૯ પૂજાસંગ્રહ ... ૦–૪–૦
૮ સમવસરણ સ્તુતિ ... ૦–૨–૦
૭ આધ્યાત્મિક પત્રાવલિ ભા. ૨ જો ... ૦–૪–૦
૬ આધ્યાત્મિક પત્રાવલિ ભા. ૧ લો ... ૦–૨–૦
પ સ્તવનમંજરી [ગુજરાતી હિન્દી સ્તવનો] ૧–૦–૦
૪ સમયસાર [હરિગીત] (બીજી આવૃત્તિ) ૦–૨–૦
૩ સમયસાર [ગુટકો] (બીજી આવૃત્તિ) ૦–પ–૦
૨ પરમ પૂજ્ય સદ્ગુરૂદેવનું જીવનચરિત્ર ૦–૪–૦
૧ સમયસાર [ગુજરાતી અનુવાદ] ખલાસ ૨–૮–૦
ATMADHARMA Regd. No. B. 4787
નિમિત્ત – ઉપાદાના દોહા
પ્રશ્ન:–
ગુરુ ઉપદેશ નિમિત્ત વિન, ઉપાદાન બલહીન; જ્યોં નર દુજે પાંવ વિન, ચલવેકો આધીન. ૧.
હૌં જાને થા એક હી, ઉપાદાનસોં કાજ; થકૈં સહાઈ પૌન વિન, પાનીમાંહિ જહાજ. ૨.
પ્રશ્નનો અર્થ:– ગુરુના ઉપદેશના નિમિત્ત વગર ઉપાદાન [આત્મા પોતે] બળ વગરનો છે, જેમ
માણસને ચાલવા માટે બીજા પગ વગર ચાલે નહીં તેમ. જે એમ જ જાણે છે કે–એક ઉપાદાનથી જ કામ થાય [તે
બરાબર નથી], જેમ પાણીમાં વહાણ પવનની મદદ વગર થાકે છે તેમ.
ઉત્તર:– જ્ઞાન નૈન કિરિયા ચરન, દોઊ શિવ મગ ધાર; ઉપાદાન નિહચૈંજહાં, તહાં નિમિત્ત વ્યોહાર. ૩.
અર્થ:– સમ્યગ્દર્શન પૂર્વકનું જ્ઞાન, અને તે જ્ઞાનમાં ચરણરૂપ [સ્થિરતારૂપ] ક્રિયા તે બંને શિવમાર્ગ
[મોક્ષમાર્ગ] ને ધારણ કરે છે.
જ્યાં ઉપાદાન ખરેખર [નિશ્ચય] હોય ત્યાં નિમિત્ત હોય જ છે એ વ્યવહાર છે (પરવસ્તુ
નિમિત્તહાજરરૂપ હોય છે એમ પરનું જ્ઞાન કરવું તેને વ્યવહાર કહેવામાં આવે છે.)
ઉપાદાન નિજ ગુણ જહાં, તહાં નિમિત્ત પર હોય; ભેદજ્ઞાન પરવીન વિધિ, વિરલા બુઝે કોય. ૪.
અર્થ:– પોતાના ઉપાદાન ગુણરૂપ હોય ત્યાં તેને લાયક પર નિમિત્ત હોય એવી રીત ભેદજ્ઞાનના પ્રવીણ
પુરૂષ જાણે છે, અને તેવા કોઈ વિરલા જ બુઝે છે (મુક્ત થાય છે.)
ઉપાદાન બલ જહં તહાં, નહિ નિમિત્ત કો દાવ; એક ચક્રસૌં રથ ચલૈ, રવિ કો યહૈ સ્વભાવ. પ.
અર્થ:– ઉપાદાન બળવાન છે એમ જે જાણનારા છે તે નિમિત્તનો દાવ કેવો હોય? એટલે કે હોય જ નહીં
(એમ જાણે) જેમ સૂર્યનો એવો સ્વભાવ છે કે એક ચક્રથી રથ ચાલે છે તેમ.
સધૈ વસ્તુ અસહાય જહં, તહં નિમિત્ત હૈ કોન; જ્યોં જહાજ પરબાહમેં, તિરૈ સહજ વિના પૌન. ૬.
અર્થ:– વસ્તુ (આત્મા) પરસહાય વિના જ સાધી શકાય છે. તેમાં નિમિત્ત કેવું? (નિમિત્ત પરમાં કાંઈ
કરતું નથી) જેમ પાણીના પ્રવાહમાં વહાણ પવન વિના સહજ તરે છે. ઉપાદાન વિધિ નિરવચન, હૈ નિમિત્ત
ઉપદેશ; બસે જુ જૈસે દેશમેં, કરૈ સુ તૈસે ભેષ. ૭.
અર્થ:– ઉપાદાનની રીત નિર્વચનીય છે. નિમિત્તથી ઉપદેશ દેવાની રીત છે. જેમ જીવ જે દેશમાં વસે તે તે
દેશનો વેશ પહેરે છે તેમ.
નોટ (૧) ઉપાદાન=વસ્તુની સહજ શક્તિ. (૨) નિમિત્ત=સંયોગરૂપ કારણ. (૩) દ્રષ્ટાંતમાં એક પૈડું
સૂર્યના રથનું કહ્યું તેમ જ હાલ યુરોપ વગેરે દેશોમાં પર્વતોમાં ચાલતી રેલગાડીઓ એક જ પૈડાથી ચાલે છે. (૪)
ઉપાદાન પોતે પોતાથી પોતામાં કાર્ય કરે છે; નિમિત્ત હાજરરૂપ હોય છે, પણ તે ઉપાદાનને કાંઈ મદદ કે અસર
કરી શકતું નથી એમ બતાવ્યું છે.
ગ્રંથ – પ્રકાશન
૧૮ મોક્ષમાર્ગ પ્રકાશક [બીજી આવૃત્તિ] છપાય છે.
૧૭ દ્રવ્ય સંગ્રહ ૦–૭–૦
૧૬ આત્મસિદ્ધિ પ્રવચન [બીજી આવૃત્તિ] ૩–૭–૦
૧પ સર્વસામાન્ય પ્રતિક્રમણ ૦–૬–૦
૧૪ શ્રી જિનેંદ્રસ્તવનાવલી (બીજી આવૃત્તિ) ૦–૬–૦
૧૩ સત્તાસ્વરૂપ ... ... ૦–૯–૦
૧૨ બારસ અણુવેકખા [દ્વાદશાનુપ્રેક્ષા] ... ૦–૪–૦
૧૧ અનુભવપ્રકાશ ... ૦–૭–૦
૧૦ જૈનસિદ્ધાંતપ્રવેશિકા ... ૦–પ–૦
દરેકનું ટપાલ ખર્ચ જુદું
પ્રાપ્તિસ્થાન :– જૈનસ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ–(કાઠિયાવાડ)
શિષ્ટ સાહિત્ય ભંડાર દાસકુંજ મોટાઆંકડિયા (કાઠિયાવાડ)