: ફાગણ : ૨૦૦૧ : ૭૭ :
સમ્યક્ત્વ એ જ પ્રથમ કર્તવ્ય છે
જુઓ અષ્ટ પાહુડ પાનું ૩૪૪ થી ૩૪૬
શ્રાવકે પ્રથમ શું કરવું તે બતાવે છે:– મૂળ ગાથા
गहिऊण य सम्मत्तं सुणिम्मलं सुर गिरीव णिक्कंप ।
तंजाणे झाइज्जइ सावय! दुक्खक्खय ट्ठाए ।।८६।।
સંસ્કૃત છાયા
गृहीत्वा च सम्यक्त्वं सुनिर्मलं सुर गिरे रिव निष्कंपम् ।
तत् ध्याने ध्यायते श्रावक! दुःख क्षयार्थे ।।८६।।
અર્થ:– પ્રથમ તો શ્રાવકે સુનિર્મલ કહેતાં સારી રીતે નિર્મળ અને મેરુવત્ નિષ્કંપ, અચલ અને ચળ–મલીન તથા અગાઢ દુષણ
રહિત અત્યંત નિશ્ચળ એવા સમ્યક્ત્વને ગ્રહણ કરી તેને (સમ્યક્ત્વના વિષયભૂત એકરૂપ આત્માને) ધ્યાનમાં ધ્યાવવું, શા માટે
ધ્યાવવું? દુઃખના ક્ષય અર્થે ધ્યાવવું.
ભાવાર્થ:– શ્રાવકે પહેલાંં તો નિરતિચાર નિશ્ચળ સમ્યક્ત્વને ગ્રહણ કરી તેનું ધ્યાન કરવું કે જે સમ્યક્ત્વની ભાવનાથી ગૃહસ્થને
ગૃહકાર્યસંબંધી આકૂળતા, ક્ષોભ, દુઃખ હોય તે મટી જાય. કાર્યના બગડવા–સુધરવામાં વસ્તુના સ્વરૂપનો વિચાર આવે ત્યારે દુઃખ મટી જાય.
સમ્યગ્દ્રષ્ટિને એવો વિચાર હોય છે કે સર્વજ્ઞે જેવું વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે, તેમ નિરંતર પરિણમે છે, અને તેમ થાય છે તેમાં ઈષ્ટ અનિષ્ટ
માની દુઃખી સુખી થવું તે નિષ્ફળ છે; એવા વિચારથી દુઃખ મટે તે પ્રત્યક્ષ અનુભવ ગોચર છે, તેથી સમ્યક્ત્વનું ધ્યાન કરવાનું કહ્યું છે.
હવે સમ્યક્ત્વના ધ્યાનનો મહિમા કહે છે:– ગાથા
सम्मत्तं जो झायइ साम्माइट्ठी हवेइ सो जीवो ।
सम्मत्त परिणदो उण खवेइ दुट्ठट्ठ कम्माणि ।।८७।।
સંસ્કૃત
सम्यक्त्वं यः ध्यायत्ति सम्यग्द्रष्टिः भवति सः जीवः ।
सम्यक्त्व परिणतः पुनः क्षपयति दुष्टाष्ट कर्माणि ।।८७।।
અર્થ:– જે જીવ સમ્યક્ત્વને ધ્યાવે છે, તે જીવ સમ્યગ્દ્રષ્ટિ છે; વળી તે સમ્યક્ત્વરૂપ પરિણમતાં દુષ્ટ જે આઠ કર્મો તેનો ક્ષય કરે છે.
ભાવાર્થ:– સમ્યક્ત્વનું ધ્યાન એવું છે કે જો પહેલાંં સમ્યક્ત્વ ન થયું હોય તોપણ, તેના સ્વરૂપને જાણી તેને ધ્યાવે તો તે સમ્યગદ્રષ્ટિ થઈ જાય
છે. વળી સમ્યક્ત્વ પ્રાપ્ત થયે જીવનાં પરિણામ એવાં હોય છે કે સંસારના કારણરૂપ જે દુષ્ટ આઠ કર્મો તેનો ક્ષય થાય છે; સમ્યક્ત્વ થતાં જ કર્મની
ગુણશ્રેણી નિર્જરા થતી જાય છે. અનુક્રમે મુનિ થાય ત્યારે, ચારિત્ર અને શુક્લધ્યાન તેના સહકારી હોય ત્યારે સર્વ કર્મોનો નાશ થાય છે.
હવે તે વાત સંક્ષેપમાં કહે છે:– ગાથા
किं बहुणा भणिएणं जे सिद्धा णरवरा गए काले ।
सिज्झिहहि जे वि भविया तं जाणइ सम्ममाहप्पं ।।८८।।
સંસ્કૃત
किं बहुना भणितेन ये सिद्धाः नरवराः गते काले ।
सेत्स्यंति येऽपि भव्याः तज्जानीत सम्यक्त्व माहात्म्यम् ।।८८।।
અર્થ:– કુંદકુંદાચાર્યદેવ કહે છે કે:– “ઘણું કહેવાથી શું સાધ્ય છે? જે નરપ્રધાન ભૂતકાળમાં સિદ્ધ થાય તથા ભવિષ્યમાં સિદ્ધ થશે
તે સમ્યક્ત્વનું જ માહાત્મ્ય જાણો.”
ભાવાર્થ:– આ સમ્યક્ત્વનું એવું માહાત્મ્ય છે કે આઠ કર્મોનો નાશ કરી જે ભૂતકાળમાં મુક્તિ પ્રાપ્ત થયા છે તથા ભવિષ્યમાં થશે,
તે આ સમ્યક્ત્વથી જ થયા છે અને થશે તેથી આચાર્યદેવ કહે છે કે વિશેષ શું કહેવું? સંક્ષેપમાં સમજો કે મુક્તિનું પ્રધાન કારણ આ
સમ્યક્ત્વ જ છે. એમ ન જાણો કે ગૃહસ્થીઓને શું ધર્મ હોય! આ સમ્યક્ત્વ ધર્મ એવો છે કે જે સર્વધર્મના અંગને સફળ કરે છે.
જે નિરંતર સમ્યક્ત્વ પાળે છે, તે ધન્ય છે એમ હવે કહે છે:– ગાથા
ते घण्णा सुकयत्था ते सूरा ते वि पंडिया मणुया ।
सम्मतं सिद्धियर सिविणे वि ण मइलियं जेहिं ।।८९।।
સંસ્કૃત
ते धन्याः सुकृतार्थः ते शूराः तेऽपि पंडिता मनुजाः ।
सम्यक्त्वं सिद्धि करं स्वप्नेऽपि न मलिनित यैः ।।८९।।
અર્થ:– જે પુરુષને મુક્તિનું કરવાવાળું સમ્યક્ત્વ છે, તેને (સમ્યક્ત્વને) સ્વપ્નાવસ્થા વિષે પણ મલિન કર્યું નથી–અતિચાર
લગાવ્યો નથી, તે પુરુષ ધન્ય છે, તે જ