: ફાગણ : ૨૦૦૧ : ૭૩ :
‘અનીતિથી પૈસા મેળવવા નથી’ એમ નિશ્ચય કર્યા પછી પૈસા વગર આવી પડેલી અગવડતાને
‘દ્વેષરહિત’ સહન કરવી પડશે. અનીતિ જતી કરતાં અનીતિને કારણે * મળતી સગવડતા ન મળે તોપણ
સમભાવ રાખવો પડશે. શરીર જતું કરીને પણ અનીતિ કરશે નહિ. અનીતિ જેને નથી કરવી તેને શરીર જતાં તે
ઉપર દ્વેષ નહિ પાલવે; પણ અંતર સ્વરૂપની શાંતિના ભાન વિના દ્વેષ થયા વગર રહેશે નહિ એટલે આત્માની
શાંતિના ભાન વગર નીતિ પણ રહી શકે નહીં.
આત્મા જ્ઞાતા–દ્રષ્ટા સ્વરૂપે છે. જ્ઞાતા–દ્રષ્ટામાં પરનું કાંઈ કરવાનો
* અહીં અજ્ઞાની માને છે તે અપેક્ષાએ કહ્યું છે, ખરેખર અનીતિને કારણે સગવડતા મળતી નથી, પણ પૂર્વનાં પુણ્યને કારણે મળે છે.
ભાવ તે મમત્વ છે. ત્યારે અનીતિના ત્યાગનું ધ્યેય ક્યાં આવ્યું? કે શરીર ઉપરના રાગ–દ્વેષનો ત્યાગ કરે! જેને
રાગ–દ્વેષને જતા કરવા હોય તેણે રાગદ્વેષને ક્ષણીક માનવા પડશે. અને તે નાશવાન છે એમ માનવું પડશે. પરની
અનીતિની યથાર્થ ત્યાગવૃત્તિ કરવી હોય તેણે પ્રથમ તો તે અનીતિ અને રાગ–દ્વેષ પોતાના ત્રિકાળી સ્વભાવમાં
નથી એવો નિર્ણય કરવો પડશે તે નિર્ણય વગર રાગ–દ્વેષ ટળે નહીં.
ભગવાન આત્માના શુદ્ધ સ્વરૂપની યથાર્થ પ્રતીતિ વગર રાગ–દ્વેષનો ખરેખરો ત્યાગ થઈ શકે નહિ.
રાગ–દ્વેષના ત્યાગ વગર શરીરાદિ સંયોગનો ત્યાગ હોય નહિ અને અશરીરી સ્વરૂપ પ્રગટે નહિ.
શરૂઆતમાં કહેલ ગાથાનો પહેલો જ શબ્દ ‘તત્ત્પ્રત્તિ’ છે, તેનો અર્થ શું? જેવી પ્રીતિ પર ઉપર છે તેવી
પ્રીતિ આત્મા ઉપર આવવી જોઈએ. પુણ્ય–પાપની પ્રીતિ છોડીને આવા (હંમેશાંં કહેવાય છે તેવા) નિર્મળ
આત્માની પ્રીતિ કરીને એકવાર પણ જેણે આત્મસ્વરૂપની વાત સાંભળી છે તે જીવ જરૂર ભાવિ મુક્તિનું ભાજન
થાય છે. જીવે પ્રસન્ન ચિત્તથી કદી આ વાત સાંભળી નથી, કાને તો પડી પણ જ્યાં સુધી પરની રુચિ રહે ત્યાં
સુધી આત્માની રુચિ થતી નથી, અને આત્માની રુચિ વગર આ શબ્દો કાને પડે તે સાંભળ્યું ન કહેવાય. અહીં
“સાંભળી છે” એમ લખ્યું છે, ‘વાંચી છે’ એમ નથી કહ્યું–તેમાં ગંભીર ન્યાય છે.
