Atmadharma magazine - Ank 008
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
: ૧૩૮ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૦ :
પ દિવસ કરતાં વધારે પડતર ન વાપરવો એ વગેરે વિવેક દાખલ થતા જાય છે.
(પ) કંદમૂળ વગેરેનો ત્યાગ તો હોય જ. બહુ બીજવાળી લીલોતરી વગેરેનો ત્યાગ પણ વધતો જાય છે.
(૬) પાપડ વગેરે વસ્તુઓ તૈયાર થયા પછી ચોવીસ કલાકથી વધારે વખત રહે ત્યારે તેમાં સડો થઈ
જાય છે–તેથી તેનો ત્યાગ થતો જાય છે.
(૭) મધમાં અનેક ત્રસ જીવો થતા હોવાથી તેનો ત્યાગ થયો છે.
(૮) હાલ જે પ્રકારે દૂધ મેળવવામાં આવે છે તેમાં પરંપરા સડો થઈ જાય છે તેથી તે પદ્ધત્તિ બદલી
કાચલી અગર રૂપું નાંખી દૂધ મેળવવાની પદ્ધત્તિ દાખલ થતી જાય છે.
ભાવ
(૨૨) પરમ પૂજ્ય સદ્ગુરુ દેવના ઉપદેશનું તમામ વજન ભાવ ઉપર જ છે. અનંત તીર્થંકરોએ કહેલું
તત્ત્વ તેઓ તેમના વ્યાખ્યાનમાં ઘણી જ સરળ અને મધુર ભાષામાં કહે છે. નાનું બાળક પણ સમજી શકે એવી
ઘરગથ્થુ ભાષા તેઓ પ્રકાશે છે. શાસ્ત્રની પરિભાષાનો ઓછામાં ઓછો ઉપયોગ તેઓશ્રી કરે છે, તેને પરિણામે
જૈનધર્મના તત્ત્વજ્ઞાનનો ઘણો પ્રચાર થયો છે. પરમ પૂજ્ય સદ્ગુરુ દેવે અધ્યાત્મ રસનો ધોધમાર વરસાદ
વરસાવ્યો છે, તેથી જૈન ધર્મના તત્ત્વનો બહોળો પ્રચાર થયો છે.
(૨૩) પરમ પૂજ્ય સદ્ગુરુદેવે વિહારમાં શ્રી પદ્મનંદિ સૂત્રનું વ્યાખ્યાન ઉમરાળાથી શરૂ કરેલ. વિહાર
દરમ્યાન જે ગામે પહોંચે ત્યાં બપોરે વ્યાખ્યાન અને રાત્રે શંકા–સમાધાન એ પ્રમાણે કાર્યક્રમ ચાલતો. જે ગામે
એક દિવસ કરતાં વધારે રોકાવાનું થાય ત્યાં સવારે અને બપોરે વ્યાખ્યાન તથા રાત્રે શંકા–સમાધાન એ પ્રમાણે
કાર્યક્રમ રહેતો. વઢવાણ શહેરમાં એ ત્રણ કાર્યક્રમ ઉપરાંત બપોરે એક કલાક શ્રી પ્રવચનસારની શ્રીમાન્
અમૃતચંદ્રાચાર્યની સંસ્કૃત ટીકાના ગુજરાતી અર્થ ભાઈ હિંમતલાલ જેઠાલાલ શાહ (જેઓ હાલ પ્રવચનસારનું
ગુજરાતી અનુવાદન કરી રહ્યા છે તેઓ) કરતા અને પૂ. મહારાજ સાહેબ તેના ભાવો સમજાવતા. વઢવાણ
કેમ્પમાં સવારે પદ્મનંદીસૂત્રનું વ્યાખ્યાન અને બપોરે શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનું વ્યાખ્યાન તથા રાત્રે શંકા–સમાધાન
એ પ્રમાણે કાર્યક્રમ હતો. તે ઉપરાંત બાકીના વખતમાં જુદે જુદે વખતે અનેક ભાઈઓ આવતા અને જ્ઞાનચર્ચા
ચાલતી. મોટા શહેરોમાં તે ઉપરાંત સવારમાં વહેલી જ્ઞાનચર્ચા ચાલતી. એ પ્રમાણે શ્રુતગંગાનો ધોધમાર વરસાદ
વરસાવતા શ્રી સદ્ગુરુ દેવે સાં. ૧૯૯૯ના જેઠ સુદ ૧૦ ના રોજ રાજકોટની ભૂમિને તેમના પૂનિત પગલાં વડે
પવિત્ર કરી, અને ત્યાં સાં. ૨૦૦૦ ના ફાગણ વદ ૨ સુધી બિરાજી ફાગણ વદ ૩ ને રવિવારના રોજ રાજકોટથી
વિહાર શરૂ કર્યો. રાજકોટનો કાર્યક્રમ નીચે પ્રમાણે હતો.
