Atmadharma magazine - Ank 008
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
: ૧૨૮ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૦ :
• શુભ લાગણી તે તો રાગ છે, વિકાર છે તે વડે ધર્મ માનાર •
પરમ પુજ્ય સદ્ગુરુદેવનું રાજકોટમાં છેલ્લું વ્યાખ્યાન
આત્માના સ્વરૂપ નું ખૂન કરે છે.
સંવત ૨૦ ના ફાગણ વદી ૨ તારીખ ૧ – ૩ – ૪. શનિવાર

જેને આત્માની સ્વતંત્રતા જોઈએ છીએ તેને પ્રથમ તો ‘કર્મ અને પરાધીન ભાવથી આત્માની સ્વતંત્રતા
પ્રગટે નહિ.’ એ નિર્ણય કરવો પડશે.
આ દેહ તો જડ છે, તેનાથી જુદો અરૂપી આત્મા દર્શન–જ્ઞાન આનંદ સ્વરૂપ છે, તેમાં વર્તમાન દુઃખ લાગે
છે તેનું કારણ ‘આત્માને પરની જરૂર પડે’ એવો ભાવ થાય છે તે છે. તે ભાવ ક્ષણિક અને વિકારી છે, આત્માની
નિજ જાતનો (સ્વરૂપનો) તે ભાવ નથી. એક તત્ત્વ બીજા તત્ત્વનો આશ્રય માગે તે ભાવ શુધ્ધ નથી. આત્મા
જ્ઞાન સ્વભાવી વસ્તુ પોતાના સુખ માટે પરનો આધાર માગે તે બધો ભાવ દુઃખ રૂપ છે અને પરવસ્તુ તેમાં (તે
ભાવમાં) નિમિત્ત છે. મારા નિરાકૂળ સુખમાં પુણ્ય–પાપના કોઈ પણ ભાવ મદદગાર નથી એવા નિર્ણય વગર
સુખ પ્રગટે નહીં.
આત્મા દુઃખ સ્વરૂપ છે જ નહીં; આનંદ જ તેનો સ્વભાવ છે, પણ ‘મારાથી મને સુખ છે.’ એવી
સ્વરૂપની શ્રધ્ધાથી આત્મા અનાદિનો ભ્રષ્ટ થઈ ગયો છે, તેથી સુખ પ્રગટ નથી. શરીર, મન, વાણી તો પર છે તે
સુખદાયક કે દુઃખદાયક નથી; પરને માટે જે પાપભાવ તે સુખદાયક નથી, અને જે દયા–દાનાદિના શુભભાવ થાય
તે ભાવ પણ આત્માના સહજ સુખને માટે મદદગાર નથી.
છોડવા જેવું શું અને રાખવા જેવું શું તેના વિવેક વગર કદી સુખનો અંશ પણ ઊગે નહીં.
આત્મા શુધ્ધ છે, તેમાં દયા, વ્રતાદિના શુભભાવ પણ ઝેર છે–પરાધીનતા છે, માટે તે રહિત શુધ્ધ
આત્માની શ્રધ્ધા કરો!
આત્મા સ્વતંત્ર વસ્તુ છે. તેમાં શરીરાદિ પરની ક્રિયા તો લાભ કે નુકસાનનું કારણ નથી, તથા જે
શુભભાવ થાય તે પણ મોક્ષના સુખનું કારણ નથી. આત્માના સ્વાધીન સુખનું કારણ પરવસ્તુ ન જ હોય; પાપ
છોડવાનું તો સાધારણ જનતા (નાનું બાળક) પણ કહી રહી છે, તે અપૂર્વ નથી. અનંતકાળે અચિંત્ય મનુષ્ય દેહ
મળ્‌યો તેમાં જો સ્વાધીન તત્ત્વની શ્રધ્ધાના બીજડાં ન રોપ્યાં તો તેણે કાંઈ અપૂર્વ કર્યું નથી. પુણ્ય તો દરેક પ્રાણી
અનંતવાર કરી ચૂક્યો છે. અહીં તો આચાર્ય દેવ અનંતકાળે નહીં સમજાયેલ એવું સ્વરૂપ બતાવે છે. અંદર જે
શુભલાગણી તે રાગ છે–વિકાર છે, તે વડે ધર્મ માનનાર આત્માના સ્વરૂપનું ખૂન કરે છે. એવી જોર પૂર્વક વાત
આવી ત્યારે શિષ્યે પ્રશ્ન કર્યો:–
(અનાદિ મિથ્યાદ્રષ્ટિ મૂઢ જીવ જેને આત્માની ઓળખાણની પ્રતીત નથી એવો શિષ્ય અહીં તર્ક કરે છે.)
આત્મા શુધ્ધ છે, દેહ, મન, વાણીથી નિરાળો છે, પુણ્ય–પાપના ક્ષણિક ભાવોથી પણ ભિન્ન છે. તેની
શ્રધ્ધા કરો! એમ પહેલેથી જ કહેતા આવ્યા છો, તો તમે તો પહેલેથી જ શુધ્ધની માંડી! અમારે (મિથ્યાદ્રષ્ટિ મૂઢ
જીવ જેને આત્માની.
ઓળખાણ નથી એવા અજ્ઞાની જીવોને) તો આત્મા શુધ્ધ થવાનો હશે ત્યારે થશે, પહેલાંં અમને કાંઈક
પુણ્ય–ક્રિયા તો કરવા દ્યો. એમ કરતાં હળવે હળવે શુધ્ધ થઈ જશે, પહેલેથી જ શુધ્ધ શું કરવા બતાવો છો? શુધ્ધ
આત્માની ઉપાસનાનો જ પ્રયાસ કરવાની શું કામ વાત કરો છો? શુભ ક્રિયા કેમ નથી બતાવતા? કારણ કે
આત્માની શુધ્ધતા તો પ્રતિક્રમણાદિથી જ થાય છે. અમે તો આત્મગુણમાં પ્રેરણાકારક (નિમિત્ત) દેવ, ગુરુના