Atmadharma magazine - Ank 020
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 17

background image
વૈશાખ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૧૫ :
પ્રાત: સ્મરણીય
વિદેહવાસી
ઉજ્જવલ ઉજમબા!
આજે આપને અમો
અત્યંત ભાવપૂર્વક વંદીએ છીએ.
આજનો દિવસ અમારા માટે
અનુપમેય છે, અવર્ણનિય છે,
અદ્વિતિય છે.
મહાઉપકારી
મહાભાગ્યશાળી
ઓ માતા!
આજે એ પવિત્રદિનને
પૂરા પંચાવન વર્ષ થયા કે જે
કલ્યાણ દિને આપની કુખે પરમ
પુજ્ય શ્રી કાનજી સ્વામીનો
જન્મ થયો.
જગતવંદનીય
જગત પૂજ્યની
ઓ! જનેતા!
ધર્મોદ્ધારક, ધર્મપ્રભાવક,
ધર્મના નાયક પરમ પુરુષાર્થી પરમ
પ્રતિભાધારી, પરમ–આત્મા શ્રી
કહાન પ્રભુ
ને જન્મ આપી આપ
ધન્ય ધન્ય જનનીનું
બિરુદ પામ્યા છો.
આજના સુપ્રભાતે
આબાલવૃદ્ધ સૌ આપનું સ્મરણ
કરીએ છીએ, નમન કરીએ છીએ,
વંદન કરીએ છીએ.
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું
માસિક
વર્ષ ૨ : અંક: ૮
વૈશાખ : ૨૦૦૧
આત્મધર્મ
શ્રી સત પુરુષને ચરણે. સર્વાંગ અર્પણતા
અનંતયુગ વહી ગયા, અનંત જ્ઞાની થઈ ગયા
છતાં
અજ્ઞાની જીવો તો એવા ને એવા જ રહ્યા.
હવે, ઓ! ભગવાન આત્મા!
સાચું સમજવાનો પુરુષાર્થ કર! પુરુષાર્થ કર!
સત્પુરુષના કોમળ હૃદયમાં રહેલા આ ભાવોનું આબેહૂબ સ્વરૂપ
આપ અહર્નિંશ દર્શાવી રહ્યા છો અને ઉત્કૃષ્ટ કરુણાથી ઝરતી અમૃતવાણી
દ્વારા અનંતકાળથી પોષાતું આવતું અજ્ઞાન ટાળી, સ્વભાવમાં ભરપૂર
ભરેલું વાસ્તવિક સુખ–શાશ્વતું સુખ–કેમ પ્રગટ કરી શકાય એ સ્પષ્ટ
અત્યંત સ્પષ્ટ રીતે સમજાવી રહ્યા છો એથી:–
પરમોપકારી ઓ! પરમાત્મા!
અમે આપના ચરણે આવીએ છીએ, વંદીએ છીએ, પૂજીએ છીએ.
અનંત અનંતકાળથી ભવભ્રમણમાં ભટકતાં, ભટકતાં કોઈ મહત્
પુણ્યે આ નરદેહ પામી આપનું દર્શન પામ્યા છીએ અને આપના શ્રીમુખેથી
નિરંતર વહેતી શ્રુત–ગંગારૂપ વીતરાગવાણીનું રહસ્ય સમજવા ભાગ્યશાળી
બન્યા છીએ. ભગવંત! આપે અમારું ભવભ્રમણ ટાળ્‌યું છે અને પરમ
પવિત્ર પરમાત્માએ પ્રગટ કરેલી પૂર્ણ પરમાત્મ–દશાનો પંથ પમાડયો છે.
પ્રભુ! આપને શું કહીએ! અમ ભવ્ય જનોનાં આપ દેવ છો, ગુરુ અને
શાસ્ત્ર પણ આપ જ છો.
આજના આ મહા માંગલિક દિને આપના ચરણ કમળમાં સર્વાંગ
અર્પણતા કરીએ છીએ, આપનું કૌશલ્ય ઈચ્છીએ છીએ અને આપની
કંઈએ અશાતના થઈ હોય, અવિનય થયો હોય તેની લળી લળી ક્ષમા
યાચીએ છીએ..
સનાતન જૈન ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવનાર ઓ સત્પુરુષ
અપન જય હ! જય હ! જય હ! !
ન ધર્મો ધાર્મિકૈર્વિના
પરમ પૂ. સદ્ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાંથી ૧૨ – ૪ – ૪૫
ધર્મી વિના ધર્મ હોતો નથી
ધર્મ ધર્માત્માઓ વિના હોતો નથી, જેને ધર્મની રુચિ હોય તેને
ધર્માત્મા પ્રત્યે રુચિ હોય જ. ધર્મી જીવો પ્રત્યે જેને રુચિ નથી તેને ધર્મની
જ રુચિ નથી. જેને ધર્માત્મા પ્રત્યે રુચિ અને પ્રેમ નથી તેને ધર્મની રુચિ
અને પ્રેમ નથી, અને ધર્મની રુચિ નથી તેને ધર્મી એવા પોતાના આત્માની
જ રુચિ નથી. ધર્મીની રુચિ ન હોય અને ધર્મની રુચિ હોય એમ બને જ
નહીં. કેમકે ધર્મ તો સ્વભાવ છે તે ધર્મી વગર હોતો નથી. ધર્મ પ્રત્યે જેને
રુચિ હોય તેને કોઈ ધર્માત્મા ઉપર ક્રોધ–અરૂચિ, અપ્રેમ હોય જ નહિ. જેને
ધર્માત્માનો પ્રેમ નથી તેને ધર્મનો પ્રેમ નથી, અને જેને ધર્મનો પ્રેમ નથી તે
મિથ્યાદ્રષ્ટિ છે. જે ધર્માત્માનો તિરસ્કાર કરે છે તે ધર્મનો જ તિરસ્કાર કરે
છે, કેમકે ધર્મ અને ધર્મી જુદા નથી.