Atmadharma magazine - Ank 017
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 17

background image
વર્ષ : ૨
અંક : ૫
ફા ગ ણ
૨ ૦ ૦ ૧
૧૭
ઓ! અરિહંતા ભગવંતા, દેવાધિદેવા, પ્રભુ સીમંધરા તુજ પાદ પદ્મે સર્વાંગ અર્પણતા.
દર વર્ષે ફાગણ સુદ બીજે સુવર્ણપુરીમાં ભગવાન શ્રી સીમંધરનાથ સનાતન જૈન મંદિરનો પ્રતિષ્ઠા
મહોત્સવ દિન ઉજવાતો હોવાથી ઘણા મુમુક્ષુ ભાઈ–બહેનો એ મહોત્સવમાં સોનગઢ જાય છે એથી આ અંક
સાત દિવસ વહેલો પ્રગટ કર્યો છે, જેથી સૌને આત્મધર્મ પોતાને ઘેર વખતસર મળી જાય અને પાછળથી
અંક ન મળ્‌યાની ફરિયાદ કરવાનું કારણ ન રહે. પ્રકાશક
દરેક જીવને સુખ પ્રિય છે એ વિષે તો કોઈને પૂછવા જવું પડે તેમ નથી. દરેક કાર્યમાં સુખને માટે જ ઝાવાં
નાખે છે. સ્વર્ગના દેવ કે નરકના નારકી, તીર્યંચ કે મનુષ્ય, ત્યાગી સાધુ કે ગૃહસ્થ વગેરે બધા સુખને જ માટે
ઝંખના કરે છે; એ સુખ કેમ થાય? શું એ સુખ બહારથી પૈસા વગેરેમાંથી આવતું હશે? તો કહે છે કે ના; તે સુખ
બહારથી આવતું નથી, પણ અંદરથી જ પ્રગટે છે. બહારમાં ક્યાં સુખ છે? શું શરીરના લોચામાં સુખ છે, પૈસામાં છે,
સ્ત્રીમાં છે, ક્યાં છે? બહારમાં તો ધૂળ–જડ દેખાય છે, શું જડમાં આત્માનું સુખ હોય! ન જ હોય, પણ તે પર
વસ્તુઓમાં સુખની ખોટી કલ્પના અજ્ઞાની જીવે કરી નાંખી છે; પરમાં સુખ છે નહિ, કદી પરમાં સુખ જોયું પણ નથી
છતાં મૂઢતાએ કલ્પ્યું છે. અયથાર્થને યથાર્થ માને તેથી કાંઈ પરિભ્રમણનું દુઃખ ટળે નહિ. સુખ સ્વભાવની ખબર
નથી તેથી સ્વભાવથી વિરુદ્ધ ભાવ કરી રહ્યો છે, અને તેના કારણે આઠ પ્રકારનાં કર્મો બંધાય છે તેથી આકુળતાનો
ભોગવટો કરે છે, પણ જો સ્વભાવનું ભાન કરે અને સ્વભાવથી વિરુદ્ધ જે રાગ–દ્વેષના ભાવ તેનો નાશ કરે તો સર્વ
કર્મો ટળી જાય અને દુઃખ ટળીને સુખ થાય.
સુખ તો દરેક જીવને વહાલું છે; પણ કર્મના નાશ વિના સુખ પ્રગટે નહીં, વીતરાગતા વિના કર્મનો નાશ
નિર્ણયરૂપ આગમનું જ્ઞાન એકેન્દ્રિયથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોને તો થઈ શકવા યોગ્ય નથી,
કેમકે તેમને તો તત્ત્વ વિચારની શક્તિ જ નથી. મનુષ્યપણામાં પણ યથાર્થ શ્રધ્ધાનાદિ થવું કઠણ છે; ‘શ્રદ્ધાનાદિ’
એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર એ ત્રણે થવા કઠણ છે, પણ માત્ર સમ્યક્ભાન તો બાળ–ગોપાળ, રોગી–નિરોગી
સર્વે કરી શકે છે. એથી સુખી થવા માટે સમ્યક્ભાન
પ્રાપ્ત કરો. (પૂજ્ય ગુરુદેવ)
: સંપાદક:
રામજી માણેકચંદ દોશી
શિષ્ટ સાહિત્ય ભંડાર–મોટા આંકડિયા–કાઠિયાવાડ