Atmadharma magazine - Ank 020
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 17

background image
: ૧૧૬ : આત્મધર્મ વૈશાખ : ૨૦૦૧
શ્રી રત્નકરંડ શ્રાવકાચાર્યની ૨૬ મી ગાથામાં શ્રી
સમન્તભદ્રાચાર્યે કહ્યું છે કે–“न धर्मो धार्मिर्कैर्विना” એમાં બે પડખેથી
વાત કરી, એક તો જેને પોતાના નિર્મળ શુદ્ધ સ્વરૂપની અરુચિ છે તે
મિથ્યાદ્રષ્ટિ છે; અને બીજું–જેને ધર્મના સ્થાનો પ્રત્યે, ધર્મી જીવો પ્રત્યે
અરુચિ છે તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. તેનાથી વિરુદ્ધ બે પડખાં લઈએ તો
જેને ધર્મની રુચિ છે તેને આત્માની રુચિ છે, અને બીજામાં જ્યાં જ્યાં
ધર્મ જુએ છે ત્યાં ત્યાં તેને પ્રમોદ આવે છે. જેને ધર્મની રુચિ થઈ છે
તેને ધર્મ સ્વભાવી આત્માની રુચિ હોય જ અને ધર્માત્માઓની રુચિ
પણ હોય જ. અંતરમાં જેને ધર્મી જીવો પ્રત્યે કાંઈપણ અરુચિ થઈ તેને
ધર્મની અરુચિ છે. આત્માની તેને રુચિ નથી.
જેને આત્માનો ધર્મ રુચ્યો છે તેને જ્યાં જ્યાં ધર્મ જુએ ત્યાં
ત્યાં પ્રમોદ અને આદરભાવ આવ્યા વગર રહે નહિ. ધર્મ સ્વરૂપનું ભાન
થયા પછી હજી પોતે વીતરાગ થયો નથી એટલે પોતાને પોતાના ધર્મની
પૂર્ણતાની ભાવનાનો વિકલ્પ ઊઠે છે, અને વિકલ્પ પરનિમિત્ત માંગે જ,
એટલે પોતાના ધર્મની પ્રભાવનાનો વિકલ્પ ઉઠતાં જ્યાં જ્યાં ધર્મી
જીવોને જુએ છે ત્યાં ત્યાં તેને રુચિ, પ્રમોદ અને ઉત્સાહ આવે જ છે;
ખરેખર તો તેને પોતાના અંતરંગ ધર્મની પુર્ણતાની રુચિ છે. ધર્મનાયક
તીર્થંકર દેવાધિદેવ અને મુનિ–ધર્માત્માઓ, સદ્ગુરુ, સત્શાસ્ત્ર, સમકિતી
જ્ઞાનીઓ એ બધા ધર્માત્માઓ ધર્મનાં સ્થાનો છે, તેમના પ્રત્યે
ધર્માત્માને આદર–પ્રમોદભાવ ઊછળ્‌યા વગર રહેતો નથી; જેને
ધર્માત્માઓ પ્રત્યે અરુચિ છે તેને પોતાના ધર્મની અરુચિ છે, પોતાના
આત્મા ઉપર ક્રોધ છે.
જેનો ઉપયોગ ધર્મી જીવોને હીણા બતાવીને પોતાની મોટાઈ
લેવાના ભાવરૂપ થયો છે, ધર્મીનો વિરોધ કરીને જે મોટાઈ ઈચ્છે છે તે
પોતાના આત્મ કલ્યાણનો વેરી છે–મિથ્યાદ્રષ્ટિ છે. ધર્મ એટલે સ્વભાવ
અને તેનો ધારણ કરનાર ધર્મી એટલે આત્મા. જેને ધર્માત્માની અરુચિ
તેને ધર્મની અરુચિ, ધર્મની અરુચિ તેને આત્માની અરુચિ અને
આત્માની અરુચિ પુર્વકના જે ક્રોધ, માન, માયા, લોભ હોય તે
અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને
અનંતાનુબંધી લોભ હોય.... એટલે જે ધર્માત્માનો અનાદર કરે છે તે
અનંતાનુબંધી રાગદ્વેષવાળો છે અને તેનું ફળ અનંતસંસાર છે.
