Atmadharma magazine - Ank 008
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
: અષાઢ : ૨૦૦૦ : આત્મધર્મ : ૧૪૧ :
વિશ્વપ્રેમ
લેખક : – રામજીભાઈ માણેકચંદ દોશી
પ્રશ્ન– શ્રી ‘આત્મધર્મ’ ના ત્રીજા અંકમાં ‘આત્માનું હિત મોક્ષ જ છે.’ એ મથાળાવાળો લેખ વાંચ્યો;
તેમાં વિશ્વ પ્રેમનું સ્વરૂપ આવી જતું હોય એમ મને લાગે છે તે ખરૂં છે?
ઉત્તર– હા; તે લેખમાં જે સ્વરૂપ કહ્યું છે તેમાં વિશ્વ પ્રેમનું સ્વરૂપ આવી જાય છે.
પ્રશ્ન– આ વિષયને વધારે સ્પષ્ટપણે કહેવામાં આવે તો સારું માટે જણાવો.
ઉત્તર–
[] ‘વિશ્વ’ એટલે જગતના સર્વ પદાર્થો–છ એ દ્રવ્યો તે નીચે પ્રમાણે છે.
૧–– સિધ્ધ જીવો, સંસારી જીવો જેની સંખ્યા અનંત છે.
૨–– અનંતાનંત પુદ્ગલ દ્રવ્યો, તમામ પ્રકારના
[સ્કંધો સહિત]
૩–– એક ધર્માસ્તિકાય. ૪–– એક અધર્માસ્તિકાય.
પ–– એક આકાશ ૬–– અસંખ્યાત કાલાણુ.
[] પ્રેમ બે પ્રકારના છે. એક રાગરહિત પ્રેમ, બીજો રાગસહિત પ્રેમ. તેમાં જે રાગરહિત પ્રેમ છે તે
વિશ્વપ્રેમ છે–કેમકે તેમાં સર્વ દ્રવ્યો પ્રત્યે સમભાવ છે. રાગ–દ્વેષ નથી; વિશ્વપ્રેમનું બીજું નામ સમાનભાવ અથવા
સમભાવ છે. વસ્તુઓ, ગુણો અને તેની અવસ્થાઓ જેમ છે તેમ જાણવાં અને તે પ્રત્યે રાગ–દ્વેષ ન કરવો તેનું
નામ સાચો વિશ્વપ્રેમ છે.
પ્રશ્ન–– ‘આત્માનું હિત એક મોક્ષ જ છે ’ તે લેખમાં આ સ્વરૂપનો ભાગ ક્યો છે તે જણાવો.
ઉત્તર––તે લેખના નીચેના ફકરામાં તે વિષય આવે છે––
જેના અંતરંગમાં આકુળતા છે તે દુઃખી છે તથા જેને આકુળતા નથી તે સુખી છે. વળી આકુળતા થાય છે
તે રાગાદિ કષાય ભાવ થતાં થાય છે, કારણકે રાગાદિ ભાવોવડે આ જીવ તો સર્વ દ્રવ્યોને અન્ય પ્રકારે
પરિણમાવવા ઈચ્છે છે, અને તે સર્વ દ્રવ્યો અન્ય પ્રકારે પરિણમે છે ત્યારે આને આકુળતા થાય છે.
‘હવે કાં તો પોતાને રાગાદિ ‘ભાવ દૂર થાય અથવા પોતાની ‘ઈચ્છાનુસાર જ સર્વ દ્રવ્યો પરિણમે તો
આકુળતા મટે. હવે સર્વ દ્રવ્યો તો આને આધીન નથી, પણ કોઈ વેળા કોઈ દ્રવ્ય આની ઈચ્છા હોય તેમ જ
પરિણમે તો પણ આની આકુળતા સર્વથા દૂર થતી નથી. સર્વ કાર્ય આની ઈચ્છા અનુસાર જ થાય, અન્યથા ન
થાય ત્યારે જ આ નિરાકુળ રહે, પણ એમ તો થઈ જ શકતું નથી, કારણકે કોઈ દ્રવ્યનું પરિણમન કોઈ દ્રવ્યને
આધીન નથી, પણ પોતાના રાગાદિ ભાવ દૂર થતાં નિરાકુળતા થાય છે; અને તે કાર્ય બની શકે એમ છે, કારણકે
રાગાદિ ભાવો આત્માના સ્વભાવ ભાવ તો છે નહીં પણ ઔપાધિક ભાવ છે.’
પ્રશ્ન:–ત્યારે તો એમ થયું કે કોઈ દ્રવ્યનું પરિણમન કોઈ દ્રવ્યને આધીન નથી એમ નક્કી કરી પર વસ્તુઓ
પ્રત્યે રાગદ્વેષ ન કરવા અને નિરાકુળતા પ્રગટ કરવી તેનું નામ ‘વિશ્વ પ્રેમ’ છે એમ તમે કહેવા માંગો છો?
ઉત્તર:–હા, તેમ જ છે. તેવો ભાવ પ્રગટ થતાં કોઈ પણ જીવને દુઃખ દેવાનો અગવડ આપવાનો, પ્રાણ
હરવાનો, તેની સગવડ લઈ લેવાનો કે એવો કોઈ પણ વિકાર ભાવ રહેતો નથી. તેવો ભાવ સિધ્ધ, તીર્થંકર કે
કેવળી જીવોને હોતો નથી તેથી તેઓ પૂરા અને ખરા વિશ્વપ્રેમી છે.
પ્રશ્ન:–સિધ્ધ ભગવાનોથી લોકોને શું લાભ થાય છે.
ઉત્તર:–સિધ્ધ ભગવાનના ધ્યાન વડે જીવોને સ્વદ્રવ્ય–પરદ્રવ્ય તથા ઉપાધિક–સ્વાભાવિક ભાવનું વિજ્ઞાન
થાય છે; તે ધ્યાન પોતાને સિધ્ધ સમાન થવાનું સાધન થાય છે; તેથી સાધવા યોગ્ય પોતાનું શુધ્ધ સ્વરૂપ તેને
દર્શાવવા માટે સિધ્ધ પ્રતિબિંબ સમાન છે. એ પ્રકારે સિધ્ધ ભગવાન ‘વિશ્વ પ્રેમી’ છે.
પ્રશ્ન:–પોતાના ગામના માણસોને સુખ આપવાનો, સગવડ આપવાનો, પ્રાણ ઉગારવાનો, તેની સગવડ
વધારવાનો એવો કોઈ ભાવ તેમાં આવ્યો નહીં તો તેને ‘પ્રેમ’ કેમ કહી શકાય?
ઉતર:–અમુકને જ સુખ વગેરે આપવાનો ભાવ કરે તો વિશ્વ [બધાં] પ્રત્યે પ્રેમ ન રહ્યો. તેનો સિદ્ધાંત એ
છે કે જીવ જ્યાં સુધી