સુવર્ણપુરીમાં માગશર વદ ૮ નો દિવસ
ભગવાન શ્રી કુંદકુંદ દેવના ‘આચાર્યપદ
આરોહણ દિન’ તરીકે ઘણા જ ઉલ્લાસ પૂર્વક
ઉજવવામાં આવ્યો હતો. તથા તે દિવસે કુંદકુંદ
ભગવાનના ‘અંતરંગ જીવનચરિત્ર’ ઉપર
વ્યાખ્યાનમાં અદ્ભૂત શૈલીથી પૂ. ગુરુદેવ શ્રી એ
પ્રકાશ પાડયો હતો.
: ૩૪ : આત્મધર્મ : પોષ : ૨૦૦૧ :
(અનુસંધાન પા. ૪૮ થી ચાલુ)
ગુણસ્થાને મુનિ શુદ્ધોપયોગમાં લીન હોય છે તેમાં ટકી ન શકે ત્યારે છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાને આવે છે. ત્યાં
મુખ્યપણે શુભોપયોગ હોય છે. પણ શુભભાવને તેઓ ધર્મ માનતા નથી.
તે ગુણસ્થાનોએ બીરાજતા મુનિને શરીર પ્રત્યે સ્પર્શ ઈન્દ્રિય સંબંધનો રાગ છુટી ગયો હોય છે, તેથી
શરીરને ઢાંકવાનો વિકલ્પ આવતો નથી એ કારણે વસ્ત્રનો સંયોગ તેમને હોતો નથી. શરીર પ્રત્યે સંયમના હેતુએ
માત્ર આહારપાન પુરતો રાગ તેમને રહ્યો હોય છે. તેથી જરૂર પડે ત્યારે એક વખત હાથમાં આહાર લે છે. એ જ
સાચા સાધુની દશા હોઈ શકે એમ આચાર્ય મહારાજ સ્પષ્ટપણે કહે છે. જેઓ જૈનના સાધુઓ હોવાનું પોતે માને
છે અને મનાવે છે છતાં વસ્ત્ર વિગેરે ધારણ કરે છે તેઓ ખરા સાધુઓ નથી. અને તે ખોટી માન્યતાનું ફળ
(સીધું કે પરંપરાએ) નિગોદ છે એ વિગેરે મતલબે તેઓએ જણાવ્યું છે. (જુઓ સુત્રપાહુડ ગાથા ૧૮)
• ભગવાન કુંદકુંદાચાયર્ના શાસ્ત્રોનો ગુજરાત કાિઠયાવાડમાં પ્રચાર •
ગુજરાત કાઠિયાવાડમાં આ શાસ્ત્રો ઘણા વખત સુધી લોકોના જાણવામાં નહોતા. ગયા સૈકામાં શ્રીમદ્
રાજચંદ્રને તે શાસ્ત્રો પ્રાપ્ત થયા અને તેની અદ્ભૂતતાની તેમના ઉપર ભારે અસર થઈ. એ સંબંધમાં તેઓ નીચે
પ્રમાણે કહે છે:–
“હે કુંદકુંદાદિ આચાર્યો! તમારા વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભુત થયાં
છે તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું”
તેઓએ ‘પરમશ્રુત પ્રભાવક મંડળ’ સ્થાપી તે દ્વારા આ શાસ્ત્રો પ્રસિદ્ધ કરાવવા યોજના કરી તેને
પરિણામે તેઓ છપાઈ બહાર પડ્યાં છે અને મુમુક્ષુઓ તેનો લાભ લીએ છે. સર્વોત્કૃષ્ટ આગમ શ્રી સમયસારનો
ગુરુસંપ્રદાયનો (ગુરુ પરંપરાગત ઉપદેશનો) વ્યુચ્છેદ થઈ ગયો છે એમ જોઈ સંવત ૧૮૦૭ માં પંડિત
જયચંદ્રજીએ દેશભાષામાં તેને સર્વ લોકો વાંચે–જાણે–તેનો અભ્યાસ કરે તે હેતુથી લખ્યો હતો. તે હીંદી અનુવાદ
પરમ શ્રુત પ્રભાવક મંડલે સાં ૧૯૭૫ માં પ્રસિદ્ધ કર્યો.
સાં ૧૯૯૧ ની સાલથી વીતરાગના અનન્ય ભક્ત પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામી
કાઠિયાવાડમાં શ્રી સમયસારનો અપૂર્વ ઉપદેશ સમાજને આપી મહા પ્રભાવના કરી રહ્યા છે. શ્રી સમયસારનું
વ્યાખ્યાન તેઓશ્રીએ છ વખત સભામાં પૂરું કરી હાલ સાતમી વખત તેનું વ્યાખ્યાન સોનગઢ મુકામે કરી રહ્યા
છે. એ પ્રકારે અનેક જીવોને તેઓ પાવન કરી રહ્યા છે.
આવી રીતે ભગવાન કુંદકુંદાચાર્યના નામથી અને તેના પરમાગમોથી કાઠિયાવાડના મુમુક્ષોઓ મોટી
સંખ્યામાં પરિચિત થયા છે અને થતા જાય છે. શ્રી સોનગઢમાં ભગવાન શ્રી સીમંધર સ્વામીનું સમોસરણ
કરવામાં આવ્યું છે તેમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યને પણ પધરાવવામાં આવ્યા છે. તેથી ભગવાનનું સમોસરણ
કેવું હોય અને વિદેહક્ષેત્રે ભગવાનના સમોસરણમાં તેઓ પધાર્યા હતા તેનો તાદ્રશ ખ્યાલ મુમુક્ષુ જીવોને મળે છે.
એ રીતે ભગવાન શ્રી કુંદકુંદાચાર્યના નંદન પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામી મારફત ભગવાન
શ્રી મહાવીર સ્વામીનું શાસન જયવંત વર્તી રહ્યું છે.
અહો! ઉપકાર જિનવરનો, કુંદનો ધ્વનિ દિવ્યનો; જિન – કુંદ ધ્વનિ આપ્યાં અહો! તે ગુરુ કહાનો!
ભગવાન શ્રી મહાવીર સ્વામીનો જય હો!
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યનો જય હો!
ગુરુરાજ શ્રી કહાન પ્રભુનો જય હો!
ગ્રંથાધિરાજ શ્રી સમયસારનો જય હો!
સનાતન જૈન ધર્મનો જય હો, જય હો!
“ શાંતિ: “ શાંતિ: “ શાંતિ: