: અષાઢ : ૨૦૦૦ : આત્મધર્મ : ૧૩૧ :
છે તે અપેક્ષાએ–તથા શુધ્ધની દ્રષ્ટિએ શુભનું કર્તાપણું નથી અને શુધ્ધ સ્વભાવનું ભાન છે તેથી તે શુભને
વ્યવહારે અમૃતકુંભ કહેલ છે.
શુધ્ધના ભાનમાં જ્ઞાની શુભમાં જોડાય ત્યારે આત્માની ઓળખાણ હોવાથી તે શુભભાવને વ્યવહારે
(ઉપર કહ્યું તે અપેક્ષાએ) અમૃતકુંભ કહેલ છે. અજ્ઞાનીના તો શુભભાવ પણ ઝેર છે કેમકે તેની પાછળ તેને
શુધ્ધનું લક્ષ નથી પણ શુભનું કર્તાપણું છે.
બધાને સ્વતંત્રતા જોઈએ છે, પણ સ્વતંત્રતા કેમ આવે તે જાણતા નથી. ભગવાન! તારા આત્માની
સ્વતંત્રતાનું અપૂર્વ ભાન આ જીવનમાં ન કરી જા તો તારું જીવન ગલુડીયા જેવું થયું. ભાઈ રે! દેહ કે રૂપિયા
કોઈપણ પર વસ્તુ આત્માની સ્વતંત્રતામાં મદદગાર થાય નહીં સ્વતંત્રતા બહારથી આવે નહીં, સ્વતંત્રતા
આત્મામાં જ છે. જો આત્માની સ્વતંત્રતા ન સમજો તો પરાધીનતાની બેડીમાં જકડાયેલા જ છો. આત્માના
સ્વતંત્ર સ્વરૂપના ભાન વિના કદી સ્વતંત્ર થવાની યોગ્યતા જ ન હોઈ શકે.
જેણે જીવનમાં ચૈતન્યની જુદાઈ જાણી નહીં, મરતાં શરણ થાય તેવો ભાવ પામ્યો નહીં, તે મરણ પછી કેવળ
સાથેની સંધિ ક્યાંથી લાવશે? અને જીવનમાં ચૈતન્યની જુદાઈ જેણે જાણી છે, મરતાં શરણ રાખ્યું છે તે મરતાં પણ
સાથે કેવળજ્ઞાન લેવાની સંધિ લઈને જાય છે. તેથી તે જ્યાં જશે ત્યાં પૂર્ણનો પુરુષાર્થ ઉપાડી પૂર્ણ થઈ જવાના!
ભાઈ રે! તેં તારા ગાણા સાંભળ્યાં નથી. જે ભાવે પૈસાદિ ધૂળ મળે તે ભાવની જ્યાં મીઠાશ છે ત્યાં તેં
છોડ્યું શું? જેને અંતરથી પુણ્યની મીઠાશ છૂટી નથી તેનો ત્યાગ પણ દ્વેષ ભાવે છે.
આત્મા શુધ્ધ છે, પુણ્ય–પાપના પરિણામ થાય તેવડો નથી એવી દ્રષ્ટિમાં જે શુભભાવ થાય તેને વ્યવહારે
અમૃતકુંભ કહ્યાં છે. અજ્ઞાનીના શુભભાવમાં તો પાપ ટાળવાની તાકાત અંશે પણ નથી, અને શુધ્ધના
ભાનસહિત શુભમાં પાપ ટાળવાની અંશે તાકાત છે. જ્ઞાનીને પણ વીતરાગ થયા પહેલાંં શુભ ભાવ સર્વથા છૂટે
નહીં, પણ શ્રધ્ધામાં પુણ્યભાવ તે મોક્ષમાર્ગ કે તેનું કારણ નથી. એવી શુધ્ધની દ્રષ્ટિ હોવાથી તેના શુભમાં અશુભ
ટાળવાની તાકાત અંશે છે; જેને અપ્રતિક્રમણ પ્રતિક્રમણ રહિત ત્રીજી ભુમિકાનું ભાન નથી તેને તો શુભભાવ
એકલા ઝેર છે–તેથી તો એકલું બંધન છે. અપ્રતિક્રમણ–પ્રતિક્રમણના ભેદ રહિત ત્રીજી ભૂમિકાની શ્રધ્ધા કરીને જો
ઠર્યો તો તે સાક્ષાત્ અમૃત જ છે, પણ જો ઠરી ન શક્યો અને શ્રધ્ધા રાખીને શુભમાં જોડાયો તો પણ તે વ્યવહારે
અમૃત છે.
ધર્મ કોને સમજાવવો?
જે સંસારમાં પડ્યા છે એવા અજ્ઞાનીને કે મુનિને? મુનિને ધર્મ સમજાવવાનું હોય નહીં કેમકે મુનિપણું
ધર્મ સમજ્યા પછી જ આવે. આ સમજ્યા વગર કોઈને મુનિપણું હોય નહીં. મુનિપણું બાહ્ય ત્યાગમાં નથી પણ
અંદરની સમજણમાં છે. સમજણ વગરનો ત્યાગ કોનો? તેણે તો ઊલટો (પુણ્ય–પાપ રહિત જે) આત્મા તેને
છોડ્યો. (જેને અંદરમાં પુણ્યની રુચિ છે તેણે પુણ્યપાપ રહિતના આત્માને છોડ્યો છે.)
આ તો નગ્ન સત્ય છે. સત્ય કોઈની શરમ રાખે તેમ નથી. સત્ય છે તે ત્રણે કાળ સત્ય જ છે, સત્ય ફરે
તેમ નથી. સત્ય સમજવા માટે તારે ફરવું પડશે. જગત માને કે ન માને તેની સાથે સત્યને સંબંધ નથી. સર્વ કાળે
અને સર્વ ક્ષેત્રે સત્ય તો એક જ પ્રકારે છે.
પહેલી જરૂર આત્માની શ્રધ્ધાની છે, તે વિના ધર્મની વાત નથી. પહેલો ઉપદેશ આત્માની શ્રધ્ધાનો જ
હોવો જોઈએ. તે વિના ઉપદેશ પણ યથાર્થ હોઈ શકે નહીં. કોઈ પુણ્ય કરવાનું
શ્રાવણ
સુદ ૨ રવિ ૨૩ જુલાઈ વદ ૨ રવિ ૬ ઓગસ્ટ
,, પ મંગળ ૨પ ,, ,, પ મંગળ ૮ ,,
,, ૮ શુક્ર ૨૮ ,, ,, ૮ શુક્ર ૧૧ ,,
,, ૧૧ સોમ ૩૧ ,, ,, ૧૧ સોમ ૧૪ ,,
,, ૧૪ ગુરુ ૩ ઓગસ્ટ ,, ૧૪ ગુરુ ૧૭ ,,
,, ૧પ શુક્ર ૪ ,, ,, ૦)) શુક્ર ૧૮ ,,