(૨૪) સવારમાં અર્ધો કલાક જ્ઞાનચર્ચા; સવારે એક કલાક શ્રી સમયસાર પર વ્યાખ્યાન, ત્યાર પછી
એક કલાક નિયમસારનું વાંચન. બપોરના એક કલાક પંચાસ્તિકાયનું વાંચન ત્યાર પછી શ્રી પ્રવચનસાર પર
વ્યાખ્યાન, ત્યાર પછી શ્રી અષ્ટપાહુડનું વાંચન તથા રાત્રે શંકા–સમાધાન. આ પ્રમાણે આખો દિવસ તેઓશ્રીએ
તેમના વિશાળ અનુભવ જ્ઞાનનો લાભ આપી તે જ્ઞાનજળવડે અનેક મુમુક્ષુઓને રાજકોટમાં પવિત્ર કર્યા. શ્રી
પ્રવચનસારના પહેલા બે અધ્યાય વ્યાખ્યાનમાં સમજાવ્યા પછી બપોરે પણ શ્રી સમયસારનું વ્યાખ્યાન ચાલતું.
પર્યુષણમાં સવારે શ્રી સમયસાર તથા બપોરે શ્રી પદ્મનંદીસૂત્રમાંથી દાન અધિકારના વ્યાખ્યાન ચાલતા. શ્રી
પંચાસ્તિકાયનું વાંચન પૂરૂં થયા પછી શ્રી સર્વાર્થસિદ્ધિનું વાંચન શરૂ થયેલું, અને શ્રી નિયમસારનું વાંચન પૂરૂં
થયા પછી તે વખતે પણ શ્રી સર્વાર્થસિદ્ધિનું વાંચન થતું.
(૨પ) આ ઉપરાંત સવારમાં મુમુક્ષુભાઈઓ અને બહેનો રાજકોટમાં ભગવાનની પૂજા કરતા, રવિવાર
અને તહેવારના દિવસોએ વ્યાખ્યાન પછી દહેરાસરમાં પ્રભુભક્તિ થતી, અને સાંજે એક કલાક પ્રતિક્રમણ થતું.
(૨૬) વ્યાખ્યાનમાં ઘણા માણસો આવતા હોવાથી પૂ. મહારાજ સાહેબને જોરથી બોલવાનો ઘણો
પરિશ્રમ પડ્યો તેને પરિણામે તથા બીજા કારણોએ રાજકોટમાં કેટલોક વખત તેમની તબિયત નરમ રહેલી તેથી
તેટલા દિવસ વ્યાખ્યાન બંધ રહેલ હતું, તે દિવસોમાં તેમની પાસે વાંચન તો ચાલુ રહેલું.
(૨૭) આ પ્રમાણે રાજકોટ ઉપર પૂર્ણ કૃપા વરસાવી તેઓશ્રીએ મુમુક્ષુઓને અનહદ લાભ