Atmadharma magazine - Ank 020
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 17

background image
વૈશાખ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૧૭ :
મહાન ઉપકારી પરમાગમ
શ્ર સમયસર.!
રચાયું છે. જેમ ભગવાનના શ્રીમુખેથી નીકળતા એકાક્ષરી દિવ્ય ધ્વનિમાં પૂરેપૂરું કથન આવે છે તેમ આ
શાસ્ત્રમાં આચાર્ય શ્રીકુંદકુંદ ભગવાને એકેક ગાથામાં–એકેક પદમાં પૂરેપૂરું આત્માનું સ્વરૂપ કહ્યું છે. ભગવાન
એક અક્ષરમાં પૂરું કહે છે, આચાર્યદેવ એક પદમાં પૂરું કહે છે.
(૮–૮–૪૪)
ત્રીજા કળશમાં ટીકાકાર આચાર્યદેવ સ્વભાવ તરફના જોરથી કહે છે કે આ સમયસારની વ્યાખ્યાના
ફળમાં મારી પરિપૂર્ણ નિર્મળ દશા પ્રગટ થાઓ! પરિપૂર્ણ જ લાવ. પરિપૂર્ણના જ ભણકાર આચાર્યને થઈ રહ્યા
છે. કોઈ કહે કે વર્તમાનમાં આ ટીકા કરવાનો વિકલ્પ વર્તે છે છતાં પરિપૂર્ણની માગણી કેમ કરે છે? તો તેને કહે
છે કે પહેલાંં તો પરિપૂર્ણ જ લાવ! વિકલ્પ વર્તે છે તેની વાત પછી! આમાં આચાર્યદેવ અપુર્ણ દશાના ભેદનો
નકાર કરે છે. વિકલ્પ છે પણ તેનું લક્ષ જ કોને છે? પરિપૂર્ણ સ્વભાવના જોરમાં વિકલ્પ ભાળે છે જ કોણ? એમ
પૂર્ણ સ્વભાવના અપ્રતિહત ભાવના જોરે આચાર્ય ઉપડ્યા છે. સમયસાર જેવા મહાન શાસ્ત્રની ટીકા કરતાં
આચાર્યદેવનું હૃદય હર્ષથી ઊછળી રહ્યું છે તેથી કહે છે કે–સ્વરૂપે તો ત્રિકાળ શુદ્ધ છું અને કેવળજ્ઞાન ન પ્રગટે
ત્યાંસુધી અવસ્થા નિરંતર–દરેક સમયે મલિન છે; પણ હવે... હવે? હવે આ સમયસારની ટીકા કરતાં મારી
અવસ્થા પણ વીતરાગ–પરમ વિશુદ્ધ થઈ જશે, એવી શ્રદ્ધાના જોર પૂર્વક આચાર્યદેવે ટીકા ઉપાડી છે.
(૯–૮–૪૪ ગાથા–૧)
અમૃતચંદ્રાચાર્યે પહેલી ગાથાની સંસ્કૃત ટીકામાં પ્રથમ જ શબ્દ ‘अथ’ મૂક્યો છે, તેનો અર્થ ‘હવે’ થાય
છે; તે મંગળિક છે. ‘હવે’ એટલે કે અનાદિથી આત્માને ઓળખ્યા વગર જે કર્યું તે છોડીને હવે આ સાધક દશા
શરૂ થાય છે. અનાદિની જે પરની–પુણ્ય–પાપની માંડી છે તેને બદલે હવે અમે સ્વભાવની વાત કરીએ છીએ.
અનાદિથી પરની માંડી હતી તે બસ થઈ, હવે તે છોડી દે! ચિદાનંદ ધુ્રવ સ્વભાવી છું એ હવે લાવ! અનાદિથી
આત્માને પરનો ઓશીયાળો માની બેઠો છો પણ હવે આત્માના સામર્થ્યને સંભાળ!
(૧૦–૮–૪૪)
સમયસાર શરૂ કરતાં મૂળ ગાથામાં જ આચાર્યદેવ કહે છે કે હું સિદ્ધ છું, તું સિદ્ધ છો તેની પહેલાંં હા પાડ
પછી અમે તને સમયસાર સંભળાવીએ. જે સાક્ષાત્ સિદ્ધ થઈ ગયા છે તે, જે વર્તમાન સાધક
છે તે, તથા જે
સિદ્ધપણાની હા પાડીને સાંભળવા
આવ્યો છે તે એ ત્રણેને સામાન્ય પણે લઈને આચાર્યદેવે સિદ્ધપણાની
સ્થાપના કરી છે; તેમાં ઉપાદાન–નિમિત્તનો મેળ રાખ્યો છે.
(૧૦–૮–૪૪ રાત્રિચર્ચા)
સમયસારની પહેલી ગાથામાં આચાર્યદેવ કહે છે કે અમે આ મોક્ષના માંડવા નાંખ્યા છે તેમાં, એક સિદ્ધને
નહિ પણ અનંતા સિદ્ધોને ઉતારીએ છીએ. લૌકિકમાં પણ છોકરાના લગ્ન વખતે સાથે મોટા શેઠિયાને લઈ જાય છે
કે જેથી સામાપક્ષવાળો ખૂટે તોપણ કન્યા પાછી ન ફરે! એમ અહીં આચાર્યદેવે અનંત સિદ્ધોને પહેલાંં આત્માના
આંગણે સ્થાપ્યા છે.
લગન એટલે જોડાણ કરવું. અમારા સ્વરૂપની ભક્તિ કરતાં, અંદર લગની (એકાગ્રતા) કરતાં અનંત
સિદ્ધોને ઉતાર્યા છે તેથી આ માંડવે મુક્તિરૂપી કન્યા પાછી નહિ ફરે. (‘અનંત સિદ્ધોને ઉતાર્યા છે’ એટલે કાંઈ
સિદ્ધ ભગવંતો ઉપરથી અહીં આવતા નથી પરંતુ આચાર્યદેવને સિદ્ધની વસ્તીમાં ભળી જવાની–સિદ્ધ થવાની
ભાવનાનું જોર છે એ બતાવ્યું છે. સિદ્ધ ભગવંતો અહીં આવતા નથી પણ આચાર્ય પોતે સિદ્ધદશામાં જવાની
ભાવના કરે છે.) મારા આંગણે–મારા આત્મામાં અનંતા સિદ્ધોને–સર્વ સિદ્ધોને સ્થાપું છું, હવે આ મોક્ષનો મેળો
ભેગો થયો અને મુક્તિરૂપી પરિણતિ પાછી ફરે એમ બને નહિ, મારી સિદ્ધ દશા પાછી ન જ ફરે. આ રીતે
આચાર્યદેવે સમયસારમાં અપ્રતિહત સાધકભાવ વર્ણવ્યો છે. એટલા જોરથી ઉપડ્યા છે કે સિદ્ધ દશા લીધે જ
છૂટકો! મુક્તિના માંડવે વચ્ચે કર્મ ખૂટે તો કહે, હાલ! હાલ! અનંતા સિદ્ધોને મારા–તમારા (સાંભળનારના)
આત્મામાં સ્થાપ્યા છે, હવે તેમાં રાગ સમાય તેમ નથી; એ રાગ તો તૂટયે જ છૂટકો. જેમ દસશેર સમાય તેવડા
તપેલામાં દસશેર સોનાનો પિંડલો સમાવી દેતાં અંદર જરાપણ પાણી રહી શકતું નથી તેમ અમારા આત્મામાં
અનંતા સિદ્ધોને સમાડયા હવે તેમાં જરાપણ