: ૧૪૦ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૦ :
(૩૨) આ રીતે કાઠિયાવાડ, ગુજરાત, મારવાડ અને હિંદુસ્તાનના બીજા ભાગોનો સમાજ સારા
પ્રમાણમાં (કુળ ધર્મના ભેદ રહિત) અધ્યાત્મ રસની આ પ્રવૃત્તિમાં રસ લઈ રહેલ છે. “જૈન ધર્મ એ કોઈ વેશ કે
સંપ્રદાય નથી, પણ વિશ્વનું સ્વરૂપ પ્રતિપાદન કરે છે.” એમ તેઓને જણાયું છે. જૈન ધર્મ આંધળી શ્રધ્ધાથી માની
લેવાનો નથી, પણ પ્રયોજનભૂત બાબતોમાં પરીક્ષા કરી સત્યાસત્યનો નિર્ણય કરી તેને સ્વીકારવો જોઈએ એમ
તેમને ખાતરી થઈ છે. જૈન ધર્મ એક ખરેખરું વિજ્ઞાન (Science) છે, અને તે ન્યાય (Redson) ઉપર
રચાયેલું છે એમ અભ્યાસીને જણાયા વિના રહેતું નથી.
શ્રાવકના ષટ્ આવશ્યક કર્મ
(૩૩) શ્રી પદ્મનંદિપંચવિંશતિકા શ્રાવકાચારમાં નીચે પ્રમાણે શ્રાવકોનાં છ આવશ્યક કહ્યાં છે.
देव पूजा गुरु पास्तिः स्वाध्यायः संयमस्तपः
दानश्चेति गृहस्थानां षट्कर्माणि दिने दिने।। ७।।
અર્થ: જિનેન્દ્ર દેવની પૂજા, સદ્ગુરુની સેવા, સ્વાધ્યાય, સયંમ, તપ, અને દાન એ છ કર્મ શ્રાવકોએ
પ્રતિદિન કરવા યોગ્ય છે. નોટ:–સમ્યગ્દર્શન જેને ન હોય તે ખરો શ્રાવક નથી, અને તેને આ આવશ્યક ખરા
હોતા નથી. આ છએ આવશ્યક યથાવિધિ યથાશક્તિ મુમુક્ષુ જીવો કરી રહ્યા છે.
પ્રભાવનાનાં કાર્યો
(૩૪) સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ હસ્તક નીચેના મકાનો ધર્મના પ્રચાર માટે બંધાવવામાં આવ્યાં છે–
–:
(૧) શ્રી જૈન સ્વાધ્યાય મંદિર–જેમાં પૂ. સદ્ગુરુ દેવ બિરાજે છે, અને વ્યાખ્યાન આપે છે.
(૨) શ્રી ખુશાલ અતિથિ ગૃહ–જેમાં બહાર ગામથી આવતા મુમુક્ષુઓને રહેવા તથા જમવા માટે સગવડ
કરવામાં આવે છે.
(૩) ભગવાન શ્રી સીમંધર સ્વામીનું સનાતન જૈન દેરાસર.
(૪) શ્રી સમવસરણ [ધર્મ સભા]
(પ) મુમુક્ષુ ભાઈઓને સોનગઢમાં રહી લાભ લેવા માટે એક પ્લોટ લેવામાં આવ્યો છે, જેમાં હાલ મકાનો
ચણાય છે; તેમાં ૧૪ કુટુંબોનો તથા ૧૪ નાના કુટુંબોનો એમ કુલ ૨૮ કુટુંબોનો સમાવેશ થાય તેટલી સગવડ થશે.
(૬) શ્રી બ્રહ્મચર્ય આશ્રમ માટે જગ્યા લેવામાં આવી છે જેમાં યોગ્ય સમયે મકાન બંધાવવામાં આવશે.
(૭) શ્રી માનસ્થંભ બનાવવાનું કાર્ય થોડા સમયમાં હાથમાં લેવામાં આવશે.
આ બધાં કાર્યો અને પ્રચાર મુમુક્ષુ ભાઈ બહેનોના દાન પ્રભાવનાદિના ચાલુ રહેતા સતત્ પ્રવાહ વિના બની શકે નહીં.
શ્રી જૈન અતિથિ સેવા સમિતિ
(૩પ) સોનગઢમાં આવતા મુમુક્ષુ ભાઈઓ તરફથી આ સમિતિ સ્થાપન કરવામાં આવી છે, તેના
ધારાઓ ઘડવામાં આવ્યા છે. તે સમિતિનું કાર્યક્ષેત્ર સોનગઢ આવતા સમિતિના સભ્યો તથા મહેમાનો માટે
રસોડાનો પ્રબંધ કરવાનો છે. શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટે શ્રી ખુશાલ અતિથિગૃહનો કેટલોક ભાગ એ
સમિતિને વપરાશ માટે આપ્યો છે. તે સમિતિના સભ્યની વાર્ષિક ફી. રૂા. પ/–છે. સમિતિને રસોડે જમતા ભાઈ–
બહેનો જે કાંઈ રકમ આપે તેનો સ્વીકાર કરવામાં આવે છે. એ રકમ અને સભ્યોની વાર્ષિક ફીની રકમમાંથી આ
ખર્ચ ઉપડી જાય છે. ખાસ તહેવારો અને પર્યુષણના દિવસોનું ખર્ચ જુદા જુદા મુમુક્ષુ ભાઈ–બહેનો જુદે જુદે
વખતે આપે છે, અને તે પ્રસંગે આવતા ભાઈઓ ભેગામળી ગામદીઠ યોગ્ય લાગે તે રકમો પણ આપે છે.
સનાતન બ્રહ્મચર્ય આશ્રમ
(૩૬) સોનગઢમાં સાં–૧૯૯૮ ના ભાદરવા સુદ પ ના રોજ ‘શ્રી સનાતન જૈન બ્રહ્મચર્ય આશ્રમ’
સ્થાપવામાં આવેલ છે. જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે તેમાં ત્રણ વર્ષનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે; તેમાં
દાખલ થનારા ભાઈઓએ ત્રણ વર્ષ બ્રહ્મચર્ય પાળવાનું હોય છે, આ સંસ્થા ધાર્મિક હોવાથી તેમાં વ્યવહારિક
શિક્ષણનો પ્રબંધ નથી. જૈનધર્મના તત્ત્વજ્ઞાનની આ પ્રકારના શિક્ષણની કાઠિયાવાડમાં આ એક જ સંસ્થા છે.
સાં. ૧૯૯૭–૧૯૯૮ ની સાલમાં ઉનાળામાં ધાર્મિક શિક્ષણનો વર્ગ ખોલવામાં આવ્યો હતો. તેમાં પહેલી
સાલમાં ચાલીશ અને બીજી સાલમાં સીત્તેર વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સાં. ૧૯૯૯ ની સાલમાં મહારાજ
સાહેબ વિહારમાં હોવાથી તે સાલમાં વર્ગ ખોલી શકાયો નહોતો. ચાલુ સાલમાં આ વર્ગ ખોલ્યો હતો, અને તેમાં
૬૦ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.