શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાન વિચરતા તીર્થંકર શ્રી સીમંધર પ્રભુની ઈન્દ્રે
રચેલ સમવસરણ (ધર્મસભા) ના નમુના તરીકે સુવર્ણપુરીમાં
જે રચના રચાએલી છે તેની સમજણ.
૧. ફરતો કોટ વિવિધ પ્રકારનાં મણિ રત્નોની
ધૂળનો બનાવેલો હોય છે. તે ‘ધૂલિસાલ’ કોટ
સમવસરણની હદ બતાવનાર છે. તેના ફરતા
સોનાના સ્તંભ છે ત્યાં તોરણો છે.
૨. “ધૂલિસાલ” કોટની બાજુમાં ચાર દિશાએ ચાર
રસ્તા છે. આ રસ્તા નીલમ રત્નોના બનાવેલા
છે. દરેકની આગળ ચાર બાજુએ ચાર
‘માનસ્તંભ’ છે.
૩. પેલી ભૂમિ ‘જિનમંદિરોની’ છે.
૪. બીજી ભૂમિકા ગોળાકારે ‘પાણીની ખાઈ’ છે.
તેમાં જલચર પ્રાણીઓ, કમળ વગેરે છે.
૫. ત્રીજી ભૂમિકા ‘લતાવન’ (ફૂલવાડી) છે. ઈન્દ્ર
વગેરે દેવો ત્યાં વિશ્રાંતિ લે છે. તે ભૂમિમાં
પર્વતો પણ છે.
૬. પેલો ‘કોટ સોનાનો’ છે. તે મણિ રત્નોથી
જડેલો છે. કોટના દરવાજા પાસે દેવો આયુધ
(હથિયાર) સહિત ઊભા છે. દરવાજા ઊપર
આઠ ‘મંગળ દ્રવ્યો’ છે.
૭. ચોથી ભૂમિકા ‘ઉપવન’ (બગીચા) છે. તેમાં
જિનમંદિરો તથા વાવો છે.
૮. પાંચમી ભૂમિકા ‘ધજાની હાર’ છે.
૯. બીજો ‘કોટ ચાંદીનો’ હોય છે, પણ અહિં
સોનેરી છે.
૧૦. છઠી ભૂમિકા ‘કલ્પવૃક્ષોની’ છે. કલ્પવૃક્ષો દશ
પ્રકારના છે. જે ફૂલમાળા, દીવા, જ્યોતિ, ફળ,
વસ્ત્ર, દાગીના, મકાન, ભોજન, વાજિંત્ર,
વાસણ વગેરે પ્રકારનાં છે.
૧૧. સાતમી ભૂમિકા ‘સ્તૂપ મંદિર’ (જિનમંદિર)
તથા દેવના મકાનો) છે.
૧૨. ત્રીજો ‘કોટ સ્ફટિકનો’ છે. અહિં તેના કાંગરા
સોનેરી છે.
૧૩. આઠમી ભૂમિકા– ‘બાર–સભાની’ છે. તેની
ઉપર ‘શ્રી મંડપ’ સફેદ સ્તંભ સહિત છે. અને
તે ધજા પતાકાથી શણગારેલો છે. તે મંડપ ઉપર
દેવો વિમાનમાંથી ફૂલો વરસાવે છે. બાર સભા
નીચે પ્રમાણે છે:–
(૧) મુનિરાજ (૨) કલ્પવાસી દેવી (૩)
અર્જિકા તથા શ્રાવિકાઓ (૪) જ્યોતિષી દેવી (પ)
વ્યંતરદેવી (૬) ભવનવાસી દેવી (૭) ભવનવાસી દેવ
(૮) વ્યંતર દેવ (૯) જ્યોતિષી દેવ (૧૦) કલ્પવાસી
દેવ (૧૧) મનુષ્ય (૧૨) તિર્યંચ.
મુનિરાજની સભામાં હાથ જોડી વંદન કરતા
ઊભા છે, તે વિક્રમ સંવત્ના પ્રારંભમાં ભરતક્ષેત્રમાં
થયેલા મહામુનિ ઋદ્ધિધારી શ્રી કુન્દકુન્દાચાર્યદેવ છે. તે
ભરતક્ષેત્રમાંથી શ્રી સીમંધર ભગવાન્ પાસે
સમવસરણમાં ગયા હતા. અને ત્યાં એક અઠવાડિયું
રહ્યા હતા. સભામાં સૌથી આગળ બેઠેલા મોટા
મુનિરાજ ભગવાનના ‘ગણધર’ છે.
૧૪. પેલી પીઠિકા ‘વૈડૂર્ય રત્નની’ છે. તે ઉપર ચારે
બાજુ યક્ષ ‘સહસ્ત્ર આરાવાળું ધર્મચક્ર’ લઈ
ઊભા છે. તેની ઉપર ચડવા માટે સોળ
નીસરણીઓ છે; તેની ઉપર ચડી ભગવાનના
દર્શન કરવામાં આવે છે. પીઠિકા ઉપર ચારે
બાજુ આઠ ‘મંગળ દ્રવ્યો’ છે.
૧૫. બીજી ‘પીઠિકા સોનાની’ છે. તેની ઉપર આઠ
‘મહા ધજાઓ’ છે.
૧૬. ત્રીજી ‘પીઠિકા’ જુદા જુદા પ્રકારનાં રત્નોની છે.
૧૭. તે ઉપર હજાર પાંખડીનું ‘લાલ કમળ’ છે, તે
ઉપર શ્રી સીમંધર ભગવાન ચૌમુખે બિરાજે છે.
૧૮. ભગવાન ઉપર દેવો ચોસઠજોડ ચામર ઢાળે છે.
ભગવાન ઉપર ત્રણ છત્ર છે. માથે અશોક વૃક્ષ
છે. ઉપર વિમાનમાંથી દેવો ફૂલની વૃષ્ટિ કરે છે.
સૂચના: – સવિનય જણાવાનું જે ‘આત્મધર્મ’ માસિકની
સઘળી વ્યવસ્થા સોનગઢથી જ કરવાનું નક્કી કરેલું
હોવાથી સઘળો પત્રવ્યવહાર શ્રી. વ્યવસ્થાપક, આત્મધર્મ
કાર્યાલય, સોનગઢ (કાઠિયાવાડ) એ સરનામે જ કરવા
સાૈને િવનંિત છે. જમુ રવાણી
મુદ્રક – પ્રકાશક: – શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી
જમનાદાસ માણેકચંદ રવાણી શિષ્ટ સાહિત્ય
મુદ્રણાલય દાસકુંજ મોટા આંકડિયા. કાઠિયાવાડ.
તા. ૧૦ – ૫ – ૪૫