Atmadharma magazine - Ank 008
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
: ૧૩૦ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૦ :
ધર્મ માની બેસે છે, આટલો જ જ્ઞાની–અજ્ઞાની વચ્ચે આંતરો!
અહીં તો આચાર્ય મહારાજ કહે છે કે:– અનંતકાળે નહીં પ્રગટેલું એવું અપૂર્વ, આત્મ જીવનનું શુધ્ધપણું
જેને મનુષ્ય જીવનમાં પ્રગટ કરવું છે તેને પ્રથમ તો “આત્માના શુધ્ધ સ્વભાવની અપેક્ષાએ આ શુભ ક્રિયા
પણ ઝેર છે” એવી શ્રધ્ધાનું જોર લાવવું પડશે. એ શ્રધ્ધા વગર પુણ્ય–પાપનું હળવાપણું ટળીને મોક્ષનું વજન
આવશે ક્યાંથી?
વિષય કષાયથી તો છૂટવું પણ “વિષય કષાયથી છૂટું” એવી વૃત્તિથી પણ છૂટવું એમ અહીં કહેવું છે.
નિંદા, ગર્હા રહિત સ્વરૂપ છે. જો તારાથી થાય તો શ્રધ્ધા અને ચારિત્ર બન્ને કર, પણ જો તેમ ન થાય તો જેમ છે
તેમ શ્રધ્ધા તો અવશ્ય કર! તેની શ્રધ્ધા માત્રથી તું જન્મમરણ રહિત થઈ જઈશ.
આત્મા શુધ્ધ જ્ઞાન સ્વરૂપ અમૃત કુંભ છે, તેમાંથી જો શરીરાદિનો સંયોગ કાઢી નાંખો તો ચૈતન્ય મૂર્તિ જ છે.
આત્મા પોતે જ અમૃતકુંભ છે, તેનો સ્વભાવ તો નિર્દોષ વીતરાગ છે. જે શુભ–અશુભ ભાવ દેખાય છે તે
ક્ષણિક નવા થાય છે, તે નાશવાન છે અને આત્મા તો અમૃતનો દરિયો ત્રિકાળ પડ્યો છે. અંદર જાણનાર છે તે
જ્ઞાન સ્વભાવ છે, એવા જ્ઞાનાદિ અનંત ગુણો છે, તે બધા ગુણોનો દરિયો ચૈતન્ય પોતે છે. તે સ્વરૂપ તો
અમૃતકુંભ છે. પણ પરથી– પુણ્યથી લાભ થાય એવી માન્યતાએ ઝેર કરી દીધું છે.
ભગવાન તું અમૃતકુંભ છો. તેમાં ન ઠરી શક તો પણ શ્રધ્ધા તો તેની જ કર. તેની શ્રધ્ધા અને પ્રતીત
કરવાથી તારો અમૃતકુંભ સ્વભાવ ઉઘડી જશે–તારો આત્મા પુણ્ય–પાપના વિકારનો નાશ કરીને ક્રમે ક્રમે સ્વભાવ
મૂર્તિ ખીલી જશે. આ રીતે શુધ્ધ સ્વરૂપની સેવનાની પહેલી જરૂર છે. શુભભાવ આત્માની શુદ્ધિનું નિમિત્ત
શુધ્ધની શ્રધ્ધા વગર અંશે પણ નથી–બોલવા માત્ર પણ નથી. સમ્યગ્દ્રષ્ટિને જે દ્રવ્યરૂપ પ્રતિક્રમણાદિ છે તેઓ
સર્વ અપરાધરૂપી વિષના દોષોને ઘટાડવામાં સમર્થ હોવાથી અમૃત કુંભ છે એમ વ્યવહારે કહ્યું છે.
અજ્ઞાનીનાં તો પુણ્ય ભાવ પણ શુધ્ધ આત્માની સિધ્ધિના અભાવરૂપ હોઈ ઝેરમય જ છે, તેની તો વાત
જ શું કરવી?
પ્રભુ! પુણ્યની વાત તો અનંતકાળથી કરતો આવ્યો છે, તેથી તે શીખ્યા વગર પણ આવડે છે; અહીં તો
અમે ધર્મનું સ્વરૂપ બતાવવા માંગીએ છીએ. જ્યારે અમે ધર્મીનો (આત્માનો) ધર્મ બતાવવા માગીએ છીએ
ત્યારે પાપની તો વાત જ નથી. હિંસાદિ પરિણામ તો નીતિવંતને હોય જ નહીં–એ કહેવાની અમારે જરૂર નથી,
તે લૌકિક નીતિ તો અનંત વાર કરી છે. અમારે તો તને ધર્મ બતાવવો છે, તારી જન્મ મરણની ભૂખ ભાંગવી છે,
અનંતકાળથી તેં ધર્મનો ઉપાય લીધો નથી.
આત્માના સ્વતંત્ર સહજ શુધ્ધ શાશ્વત સ્વરૂપની જેને પ્રગટ પ્રાપ્તિ કરવી હોય તેને પાપ તો છોડવાનાં છે
જ, અને સાચી સમજણ વગરના જે શુભભાવ તેની પણ વાત નથી; અહીં તો સાચી સમજણ પછીના જે
પ્રતિક્રમણ આદિ શુભ ભાવ તેઓ આત્માની શુધ્ધતાનું નિમિત્ત કારણ હોવાથી તેને વ્યવહારે અમૃત કુંભ કહ્યા છે.
હું શુધ્ધ પવિત્ર છું એવું ભાન થયા પછી આત્મામાં થતા અશુભ ભાવ તથા પ્રતિક્રમાણાદિ શુભ ભાવ તે
ક્રમે ક્રમે બન્ને ટાળીને શુધ્ધમાં તો આત્મા આવવાનો હોવાથી એટલે કે તેની પાછળ શુધ્ધ દ્રષ્ટિનું જોર હોવાથી તે
પ્રતિક્રમણાદિ શુભ ભાવને વ્યવહારે અમૃત કુંભ કહ્યા છે. મારામાં ઠરી શકતો નથી એટલે શુભભાવ આવે છે
એવા ભાન સહિતના શુભભાવને પણ ભગવાને નિશ્ચયથી ઝેર કહ્યા છે. શુધ્ધ દ્રષ્ટિના જોર સહિત તે જીવ
હોવાથી તે શુભ ભાવ ટળી જઈને શુધ્ધમાં તે આવવાનો
આષાઢ
સુદ ૨ ગુરુ ૨૨ જુન વદ ૨ શુક્ર ૭ જુલાઈ
,, પ રવિ ૨પ ,, ,, પ સોમ ૧૦ ,,
,, ૮ ગુરુ ૨૯ ,, ,, ૮ ગુરુ ૨૩ ,,
,, ૧૧ રવિ ૨ જુલાઈ ,, ૧૧ રવિ ૧૬ ,,
,, ૧૪ બુધ પ ,, ,, ૧૪ બુધ ૧૯ ,,
,, ૧પ ગુરુ ૬ ,, ,, ૦)) ગુરુ ૨૦ ,,