શરીર તેની મર્યાદાએ (આયુકર્મની સ્થિતિ અનુસાર) છૂટે છે, અનંતવાર શરીર છૂટ્યાં પણ જેને શરીર
છૂટતાં અરુચિ થાય છે તેને શરીર અનુકૂળ રાખવાનો ભાવ છે, શરીર જતાં અણગમો કોને ન આવે? તેનો
ઉત્તર– ‘અણગમો પણ મારું સ્વરૂપ નથી’ એમ જેણે જાણ્યું હોય તેને અણગમો ન આવે. શરીર છૂટતાં જેને એમ
થાય છે કે બરાબર માવજત–દવા ન થઈ માટે આ પ્રમાણે થયું–તો તેને એમ છે કે મને શરીર નભાવતાં ન
આવડ્યું; એવી વૃત્તિવાળો જીવ, આ શરીર તો છૂટી જ જશે પણ પછી–બીજાં શરીર ધારણ કર્યા વગર રહેશે
નહિ.(શરીર પર છે) પરને નભાવવાની ત્રેવડ (તાકાત) મારામાં છે એવા ભાવથી તે જ્યાં જશે ત્યાં શરીર
ધારણ કર્યા વગર રહેશે નહિ.
સંસારનાં કાર્યોમાં, વકીલના કામમાં ડોકટર કે ડોકટરના કામમાં વકીલ માથું ન મારે, પણ ધર્મનાં કામમાં તો
સૌ ડાહ્યા થાય! અનંત કાળથી અપૂર્વ ધર્મની વાત પણ પોતે જાણી નથી, છતાં ધર્મની જ્યાં વાત ચાલતી હોય ત્યાં
પોતાનો મત ઝટ બતાવી દે છે; પણ તને જો ધર્મની ખબર હોય તો તને પૂછીએ છીએ કે ધર્મ એ આત્માનો સ્વભાવ
છે અને આત્માનો સ્વભાવ જન્મ–મરણ રહિત છે, તો તને જન્મ–મરણ રહિત સ્વભાવનો નિશ્ચય થયો છે?
આત્માના સ્વભાવમાં અણગમો નથી. શરીર જતાં પણ અણગમો ન થાય તો શરીર જતું કર્યું કહેવાય. શરીર
જતું તો જ કરી શકે કે જો અંતરમાં આત્માની શાંતિનું ભાન હોય તો! ‘રાગ–દ્વેષ જતા કરૂં’ એમ ધારે, પણ રાગદ્વેષ
જતા કરીને, તે જતા કરનારો ત્રિકાળ ટકનાર કોણ છે તેના ભાન વગર રાગ–દ્વેષ જતા કરી શકે નહિ.
આ આત્માની વાત ચાલે છે. આવા અપૂર્વ સ્વભાવની વાત પ્રીતિથી ક્યારે સાંભળી કહેવાય? જો
અંતરમાં પુણ્યની પ્રીતિ ન રાખે તો. સંસાર પ્રત્યેના રાગની પ્રીતિ ઘટાડીને આત્માની વાત સાંભળે તો પ્રીતિથી
સાંભળ્યું છે, પણ જો સંસારનો રાગ ઘટાડ્યા વગર સાંભળે તો તેણે આત્માની વાત સાંભળી નથી પણ રાગની
વાત સાંભળી છે. મારું તત્ત્વ (આત્માનું સ્વરૂપ) પુણ્ય–પાપની બધી વૃત્તિને છોડનારૂં છે.
અહીં ‘પ્રીતિથી સાંભળી’ એમ કહ્યું છે, ‘પ્રીતિથી વાંચી’ એમ કહ્યું નથી. જો વાંચવાથી મોક્ષ થતો હોય તો
પહેલો મોક્ષ પાનાંનો થવો જોઈએ. પાનાં તો જડ છે, જડમાં જ્ઞાન નથી. જેમાં હોય તેમાંથી જ્ઞાન આવે પણ ન
હોય તેમાંથી આવે નહીં. અહીં ‘સાંભળીને’ કહ્યું છે તેમાં નિમિત્ત જાહેર કર્યું છે. દીવે દીવો પ્રગટે. તેમ જ્ઞાન જેમાં
હોય તેમાંથી આવે. ન્યાય તો ગંભીર છે પણ ટુંકમાં કહેવાય છે.
જેણે કોઈ વિકાર રાખવા જેવો માન્યો તેને નિર્વિકાર સ્વરૂપની રુચિ