જેને ધર્મની રુચિ છે તેને પરિપુર્ણ સ્વભાવની રુચિ છે. તેને
બીજા ધર્માત્માઓ પ્રત્યે અણગમો કે અદેખાઈ ન હોય. પોતા પહેલાંં
બીજો કેવળજ્ઞાન પામીને સિદ્ધ થઈ જાય તો તેને ખેદ ન થાય પણ
અંતરથી પ્રમોદ જાગે, કે અહા! ધન્ય છે આ ધર્માત્માને! જે મારે
જોઈએ છે તે તેમણે પ્રગટ કર્યું છે, મને તેની રુચિ છે, આદર છે,
ભાવના છે. એમ બીજા જીવોના ધર્મની વૃદ્ધિ જોઈને ધર્માત્મા પોતાના
ધર્મની પુર્ણતાની ભાવના કરે છે એટલે તેને બીજા ધર્માત્માઓને જોઈને
હરખ આવે છે, ઉલ્લાસ આવે છે. અને એ રીતે ધર્મનો આદરભાવ
હોવાથી તે પોતાના ધર્મની વૃદ્ધિ કરીને પુર્ણ ધર્મ પ્રગટ કરી સિદ્ધ થઈ
જવાના..........!
આ સમયસારજીનું અધ્યયન,
મનન, સ્વાધ્યાય જીવનના છેલ્લા
શ્વાસોશ્વાસ સુધી કરવું યોગ્ય છે.
(૪–૮–૪૪)
સમયસારમાં પદે પદે પૂર્ણ
વસ્તુ બતાવી છે; આચાર્યને વિકલ્પ
ઊઠ્યો છે તે પૂર્ણનો, વાણીમાં પૂરું
છે, શબ્દમાં પૂરું આવ્યું છે,
આચાર્યની ભાવના પણ પૂર્ણની જ
છે, બધી રીતે સમયસારમાં પૂર્ણતા છે
અને.... વસ્તુ પણ પૂર્ણ જ છે ને!
સ્વભાવ પરિપૂર્ણ છે, પર્યાય પણ
પરિપૂર્ણતાના લક્ષે જ કાર્ય કરે છે
માટે પરિપૂર્ણ છે, વિકલ્પમાં પણ
પરિપૂર્ણ ગુણ આવે છે અને
આચાર્યદેવના કથનમાં પણ પરિપૂર્ણ
આવ્યું છે. આ તો સાક્ષાત્ તીર્થંકરની
વાણીમાંથી આવેલું છે તેથી બધી
રીતે પુર્ણ જ છે.
(૮–૮–૪૪)
આ તો દૈવી વાણી છે,
ભગવાનના શ્રીમુખેથી નીકળેલી
અને સંતો–મુનિઓએ ઝીલેલી દૈવી
વાણી છે, અપૂર્વ છે. અહો! આ
સમયસાર તો ભરતક્ષેત્રના ભગવાન
છે. આ સમયસાર તો દૈવી વાણી
અને દૈવી શાસ્ત્ર છે. ભરતક્ષેત્રની
અંદર અત્યારે આવું શાસ્ત્ર બીજું
કોઈ નથી. આ તો અદ્ભુત દૈવી
શાસ્ત્ર છે. શબ્દો ન સમજશો, આ તો
દૈવી મંત્રો છે.
(૧૦–૮–૪૪)
અહો! સમયસાર તો દૂઝણી
ભેંસ છે, કામધેનુ ગાય છે. અહોહો!
શું કહેવું ચૈતન્યનું નિધાન!! ! જેની
પાસે મોટા ચક્રવર્તીનું નિધાન પણ
સડેલાં તરણાં સમાન છે એવું પરિપૂર્ણ
ચૈતન્ય નિધાન એકેક આત્મા પાસે
અનાદિ અનંત પડ્યું છે.
(૧૫–૮–૪૪)
અહો! સમયસારની રચના!
કોઈ અલૌકિક રીતે આ મહાન શાસ્ત્ર