: અષાઢ : ૨૦૦૦ : આત્મધર્મ : ૧૨૯ :
દર્શન ભક્તિમાં રોકાઈએ, વિષય છોડીએ, પાપની નિંદા કરીએ, પ્રાયશ્ચિત કરીએ એવા ભાવ કરતાં કરતાં
અમારા આત્માનો ઉદ્ધાર થઈ જશે. પણ તમે એમાંનું કાંઈ ન કહેતાં પહેલેથી જ શુધ્ધ આત્માને સમજવાની વાત
કેમ કરો છે?
ઉત્તર:–જ્યાં ધર્મ સમજવાની વાત આવી ત્યાં પુણ્ય પાપ બન્ને છોડવાનું આવ્યું. પાપ છોડીને
પુણ્યથી ધર્મ
માનીને તો તું અનાદિથી રખડી રહ્યો છો, પણ પ્રભુ! આ મનુષ્ય દેહ ચાલ્યો જવાનો છે, જો શુધ્ધ
આત્માની ઓળખાણ નહીં કરી તો ક્યાં તારા ઠેકાણાં? અહીંથી ઊડીને ક્યાંય ચાલ્યો જઈશ.
તોલ વિનાનાં તરણાં પવનના વંટોળીએ ક્યાં ઊડી જશે તેનો મેળ નથી, પણ કાંકરી (વજનદાર
હોવાથી) ઊડે નહીં; તેમ સાચી શ્રધ્ધાના જોર વિના આત્મા ચોરાશીનાં અવતારમાં ક્યાં રખડશે તેનો મેળ નથી.
આત્મામાં–પુણ્ય–પાપ તે હું અને શરીર, મન, વાણી મારાં એવી માન્યતામાં સમ્યક્શ્રધ્ધાનું વજન નથી એટલે
તેવો આત્મા ચોરાશીમાં પરિભ્રમણ કરી રહ્યો છે. ‘હું પુણ્ય–પાપ રહિત શુધ્ધ નિર્મળ છું’ એવી આત્માની
શ્રધ્ધાના મહત્તાના વજનના ભાર વિના આત્મા ક્યાં ઊડી જશે તેનો પત્તો નથી.
છોકરો એક માંસની પૂતળી લેવા ખાતર (લગ્ન વખતે) એવો ભાર રાખે કે સામા (સસરા પક્ષ) ગમે
તેટલો પ્રયત્ન કરે છતાં મરકવું પણ કરે નહીં. એમ અહીં મુક્તિરૂપ કન્યા લેવા માટે (રાગ દ્વેષ થાય છતાં)
નિર્ણયમાં તો વજન રાખ, ભાર તો રાખ! પરમાં હોંશ અને હરખનો એકવાર નકાર તો કર! આત્માના હરખ
તો લાવ!
આત્મા પવિત્ર ચિદાનંદ શુધ્ધ છે તેને થોડો કાળ તો ભાર લાવ! અને પુણ્ય–પાપથી મરક નહીં. તો તને
થોડે કાળે આત્મ પરિણતિરૂપ કન્યા પ્રાપ્ત થશે.
બાપુ! સ્વતંત્ર સ્વભાવની શ્રધ્ધા તો કર! હું શુધ્ધ સ્વરૂપમાં ઠરી શકતો નથી એટલે આ શુભમાં આવવું
પડે છે. એમ શુભનો નકાર લાવી આત્માના ગુણનો ભાર તો લાવ! એ ભારમાં તને પૂર્ણ શુધ્ધ પરિણતિરૂપ
કન્યા મળી જશે.
પુણ્ય ક્યારે થાય પરવસ્તુ ઉપરથી તૃષ્ણા ઘટાડે ત્યારે પુણ્ય થાય. અહીં “તે પુણ્યના કારણે આત્માને ધર્મ
થાય.” એમ શિષ્ય કહેવા માગે છે; તે કહે છે કે––પહેલેથી જ શુધ્ધ આત્માની ઉપાસનાનો પ્રયાસ કરવો તો
અમને આકરો લાગે છે. [આવું કહેનારાઓ અનાદિના છે, તેથી આ પ્રશ્ન ઉપાડ્યો છે.] અમે તો હજી પુણ્ય–
પાપમાં પડ્યા છીએ, અને તમે તો પુણ્ય–પાપ રહિતની શ્રધ્ધાની માંડી છે. અમારે તો પાપ ભાવ ઝેર છે, અને
પ્રતિક્રમણાદિ (આત્માના ભાન વગર) કરવા તે અમારે અમૃતકુંભ છે. વ્યવહાર શ્રધ્ધા, નવકાર મંત્ર, દેવ–ગુરુની
ભક્તિ, વ્રત, તપ, એનાથી અમારે આત્માની શુધ્ધતા પ્રગટી જશે એવો શિષ્યનો તર્ક છે.
એ તર્કનું સમાધાન આચાર્ય મહારાજ નિશ્ચયનયની પ્રધાનતાથી ઉત્તર આપીને કરે છે:–
સાંભળ! આત્માના ભાન વગર એકલા દયાદિભાવ તે તો ઝેર છે, પણ સમ્યક્ શ્રધ્ધા પછી જે
પુણ્યના શુભભાવ આવે તેને પણ ઝેર કહ્યા છે. પુણ્ય ભાવ તે આત્માના અમૃતકુંભનો વિરોધ કરીને થતા
હોવાથી આઠે બોલ [પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા ગર્હા અને શુદ્ધિ] તે ઝેર છે.
પ્રતિક્રમણ–હિંસાદિ ભાવથી “મિચ્છામિ દુકકડં” કરવું તે– અર્થાત્ પાપથી પાછા ફરવું તે. ભગવાન તે
શુભભાવને પણ ઝેર કહે છે, કારણકે તે આત્માના અમૃતકુંભનું ખૂન કરીને થાય છે, તે છોડીને આત્મામાં સ્થિર
થા! એમ આચાર્યે ઉપદેશ કર્યો છે. શુભ ભાવને શુભ તો અમે પણ કહીએ છીએ, પણ શુભભાવને ધર્મનું
કારણ માનતા નથી.
તું અનંતકાળથી રખડયો તેનું કારણ પાપને છોડવામાં અને પુણ્યમાં ધર્મ માનીને તેમાં જ રોકાઈ
ગયો તે છે.
સંપૂર્ણ વીતરાગ દશા પ્રગટ્યા પહેલાંં અશુભ છોડવા જ્ઞાનીઓને પણ ભક્તિ આદિ શુભનું અવલંબન
આવે છે, પરંતુ તેનાથી ધર્મ માનતા નથી, અને અજ્ઞાની શુભમાં