• • શ્રી સનાતન જૈન િશક્ષણ વગર્ • •
– સોનગઢ –
सा विद्या या विमुकत ये। એવું સૂત્ર પોતાના ધ્યેયમંત્ર તરીકે તો ઘણી શિક્ષણ સંસ્થાઓ રાખે છે, પરંતુ
ખરેખર મુક્તિ અપાવે એવી વિદ્યા આપનારું શિક્ષણ ક્યાંય દીઠું નહોતું.
ગયા મે મહિનાની ૪ થી તારીખે જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી એક શિક્ષણ વર્ગ માત્ર એક મહિના
માટે શરુ કરવામાં આવેલો. જેમાં ૬૦ વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા માટે આવેલા. એ વિદ્યાર્થીઓને અભ્યાસ કરતાં
જોયાં ત્યારે જ લાગ્યું કે ‘સા વિદ્યા યા વિમુક્ત યે’એ સૂત્રને અનુરૂપ એવું જ શિક્ષણ અહિં અપાય છે.
લગભગ ૧૨ વર્ષની ઉમ્મરથી માંડીને પર વર્ષની ઉમ્મર સુધીના વિદ્યાર્થીઓ હતા. વ્યવહારમાં જેને
ખરેખર કુશળ કહી શકાય એવા મોટી ઉમ્મરના વિદ્યાર્થીઓ આ વર્ગમાં ઠોઠ તરીકે પૂરવાર થતાં હતાં. અને
પોતાની જાતને હોશિયાર માનતા પ્રેક્ષકો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પૂછાતાં પ્રશ્નોના જવાબ આપતાં જોઈને
આપમેળે શરમાતાં હતાં.
પરમ પૂજ્ય સદ્ગુરુદેવની હાજરીમાં સવારના ૧૦ા થી ૧૧ા અને બપોરના ૨।। થી ૩।। વાગ્યા સુધી એ
વર્ગ ચાલતો.
અવારનવાર ગુરુદેવ બાળકોને હસતા હસતા પ્રશ્નો પૂછતા અને એ દ્વારા કેટલાય ગહન વિષયોના
ન્યાયો બાળકો સહેલાઈથી સમજી શકે એવી રીતે શીખવતા.
માનનીય મુરબ્બીશ્રી રામજીભાઈ, પંડિતશ્રી અમૃતભાઈ, શ્રી. ચીમનભાઈ તથા બાબુભાઈ વિદ્યાર્થીઓના
શિક્ષણ માટે સતત્ કાળજી રાખી એઓ હોંશેહોંશે આ અપૂર્વ વિજ્ઞાન શીખે તે રીતે તેમને તેઓની મનોવૃત્તિ તથા
ગ્રહણ શક્તિનો વિચાર કરી શીખવતા.
માત્ર એક મહિના જેવી ટુંક મુદતમાં જૈનસિદ્ધાંત પ્રવેશિકાનો બીજો અધ્યાય, આત્મસિદ્ધિ શાસ્ત્રની ૯૧
ગાથા અને દ્રવ્યસંગ્રહનો થોડોક ભાગ તેઓ શીખી શક્યા. એ ઉપરાંત લગભગ તમામ વિદ્યાર્થીઓ સવાર અને
બપોરના વ્યાખ્યાનમાં, સાંજના ભક્તિમાં અને અમુક વિદ્યાર્થીઓ તો રાત્રિની ચર્ચામાં પણ ભાગ લેતાં.
સૌ વિદ્યાર્થીઓ પોતપોતાની શક્તિ મુજબ અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપતાં પરંતુ ભાઈશ્રી
ન્યાલચંદ, ચંદ્રકાંત અને પ્રવિણ જેવા વિદ્યાર્થીઓને પૂછાતા પ્રશ્નોના કડકડાટ જવાબ દેતાં સાંભળીને તેમની
સમજણશક્તિ અને ખંત માટે બહુમાન ઉપજતું અને બીજાઓને તેવી શક્તિ મેળવવાનું દિલ થતું હતું.
એકંદરે વિદ્યાર્થીઓએ એક માસમાં સમૂહ વચ્ચે, સોનગઢની સૂકી આબોહવામાં પરમ પૂજ્ય–સદ્ગુરુદેવની
અમૃત વાણી સાંભળતા અને દેવાધિદેવશ્રી સીમંધર પ્રભુની સમીપમાં રહી આ કાળે દુર્લભ એવો સત્સંગ અને
સદ્દવિદ્યા પ્રાપ્ત કરી.
એક માસના શિક્ષણને અંતે પરીક્ષા પણ લેવાઈ; તેમાં ૮૩ ટકા પરિણામ આવ્યું, અને બાળકોને લગભગ
૮૩ રૂા. ની રકમનું ઈનામ પણ વહેંચાયું. સ્થળ સંકોચને કારણે પરીક્ષાપત્ર તથા વિદ્યાર્થીઓએ આપેલા ઉત્તર
આપી શકાયા નથી. આવતે અંકે આપી શકાશે ત્યારે આ વર્ગની મહત્તાનો સાચો ખ્યાલ આવી શકશે.
વિદાય લેતાં વિદ્યાર્થીઓએ પ્રમુખ સાહેબ પાસે દીવાળીના વેકેશનમાં વર્ગ શરુ કરવાની માગણી કરી
હતી; જેનો પ્રમુખ સાહેબે સહર્ષ સ્વીકાર કર્યો છે.
આશા છે કે આવતા વર્ગમાં આ અદ્ભુત વિદ્યાનું શિક્ષણ લેવા સૌ કોઈ મુક્તિપ્રેમી મહાનુભાવો પધારશે.
જમુ રવાણી
મુદ્રક:– ચુનીલાલ માણેકચંદ રવાણી શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ.
તા. ૧પ–૬–૪૪
પ્રકાશક:– જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, દાસકુંજ, મોટા આંકડિયા
કાઠિયાવાડ.