Atmadharma magazine - Ank 015
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 17

background image
: પોષ : ૨૦૦૧ : આત્મધર્મ : ૩૫ :
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
વર્ષ: પોષ
અંક: ૨૦૦૧
ભગવાન કુંદકુંદને અંજલિ
[શ્રી કુંદકુંદ ભગવાન પ્રત્યેના ભક્તિભાવથી ભરેલું આ
સ્તવન સાં. ૧૯૯૪ ના વૈશાખ વદ ૮ ના રોજ સુવર્ણપુરીમાં
સ્વાધ્યાય મંદિર મધ્યે શ્રી સમયસારજી શાસ્ત્રની પ્રતિષ્ઠા સમયે
શ્રી કુંદકુંદાચાર્યના ઉપકારના સ્મરણ અર્થે બનાવવામાં આવ્યું છે,
અને માગશર વદ ૮ ના રોજ કુંદકુંદ ભગવાનને ‘શાસનના રક્ષક’
ની મહાન પદવી (આચાર્યપદવી) મળ્‌યાની તિથિ છે, આચાર્ય શ્રી
કુંદકુંદ ભગવાનના શાસન પર મહાન–મહાન ઉપકારો વર્તે છે; આ
માગશર વદ ૮ ના પ્રસંગે તે બધાની યાદરૂપે “ભગવાન કુંદકુંદને
અંજલિ” એ સ્તવન તેના અર્થ સહિત આપવામાં આવે છે.
]
સુખ શાન્તિ પ્રદાતા, જગના ત્રાતા, કુંદકુંદ મહારાજ;
જન ભ્રાંતિ વિધાતા, તત્ત્વોના જ્ઞાતા, નમન કરૂં છું આજ.
જડતાનો આ ધરણી ઉપર. હતો પ્રબળ અધિકાર;
કર્યો ઉપકાર અપાર પ્રભુ! તેં, રચીને ગ્રંથ ઉદાર રે–સુખ... ૧
વરસાવી નિજ વચન સુધારસ, કર્યો સુશીતલ લોક;
સમયસારનું પાન કરીને, ગયો માનસિક શોક રે–સુખ... ૨
તારા ગ્રંથોનું મનન કરીને, પામું અલૌકિક ભાન;
ક્ષણે ક્ષણે હું જ્ઞાયક સમરૂં, પામું કેવળ જ્ઞાન રે–સુખ... ૩
તારું હૃદય પ્રભુ! જ્ઞાન–સમતાનું, રહ્યું નિરંતર ધામ;
ઉપકારોની વિમલ યાદીમાં, લાખો વાર પ્રણામ રે–સુખ... ૪
શ્રી જીનેન્દ્ર સ્તવન મંજરી પાનું – ૩૬૯