: ૧૩૨ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૦ :
બતાવે તથા પુણ્ય કરતાં કરતાં ધર્મ થશે એમ કહે અને કહે કે આ ધર્મની વાત છે તો તેમ હોઈ શકે નહીં, ધર્મના
ઉપદેશમાં “પહેલી જરૂર આત્મ–શ્રધ્ધાની છે.” એ વાત પ્રથમ જ હોય, નહીતર ઉપદેશકે કહી દેવું જોઈએ કે “અહીં
ધર્મની વાત જ નથી, પણ પુણ્યની વાત છે.” ધર્મ વસ્તુ શું છે તેની સમજણ કરવી નથી અને બહારમાં મોટાઈ
મૂકવી નથી, તે બધા પુણ્યથી ધર્મ માને છે અને મનાવે છે–તે માન્યતાનું ફળ સંસાર છે.
પુણ્યથી ધર્મ નથી એવી શ્રધ્ધા કર્યા પછી જે શુભ આવે તેને વ્યવહારે અમૃતકુંભ કહેવાય, પણ ભાન
વગરના શુભભાવ તો વ્યવહારે પણ અમૃતકુંભ નથી. પ્રથમ નિશ્ચય હોય તો જ વ્યવહાર હોઈ શકે! નિશ્ચય વગર
એકલો વ્યયવહાર હોઈ શકે નહીં. આત્માની શ્રધ્ધા વગર ગમે તેટલા શુભભાવ કરે તોપણ તે એકલો પોતાનો
ગુન્હેગાર જ છે, તે બંધનમાં જકડાયેલો જ છે.
‘સારું કરવું છે’ એમ બધા કહે છે. જો સારાપણું આત્મામાં ન હોય તો બહારથી આવશે ક્યાંથી? એટલે
જે સારું કરવું છે તે સારાપણું આત્મામાં જ છે. પણ તેની શ્રધ્ધા નથી તેથી સારું બહારથી માને છે. પોતાની
શ્રધ્ધા વગર દેરાસર, પૂજા, ભક્તિ બધો આત્માનો ગુન્હો છે. જ્ઞાનીને સાચી વસ્તુના વલણના ભાવે જેવા ઊંચી
જાતના શુભભાવ થાય તેવા અજ્ઞાની નહીં કરી શકે! ઈન્દ્ર, ચક્રવર્તી, વાસુદેવ આદિ લૌકિક મોટા પદો પણ સાચા
ભાન વગર હોઈ શકે નહીં.
નિરપરાધપણું અપ્રતિક્રમણ–પ્રતિક્રમણના ભેદ રહિતની ત્રીજી ભૂમિકામાં જ છે, માટે તે ત્રીજી ભુમિકાની
પ્રાપ્તિ અર્થે જ ભાનવાળા જીવને પ્રતિક્રમણાદિ હોય છે; તેમને તે વ્યવહારે ત્રીજી ભૂમિકાનું કારણ કહેવાય છે.
અહીં એમ ન માનો કે આ શાસ્ત્ર પુણ્ય છોડાવીને અશુભમાં જોડાવે છે; પણ પહેલાંં શ્રધ્ધામાં શુભ–
અશુભ બન્ને છોડાવીને પછી ક્રમે ક્રમે વીતરાગ થાય ત્યારે સર્વથા છૂટી જાય છે.
આ શાસ્ત્ર એટલેથી જ (શુભ–અશુભ બન્ને છોડવાનો ઉપદેશ આપીને) અટકતું નથી પણ કાંઈક
અપૂર્વ–અતિ દુષ્કર એવું કરાવે છે.
છેવટ :– નિશ્ચય સહિતનો વ્યવહાર જ મોક્ષ માર્ગમાં આવે છે. નિશ્ચયના ભાન વગરનો વ્યવહાર તો બંધન જ
છે. સમ્યક્ભાન પછી શુધ્ધમાં ઠર! અને શુધ્ધમાં ન ઠરી શકાય ત્યારે શુભભાવમાં જોડાવારૂપ વ્યવહાર આવે છે–
પણ–શુધ્ધના ભાન વગર એકલા શુભને તો વ્યવહાર પણ કહ્યો નથી.
ખશખબર
આત્મધર્મ અંક ૧, ૨, ૩, ૪, પ અને ૬ ની ૭પ૦ નકલ તથા ૭ માં અંકની ૧૦૦૦ નકલ
ખલાસ થતાં તે બધા અંકોની બીજી આવૃત્તિ છપાઈ રહી છે. આઠમા અંકની ૧પ૦૦ નકલ છાપી છે.
જે ગ્રાહકોને આગલા અંકો ખૂટતા હોય તેઓ અંક દીઠ ચાર આનાની ટિકિટો મોકલાવી
મંગાવી લે. જમુ રવાણી.
ત્યાગ એટલે શું?
પરનો ત્યાગ તો આત્માને નથી, પણ રાગદ્વેષનો ત્યાગ તે પણ નામમાત્ર (કહેવા માત્ર) છે, રાગના
ત્યાગનું કર્તાપણું દ્રવ્યદ્રષ્ટિએ આત્માને નથી. પોતાના સ્વભાવમાં સ્થિર રહેતાં રાગદ્વેષ સહેજે ટળી જાય છે, તે
ત્યાગ કહેવાય છે–તે પણ વ્યવહાર છે.
આત્મા પોતાને ગ્રહે છે એમ કહેવું તે પણ વ્યવહાર માત્ર છે–કેમકે એમ કહેવામાં ‘પોતે’ અને ‘પોતાને
પકડે છે’ એવા ગ્રાહ્ય–ગ્રાહક ભેદ પડે છે. દ્રષ્ટિમાં જ્ઞાનીને ગ્રાહ્ય–ગ્રાહકના ભેદ ટળી જ ગયા છે. પર્યાય સમજવા
માટે વ્યવહાર છે; જ્ઞાનની પર્યાય પણ વ્યવહાર છે.
વ્યવહારે બંધ છે એટલે પર્યાયમાં હું નિમિત્તાધીન છું (–પુરુષાર્થમાં નબળાઈ છે) એમ જાણે છે, પણ વસ્તુએ
અબંધ છું–એ દ્રષ્ટિના ભાન પછી પર્યાયમાં પર ઉપર જેટલું લક્ષ જાય છે તે અવસ્થાની નબળાઈ છે. માન્યતામાં
(દ્રષ્ટિમાં) તો બંધ છે જ નહીં. પર્યાયમાં જે રાગ થાય છે તે પરને લઈને નથી, એમ જાણ્યું એટલે “આ પર વસ્તુને
લઈને હું નહીં કે પરને કારણે મારી પર્યાય નહીં” એમ તે નબળી પર્યાયને છોડતો જાય છે––એ જ નિર્જરા છે.
સત્ય ત્રિકાળ એકરૂપ છે–સત્યની ના પાડનાર કોણ? દ્રવ્ય તો ના પાડતું નથી. પણ અંદર ઊંધી
માન્યતારૂપ મહાન શલ્ય તેને ના પડાવે છે. ભગવાન આત્મા સુખ શૈય્યામાં જ સૂતો છે.