Atmadharma magazine - Ank 012
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page  


PDF/HTML Page 21 of 21

background image
ATMADHARMA Regd. No. B. 4787
• નિશ્ચય અને વ્યવહાર •
[મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૨૫૪ થી ૨૫૬]
પ્રશ્ન:–શ્રી સમયસારાદિમાં શુદ્ધઆત્માના અનુભવને નિશ્ચય કહ્યો છે તથા વ્રત, તપ, સંયમાદિકને વ્યવહાર
કહ્યો છે અને અમે પણ એમજ માનીએ છીએ!
ઉત્તર:–શુદ્ધ આત્માનો અનુભવ તે સાચો મોક્ષમાર્ગ છે તેથી તેને નિશ્ચય કહ્યો છે, હવે અહીં સ્વભાવથી અભિન્ન
અને પરભાવથી ભિન્ન એવો શુદ્ધનયનો અર્થ જાણવો પણ સંસારીને સિદ્ધ માનવો એવો ભ્રમરૂપ શુદ્ધ શબ્દનો અર્થ ન
જાણવો. વળી વ્રત, તપાદિ કાંઈ મોક્ષમાર્ગ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી તેને મોક્ષમાર્ગ કહીએ છીએ
તેથી તેને વ્યવહાર કહ્યો; એ પ્રમાણે ભૂતાર્થ–અભૂતાર્થ મોક્ષમાર્ગપણા વડે નિશ્ચય–વ્યવહારનય કહ્યા છે, એમ જ માનવું,
પણ એ બન્ને જ સાચા મોક્ષમાર્ગ છે અને એ બન્નેને ઉપાદેય માનવા એ તો મિથ્યાબુદ્ધિ જ છે.
પ્રશ્ન:– શ્રદ્ધાન તો નિશ્ચયનું રાખીએ છીએ તથા પ્રવૃત્તિ વ્યવહારરૂપ રાખીએ છીએ, એ પ્રમાણે એ બન્ને
નયોને અમે અંગીકાર કરીએ છીએ.
ઉત્તર:–એમ પણ બનતું નથી, કારણ કે નિશ્ચયનું નિશ્ચયરૂપ તથા વ્યવહારનું વ્યવહારરૂપ શ્રદ્ધાન કરવું
યોગ્ય છે. પણ એક જ નયનું શ્રદ્ધાન થતાં તો એકાંતમિથ્યાત્વ થાય છે; વળી પ્રવૃત્તિમાં નયનું પ્રયોજન જ નથી
કારણ કે પ્રવૃત્તિ તો દ્રવ્યની પરિણતિ છે, ત્યાં જે દ્રવ્યની પરિણતિ હોય તેને તેની જ પ્રરૂપણ કરીએ તે નિશ્ચયનય
તથા તેને જ અન્ય દ્રવ્યની પ્રરૂપીએ તે વ્યવહારનય; એ પ્રમાણે અભિપ્રાયાનુસાર પ્રરૂપણથી તે પ્રવૃત્તિમાં બંને
નય બને છે પણ કાંઈ પ્રવૃત્તિ જ તો નયરૂપ નથી તેથી એ પ્રમાણે પણ બન્ને નયોનું ગ્રહણ માનવું મિથ્યા છે.
પ્રશ્ન:– તો શું કરીએ? (તો અમારે સમજવું શું?)
ઉત્તર:– નિશ્ચયનયવડે જે નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું તથા
વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. શ્રી સમયસારમાં પણ એજ કહ્યું છે કે:–
सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनै–
स्तन्मन्ये व्यवहार एव निखिऽलो–प्यन्याश्रयस्त्याजितः।
सम्यग्निश्चयमेकमेवतदगी निष्कंप–माक्रम्य किं–
शुद्ध ज्ञानघने महिम्नि न निजे वध्मंति संतो धृतिम्।।
અર્થ:–જેથી બધાય હિંસાદિવા અહિંસાદિમાં અધ્યવસાય છે તે બધા જ છોડવા એવું શ્રી જિનદેવે કહ્યું છે,
તેથી હું એમ માનું છું કે– જે પરાશ્રિત વ્યવહાર છે તે સઘળો જ છોડાવ્યો છે તો સત્પુરુષ એક નિશ્ચયને ભલા
પ્રકારે નિશ્ચયપણે અંગીકાર કરી શુદ્ધ જ્ઞાનઘનરૂપ પોતાના મહિમામાં સ્થિતિ કેમ કરતા નથી.
ભાવાર્થ:–અહીં વ્યવહાર તો ત્યાગ કરાવ્યો છે, માટે નિશ્ચયપણે અંગીકાર કરી નિજ મહિમા પ્રવર્તવું યુક્ત
છે. વળી ષટ્પાહુડ પણ કહ્યુું છે કે
जो सुत्तो ववहारे, सो जोई जग्गए सकज्जम्मि।
जो जग्गदि ववहारे, सो सुत्तो अप्पणो कज्जे।।३१।
અર્થ:– જે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના કાર્યમાં જાગે છે તથા જે વ્યવહારમાં જાગે છે તે પોતાના
કાર્યમાં સૂતા છે. માટે વ્યવહારનયનું શ્રદ્ધાન છોડવા નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે વ્યવહારનય સ્વદ્રવ્ય–
પરદ્રવ્યને તેના ભાવોને વા કારણ–કાર્યાદિક કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાન
મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો, વળી નિશ્ચયનય તેને યથાવત્ નિરૂપણ કરે છે. કોઈને કોઈમાં મેળવતો
નથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ છે માટે તેનું શ્રદ્ધાન કરવું.
મુદ્રક:– જમનાદાસ માણેકચંદ રવાણી શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય દાસ મોટા આંકડિયા, કાઠિયાવાડ. તા. ૧૦–૯–૪૪
પ્રકાશક :–જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, દાસકુંજ મોટા આંકડિયા