: ૧૩૬ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૦ :
શીલ
(૮) જીવો પોતાના સત્ સ્વરૂપનો સાચો ઉપદેશ સાંભળે અને તેથી તેમને નુકસાન થાય એમ કોઈ પણ
કાળે કે કોઈ પણ ક્ષેત્રે બને જ નહીં. જો જીવોને સત્ ઉપદેશથી નુકસાન થાય એમ માનીએ તો તેનો અર્થ એટલો
જ થાય કે જીવોને અસત્ ઉપદેશથી લાભ થાય, પણ એ તદ્ન અસત્ય છે. સત્ ઉપદેશથી લોકો સાચા વ્રત વગેરે
કરતાં અટકી જાય એમ માનવું તે પણ તેટલું જ અસત્ય છે. જે લોકો આત્માનું યથાર્થ સ્વરૂપ ન સમજતા હોય
તેમને સાચા વ્રતાદિ હોય એમ કેમ કહી શકાય? તેઓ જે વ્રત વગેરે કરે છે તે સાચા છે એમ કહી ઉત્તેજન
આપવું એ તો એમના અજ્ઞાનને પોષણ આપવા બરાબર છે; તે કાર્ય ધર્મનું કેમ કહી શકાય? વ્રતાદિ કરનાર જો
જ્ઞાનીઓ હોય અને તેઓ જો વ્રતાદિ (કે જે શુભ ભાવ છે તે) મૂકી દેશે તો તેઓ વીતરાગ થઈ જશે. જે
જ્ઞાનીઓને પૂર્ણ વીતરાગતા પ્રગટ થઈ ન હોય તેઓ જ્યારે શુધ્ધોપયોગમાં રહી નહીં શકે ત્યારે તેમને મુખ્યપણે
વ્રતાદિના શુભભાવ આવ્યા વગર રહેશે નહીં.
(૯) સત્નો ઉપદેશ સાંભળનારાઓ યથાશક્તિ વ્રતાદિ ધારણ કરે એ સ્વાભાવિક છે.
(૧૦) પરમ પૂજ્ય સદ્ગુરુદેવના આ વખતના મંગળીક વિહારમાં નીચે મુજબ છ ભાઈઓએ સજોડે
બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યાં છે, એ બિના આનંદદાયક છે.
[૧] ભાઈ લાભશંકર છગનલાલ.
[૨] ભાઈ મોહનલાલ કાળીદાસ જસાણી. રાજકોટ
[૩] ભાઈ પ્રેમચંદ લક્ષ્મીચંદ.
[૪] શેઠ ડાયાલાલ કરસનજી.
[૫] શાહ ભાઈચંદ કસળચંદ. વીંછીયા.
[૬] વાળંદ ઘેલાભાઈ હાવાભાઈ
વીંછીયા જેવા નાના ગામમાં ચાર ભાઈઓ માત્ર દસ દિવસનો ઉપદેશ સાંભળી આજીવન બ્રહ્મચર્યવ્રત
ધારણ કરે તે આ કાળમાં અદ્વિતિય છે. યુવાન ઉંમરમાં સજોડે આજીવન બ્રહ્મચર્યવ્રત ધારણ કરવું તે તેટલું જ
પ્રશંસા પાત્ર છે, તેનો દાખલો ભાઈ લાભશંકર છગનલાલ ઉંમર વર્ષ ૩૩ અને તેમના પત્ની કમળા બેને ઉંમર
વર્ષ ૩૦ એ બ્રહ્મચર્યવ્રત લઈને બેસાડયો છે, તે માટે તેમને અભિનંદન ઘટે છે એમ કહ્યા વગર ચાલતું નથી.
ભાઈ મોહનલાલ કાળીદાસ આ સંસ્થાના એક અગ્રકાર્યકર છે.
(૧૧) પરમ પૂજ્ય સદ્ગુરુદેવનો ઉપદેશ જૈનેતરોને પણ રુચિકર લાગે છે એ વાત ભાઈ ઘેલાભાઈ
હાવાભાઈ જેઓ વાળંદ છે તેમના દ્રષ્ટાંતથી તરી આવે છે. પૂજ્ય મહારાજ સાહેબ નાના ગામમાં કે મોટા શહેરમાં
જ્યાં પધારે ત્યાં સંખ્યાબંધ ભાઈઓ અને બહેનો તેમનું વ્યાખ્યાન સાંભળવા આવે છે. બપોરનો ધોમ તડકો,
શિયાળાની સખ્ત ઠંડી કે ચોમાસાનો વરસાદ એ કોઈ પણ જિજ્ઞાસુઓને બાધક લાગતાં નથી. નાનાં કે મોટાં
ગામોમાં જે મકાને પૂ. સદ્ગુરુદેવ ઊતરતા તે જગ્યા વ્યાખ્યાન સાંભળનારાઓ માટે નાની પડતી.
(૧૨) મહારાજસાહેબના સોનગઢના નિવાસમાં સોનગઢમાં રહેતાં અને બહાર ગામથી બ્રહ્મચર્યવ્રત
લેવા માટે મુમુક્ષુઓ આવે છે.
(૧૩) બ્રહ્મચર્યવ્રત લેનાર ભાઈઓને બ્રહ્મચર્યનું સ્વરૂપ તથા પૂર્વે તેમાં કેવા પ્રકારના દોષો લાગ્યા હતા
અને ભવિષ્યમાં તેઓએ કેવી રીતે વર્તવું તે ગુજરાતી ભાષામાં એવું સ્પષ્ટ પૂજ્ય સદ્ગુરુદેવ સમજાવે છે કે વ્રત
લેનાર શું કાર્ય કરવા માગે છે અને તે કેવી રીતે તેણે પાળવું તે, તે યથાર્થ સમજી શકે.
તપ
(૧૪) શ્રી ભગવતી આરાધનાના શિક્ષાધિકારમાં તપ સંબંધમાં નીચે મુજબ કહ્યું છે:–
“बारस विहम्मि य तवे सब्भंतर बाहिरे कुसल दिठ्ठे।
ण वि अत्थि ण वि य होहिदि सझाय समंतव्वो कम्मं।।९।।
અર્થ:– પ્રવીણ પુરુષ જે શ્રી ગણધરદેવ તેમનાથી અવલોકન કરવામાં આવેલાં જે બાહ્ય આભ્યંતર બાર
પ્રકારના તપ છે તેમાં સ્વાધ્યાય સમાન બીજું તપ કદી થયું નથી, થશે નહીં અને થતું નથી.
(૧પ) આ ઉત્તમ પ્રકારના સ્વાધ્યાય તપની પ્રવૃત્તિ પૂજ્ય સદ્ગુરુ દેવ સોનગઢમાં છે ત્યાં નીચે મુજબ રહે છે.