાર્થ દાનાદિ કરી શકે નહીં એ
સ્પષ્ટ છે. તેનું સાચું સ્વરૂપ સમ્યગ્દ્રષ્ટિ જ સમજી શકે; એટલે સાચાં દાન, શીલ, તપ અને ભાવ કરવાના
અભિલાષી જીવોએ પ્રથમ પોતાનું સ્વરૂપ સમજવું જોઈએ.
[૩] કેટલાક માને છે કે–આપણે બીજાને અનાજ, પૈસા, પાણી કે બીજી સગવડ આપીએ તેનું નામ
‘દાન’ છે–પણ આ માન્યતા દોષવાળી છે. દાનનું સાચું સ્વરૂપ શું છે તે અહીં ટુંકમાં આપવામાં આવે છે; દાન
કરતાં નીચેની ક્રિયાઓ થાય છે:–
(अ) પૈસા, અનાજ, પાણી કે બીજાં પરદ્રવ્યો એક મનુષ્ય પાસેથી બીજા મનુષ્ય વગેરે પાસે જાય.
(ब) તે પર દ્રવ્યો એક ક્ષેત્રેથી બીજે ક્ષેત્રે જાય ત્યારે જીવને થતા ભાવ. તેમાં પહેલી જે જડની ક્રિયા
જણાવી તે જડથી થાય છે, જીવ તે કરી શકતો નથી, તેથી તો જીવને લાભ કે નુકસાન નથી, કેમકે એક દ્રવ્યને
બીજા દ્રવ્યથી લાભ–નુકસાન થતાં જ નથી; અને એક દ્રવ્યનું પરિણમન બીજું દ્રવ્ય કરી શકતું નથી. બીજી ક્રિયા
જીવના ભાવની છે. જો જીવનો ભાવ અશુભ હોય તો પાપ થાય અને જીવ તે વખતે પોતાનો લોભ–કષાય જો
ઓછો કરે તો પુણ્ય થાય.
[૪] સમ્યગ્દ્રષ્ટિ દાન દેતા શું માને છે તે તપાસીએ.
(अ) જડની ક્રિયા જડથી થાય છે અને મને લાભ નુકસાન નથી એમ તે માને છે.
(ब) જીવનો લોભ ઓછો કરવાની ક્રિયા તે શુભભાવ છે તેથી તે વડે પુણ્ય બંધ થાય, પણ તે
શુભભાવથી ધર્મ થતો નથી; એવી તેની માન્યતા છે.
(क) શુભભાવનું તેને સ્વામીત્વ નહિ હોવાથી વીતરાગતા અંશે વધે છે તેથી તેને વીતરાગભાવના
અંશવડે સંવર નિર્જરા થાય છે.
[પ] વીતરાગી વિજ્ઞાનનો ઉપદેશ સાંભળવાનો સુઅવસર ભવ્ય જીવોને આ ક્ષેત્રે પ્રાપ્ત થયો છે; અને
વીતરાગી વિજ્ઞાનનો સદુપદેશ પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી પાસેથી સાંભળી, મુમુક્ષુ જીવો આત્માનું
સ્વરૂપ સમજી લોભ–કષાય ઓછો કરવા યથાશક્તિ પ્રયાસ કરે છે. પૂ. સદ્ગુરુદેવના આ સાલના (૧૯૯૯–
૨૦૦૦) વિહારથી સદુપદેશનો ધોધમાર પ્રવાહ વહ્યો છે, અને ઘણા મુમુક્ષુ જીવોએ તેનો લાભ લીધો છે.
[૬] શ્રી “આત્મધર્મ” ના ત્રીજા અંકમાં રૂા. ૩૦૧૪૬–૩–૦ ના ‘દાનની વિગત’ આપવામાં આવી છે તે
ઉપરાંત “સોનગઢ જૈન અતિથિ સેવા સમિતિ” વગેરેને જે દાન વગેરેની રકમ આપવામાં આવી છે તેની વિગત
તેમાં આપવામાં આવી ન હતી, એથી લોભ–કષાય પાતળો પાડવાનાં કાર્ય તરીકે દાન પ્રભાવના, આદિનો પ્રવાહ
જે સતત્ ચાલુ રહ્યો છે તેની વિગત અહીં આપવામાં આવે છે:–