Atmadharma magazine - Ank 008
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
: અષાઢ : ૨૦૦૦ : આત્મધર્મ : ૧૩૭ :
સ્વાધ્યાયનો કાર્યક્રમ (નવો ટાઈમ)
સવારે ૬–૩૦ થી ૭–૦ જ્ઞાનચર્ચા
,,
૯–૦ થી ૧૦–૦ પૂ. મહારાજ સાહેબનું વ્યાખ્યાન.
,, ૧૦–૧પ થી ૧૧–૧પ શાસ્ત્રવાંચન.
બપોરે ૨–૩૦ થી ૩–૩૦ શાસ્ત્ર વાંચન
,, ૪–૦ થી પ–૦ પૂ. મહારાજ સાહેબનું વ્યાખ્યાન.
,, પ–૦ થી પ–૪પ દહેરાસરમાં પ્રભુ ભક્તિ.
(સાંજના આહાર પછી બ્રહ્મચારી વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનનો વાર્તાલાપ)
રાત્રે ૭–૧પ થી ૮–૧પ પ્રતિક્રમણ
,, ૮–૧પ થી ૯–૧પ તત્ત્વને લગતા પ્રશ્નોત્તર.
કુલ–૭ કલાક. નોટ:– ઋતુને અનુસરીને ટાઈમમાં ફેરફાર કરવામાં આવે છે.
(૧૬) આટલાં વખતમાં સ્વાધ્યાય વગેરે ધર્મકાર્ય થવાથી મુમુક્ષુઓને ઘણો લાભ થાય છે આ કાર્યમાં
ભાગ લેનારાઓને આ કાર્યક્રમ ઘણો રસિક લાગે છે.
‘આવું કાર્ય બીજે સ્થળે થતું હોવાનું અમે જાણ્યું નથી’ એમ બહારથી આવતા નવાભાઈઓ વારંવાર કહે છે.
(૧૭) ભગવાનગણધરદેવ સ્વાધ્યાયને ઉત્તમ તપ ગણે છે સ્વાધ્યાય, શાસ્ત્રવાંચન અને જ્ઞાનચર્ચામાં જે
જીવોને રસ આવે છે તેનો ઉપયોગ તેમાં ચોંટયો રહે છે, જ્યારે રુઢિગત ઉપવાસ કરનારનો ઉપયોગ
(ઉપવાસની પ્રતિજ્ઞા લેતાં જે બે મિનિટ લાગે તે સિવાયના વખતમાં) બાહ્ય કાર્યોમાં રહ્યા કરે છે. ભગવાને
કહેલા ઉપવાસ તો સમ્યગ્જ્ઞાનીને જ હોય છે, અને તેનું કાર્યક્ષેત્ર જ્ઞાનીઓ જ જાણે છે.
(૧૮) “આપણે ચોવીસ કલાક આહાર ન લેવાની પ્રતિજ્ઞા ધર્મસ્થાનકે જઈને લઈએ તો તે ઉપવાસ
કહેવાય, તે ઉપવાસ તપ છે; અને તે તપથી નિર્જરા થાય; તથા ચોવીસ કલાક આહાર ન લેવાની પ્રતિજ્ઞા લઈને
ધર્મસ્થાનકે રહીએ તો ૧૧ મું પૌષધવ્રત થાય.” એમ ઘણાએ માને છે, પણ “શ્રી આત્મધર્મ” ના બીજા તથા
ચોથા અંકમાં “બે મિત્રો વચ્ચે સંવાદ” એ મથાળા નીચે સમ્યક્ તપનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, તે બારીકીથી
વાંચવામાં આવે તો તે સાચું તપ નથી એમ પરીક્ષકને લાગ્યા વગર રહે નહીં.
(૧૯) પૂ. સદ્ગુરુ દેવના વ્યાખ્યાનનો ધર્મબુદ્ધિથી લાભ લેનારા મુમુક્ષુઓ તપનું સ્વરૂપ સમજતા જાય
છે, એમ જણાવવાની ભાગ્યે જ જરૂર છે.
(૨૦) આ સંસ્થાની સાથે સંબંધ ધરાવતા મુમુક્ષુઓમાં ચાલતી તપની પ્રવૃત્તિનું ટુંકમાં વર્ણન નીચે
પ્રમાણે છે.
સાં–૧૯૯૧ થી ૧૯૯૯ સુધી દરસાલે પર્યુષણ ઉપર ભાઈ વનમાળી પોપટલાલ (જેઓ ‘તપસ્વીજી’
તરીકે ઓળખાય છે તે) એક માસના (૩૦) ઉપવાસ એકીસાથે કરે છે. તે ઉપરાંત સાં–૧૯૯પ તથા ૧૯૯૭ ની
સાલમાં પીપળી તાબે બજાણાના ભાઈ શીવલાલભાઈએ પણ એક સાથે ૩૦ ઉપવાસ કરેલા હતા. તથા–સાં–
૧૯૯૬ માં ભાઈ કપુરચંદ હરજીવને ૧પ ઉપવાસ એક સાથે કર્યા હતા. આ ઉપરાંત ઘણા મુમુક્ષુઓ પૌષધ,
ઉપવાસ, એક વખત ભોજન, વગેરે પોતપોતાની શક્તિ અનુસાર તપ કરે છે.
બીજા પ્રકારના તપની વિશિષ્ટતા
(૨૧) (૧) ઘણા મુમુક્ષુઓ આચાર (અથાણું) બિલકુલ વાપરતા નથી, કેમકે તે ચોવીસ કલાક ઉપરાંત
રહે તો તેમાં સડો થતાં સૂક્ષ્મ ત્રસ જીવો ઉત્પન્ન થાય છે.
(૨) મીલનો આવતો તૈયાર આટો અને તેમાંથી બનાવેલ ગાંઠીયા, મીઠાઈ વગેરે મુમુક્ષુઓ વાપરતા
નથી, કેમકે તે આટો ઘણે ભાગે જૂનો હોય છે, તેમાં એયળ, ફુદા વગેરે આંખે દેખાય એવા ત્રસ જીવો હોય છે
અને ન દેખાય તેવા સૂક્ષ્મ ત્રસ જીવો હોય છે તે સર્વેનો નાશ થાય છે. અહિંસાવ્રત પાળવા માંગનારાઓમાં આ
વિવેક આવે તે ઈચ્છવા યોગ્ય છે. ધર્મના પ્રસંગે થતાં જૈનોના જમણવારમાં આવા જૂના લોટમાંથી થતાં મીઠાઈ
ફરસાણ વગેરેનો ઉપયોગ જ્યાં જ્યાં થતો હોય ત્યાં ત્યાં તે બંધ થવો જોઈએ.
(૩) દહીં–છાસ સાથે દ્વિદળ ભળતાં તેમાં ત્રસ જીવો ઉત્પન્ન થાય છે તેથી તે પ્રમાણે કરવાનું મુમુક્ષુઓએ
છોડી દીધું છે.
(૪) હરકોઈ પ્રકારનો લોટ ચોમાસામાં ૩ દિવસ, ઉનાળામાં પ દિવસ અને શિયાળામાં