ATMADHARMA With the permissdon of the Baroda Govt. Regd No. B. 4787
order No. 30/24 date 31-10-44
દેવ – ગુરુ – ધર્મને કોઈની ભક્તિની જરૂર નથી, પરંતુ જીજ્ઞાસુ જીવોને સાધક દશામાં અશુભ રાગથી બચવા
સતનું બહુમાન આવ્યા વગર રહેતું નથી
આત્મા વહાલો ક્યારે થયો કહેવાય અર્થાત્ આત્માની દરકાર થઈ છે એમ ક્યારે કહેવાય? પ્રથમ તો જે
વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા થઈ ગયા છે એવા અરિહંતદેવની સાચી પ્રીતિ થવી જોઈએ. વિષય કષાય કે કુદેવાદિ
પ્રત્યેનો રાગ જે તીવ્ર રાગ છે તેને ટાળીને સાચાં દેવ–ગુરુ પ્રત્યેની ભક્તિ આદિમાં મંદરાગ કરવાનાં પણ જે
જીવને ઠેકાણાં નથી તે જીવ તદ્ન રાગરહિત આત્મસ્વરૂપની શ્રદ્ધા ક્યાંથી લાવશે? જેનામાં પરમ ઉપકારી
વીતરાગી દેવ–ગુરુ–ધર્મની ખાતર રાગ ઓછો કરવાની પણ ત્રેવડ નથી તે પોતાના આત્માની ખાતર તદ્ન
રાગનો અભાવ કેમ કરી શકશે? જેનામાં બે પાઈ આપવાની તાકાત નથી તે બે લાખ રૂા. કેમ આપી શકશે?
તેમ જેને દેવ–ગુરુની સાચી પ્રીતિ નથી–વ્યવહારમાં પણ હજી જેને રાગ ઘટાડવો પાલવતો નથી તે નિશ્ચયમાં
‘રાગ મારૂં સ્વરૂપ જ નથી’ એમ લાવશે ક્યાંથી? જેને દેવ–ગુરુની સાચી શ્રદ્ધા અને ભક્તિ નથી તેને તો
નિશ્ચય–વ્યવહાર બેમાંથી એકે સાચાં નથી, માત્ર એકલો મૂઢભાવ પોષાય છે–તીવ્ર કષાય અને શુષ્કજ્ઞાનને તે
સેવે છે. પ્રથમ દશામાં દેવ, ગુરુ, ધર્મની ભક્તિનો શુભરાગ આવે કે દેવ–ગુરુ–ધર્મને માટે તૃષ્ણા ઘટાડી અર્પાઈ
જાઉં, તેમને માટે શરીરનાં ચામડાં ઉતારી મોજડી કરાવું તોય તેમનો ઉપકાર પૂરો ન થાય એવી પોતાના ભાવમાં
સર્વસ્વ અર્પણતા આવ્યા વગર દેવ–ગુરુ–ધર્મની સાચી પ્રીતિ થાય નહિ. અને દેવ–ગુરુ–ધર્મની પ્રીતિ વગર
આત્માની ઓળખાણ થાય નહિ. દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિ અને અર્પણતા આવ્યા વગર ત્રણકાળ ત્રણલોકમાં
આત્માની સાક્ષી ઊગે નહિ કે આત્મામાં સ્વને માટે અર્પણતા આવી શકે નહિ.
એકવાર તું ગુરુના ચરણે અર્પાઈ જા! પછી ગુરુ જ તને તારામાં સમાઈ જવાની આજ્ઞા આપશે. એકવાર
તો તું સત્ને શરણે ઝુકાઈ જા! તેની હા એ હા અને તેની ના એ ના. તારી સત્ની અર્પણતા આવ્યા પછી સંત
કહેશે કે તું પરિપૂર્ણ છો, તને અમારી જરૂર નથી, તું તારા સામે જો. એ જ આજ્ઞા છે અને એ જ ધર્મ છે.
એકવાર સત્ ચરણે ઝુકાઈ જા, સાચા સત્દેવ–ગુરુની અર્પણતા વગર આત્માનો ઉદ્ધાર થાય નહિ–પરંતુ–
તેનો જ આશ્રય માની બેસે તો પણ તે પરાશ્રયે આત્માનો ઉદ્ધાર થાય નહિ. આ રીતે પરમાર્થ સ્વરૂપમાં તો
ભગવાન આત્મા એકલો જ છે પરંતુ તે પરમાર્થ સ્વરૂપને પહોંચી ન શકે ત્યાં પહેલાંં દેવ–ગુરુ–શાસ્ત્રને સ્વરૂપના
આંગણે પધરાવવા તે વ્યવહાર છે. દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિ–પુજા વગર એકલા નિશ્ચયની માત્ર વાતો કરનાર
શુષ્ક જ્ઞાની છે.
દેવ–ગુરુ–ધર્મને તારી ભક્તિની જરૂર નથી, પરંતુ જિજ્ઞાસુ જીવોને સાધક દશામાં અશુભરાગથી બચવા
સત્નું બહુમાન આવ્યા વગર રહેતું નથી. શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે–“જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી. તોપણ
તેમ કર્યા વિના મુમુક્ષુ જીવને કલ્યાણ થતું નથી, સંતોના હૃદયમાં રહેલું આ ગુપ્તરહસ્ય પાને ચડાવ્યું છે.” સત્ના
જિજ્ઞાસુને સત્ નિમિત્તરૂપ સત્પુરુષની ભક્તિનો ઉલ્લાસ આવ્યા વગર રહેતો નથી.
પ્રથમ તો ઉલ્લાસ આવે કે અહો! અત્યાર સુધીમાં અસંગ ચૈતન્યજ્યોત આત્માની વાત પણ ન બેસી
અને સદેત્વ, ગુરુ–શાસ્ત્રની ભક્તિમાંથી પણ ગયો. આટલો કાળ વીતી ગયો, એમ જિજ્ઞાસુને પૂર્વની ભૂલનો
પ્રશ્ચાતાપ થાય અને વર્તમાનમાં ઉલ્લાસ આવે. પણ એ દેવ–ગુરુ–શાસ્ત્રનો રાગ આત્મસ્વભાવ પ્રગટ કરાવતો
નથી. પ્રથમ તે રાગ આવે અને પછી “આ રાગ પણ મારૂં સ્વરૂપ નથી” એમ સ્વભાવ દ્રષ્ટિના જોરે અપૂર્વ
આત્મભાન પ્રગટે છે.
ખરેખર તો દેવ–ગુરુ–શાસ્ત્રને સાચી અર્પણતા પણ અનાદિથી કરી નથી અને તેમનું કહેવું સાંભળ્યું નથી;
નહિતર દેવ–ગુરુ–શાસ્ત્ર તો એમ કહે છે કે તારે અમારો આશ્રય નથી. તું સ્વતંત્ર છો. જો દેવ–ગુરુ–શાસ્ત્રની
સાચી શ્રદ્ધા કરી હોત તો તેને પોતાની સ્વતંત્રતાની શ્રદ્ધા જરૂર થઈ જાત. દેવ–ગુરુ–શાસ્ત્રના ચરણે તન, મન,
ધન અર્પણ કર્યા વિના; જેમાં આખા આત્માની અર્પ–
(અનુસંધાન પાછલા પાને)