Atmadharma magazine - Ank 020
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 17

background image
: ૧૧૮ : આત્મધર્મ વૈશાખ : ૨૦૦૧
રાગ સમાય તેમ નથી. અહો! આચાર્યદેવે ગજબ મંગળિક કર્યું છે. પાત્ર થઈને જિજ્ઞાસાથી સાંભળે તો ચૈતન્ય
નિધાનના કબાટ ખૂલી જાય એવી અપુર્વ કથની છે.
આચાર્યદેવ કહે છે–મારો મુક્તિ–દશા સાથે લગ્નનો જલસો ચાલે છે તેમાં હું અનંતા સિદ્ધોને આમંત્રું છું,
અનંતા સિદ્ધોને મારા આત્મામાં સ્થાપું છું, અનંતા સિદ્ધોને મારી એક પર્યાયમાં સમાવી દઊં છું એટલે કે મારી
એક પુરી પર્યાયમાં અનંતા સિદ્ધોને જાણવાનું સામર્થ્ય છે તેને વર્તમાન જાણું છું–એ પર્યાયમાં, સિદ્ધદશા પ્રગટ્યા
પહેલાંં, સિદ્ધ સ્વરૂપની પ્રતીત કરવાની તાકાત છે. હું સિદ્ધ અને તું પણ સિદ્ધ... હા જ પાડી દે. શ્રીકુંદકુંદ
ભગવંતના પ્રથમ પદ ‘वंदित्तु सव्व सिद्धे’ એમાંથી આચાર્યદેવે આ ગજબ ટીકા કાઢી છે.
જગત આ જડ શરીર સાથે લગન કરે છે, સમયસારમાં આચાર્યદેવે આત્માની શુદ્ધ પરિણતિ સાથે લગન
માંડયા છે. શરીર તો મડદું છે, મડદાં સાથે શણગાર! મડદાં સાથે લગન! વાહ!! ચૈતન્ય નિધાન અંદર પડ્યા છે
તેને ભૂલીને આ જડ શરીર ઉપર–મડદાં ઉપર મોહી પડ્યો છો! અહો! આવો ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા
અંદર પડ્યો છે તેને મૂકીને આ શરીરનું શું થશે તેની ચિંતા કરે છે, પણ ભાઈ! અંદર આનંદકંદ અનંત ગુણનાં
નિધાન લઈને તું પડ્યો છો તેની સંભાળ કરને! માથાની બાબરીની કેવી સંભાળ કરે છે? ? ? એ બાબરીમાં
મોહી પડ્યો, પણ ભાઈ! એ બાબરી તારી બળી જવાની છે! ચૈતન્ય આનંદ કંદ પડ્યો છે તે શાશ્વત ધુ્રવ
અવિનાશી વસ્તુ છે, પ... ણ... તેના ભાન વગર પર ફંદમાં આનંદકંદ મૂંઝાઈ રહ્યો છે!
(૧૧–૮–૪૪)
वंदित्तु सव्व सिद्धे’ તેમાં સર્વ સિદ્ધ કહેવામાં વિશાળતા બતાવી છે કે અનંતા સિદ્ધને તારી એક
અવસ્થામાં સમાડવાની (એક સમયમાં જાણવાની) તાકાતવાળો તું છો. તારા આત્મામાં અનંતા સિદ્ધને સ્થાપ્યા
ને હવે તારે સ્વરૂપની બહાર પરભાવમાં જવું કેમ પાલવે? આચાર્યદેવ સમયસારની મહા મંગળ શરૂઆત કરતાં
એમ કહેવા માગે છે કે હવે હું અનંતા સિદ્ધની વસ્તીમાં ભળવા માગું છું અર્થાત્ હું સિદ્ધ થવા માગું છું. સિદ્ધ થઈ
ગયા તે, હું–સંયમી મુનિ અને સમયસાર સાંભળવા આવનાર જિજ્ઞાસુ (એટલે કે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય)
એ ત્રણેમાં આચાર્યદેવે ભેદ પાડયો નથી.
(૨૭–૮–૪૪)
સમયસાર સાંભળવાને લાયક શિષ્ય કેવો છે? સંસારથી ભયભીત છે, મોક્ષનો કામી છે, વિનયથી સદ્ગુરુને
અર્પાયેલ અને શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણવની ભાવનાવાળો છે. આચાર્યદેવે એટલું તો સ્વીકારી જ લીધું છે કે–આ
પરમ સમયસાર સાંભળવા આવનાર ભવ્ય જીવ (૧) સાચાં દેવ–ગુરુ–શાસ્ત્રને બાહ્ય લક્ષણો વડે યથાર્થ ઓળખે છે
(૨) કુદેવાદિને માનતો નથી. (૩) સંસાર તરફના અશુભ રાગ કરતાં સાચાં દેવ–ગુરુ–ધર્મ–શાસ્ત્ર પ્રત્યેનો
શુભરાગ વધારે છે (૪) શિષ્ય તદ્ન લાયક છે, હા જ પાડે એવો છે એટલે કે જે કહેવાનો આશય છે તે બરાબર
પકડી લ્યે એવો છે. આવી જેનામાં લાયકાત છે એવા શિષ્યને આચાર્યદેવ આ સમયસારમાં ઉપદેશ કરે છે.
ગુજરાતી અનુવાદક ભાઈ શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ આ સમયસારજીના ઉપોદ્ઘાતમાં
લખે છે કે–
શ્રી સમયસાર અલૌકિક શાસ્ત્ર છે. આચાર્ય ભગવાને આ જગતના જીવો પર પરમ કરુણા કરીને આ
શાસ્ત્ર રચ્યું છે. તેમાં મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ છે તેમ કહેવામાં આવ્યું છે. અનંતકાળથી પરિભ્રમણ કરતા
જીવોને જે કાંઈ સમજવું બાકી રહી ગયું છે તે આ પરમાગમમાં સમજાવ્યું છે. પરમ કૃપાળુ આચાર્ય ભગવાન આ
શાસ્ત્ર શરૂ કરતાં પોતે જ કહે છે કે:– ‘કામભોગબંધની કથા બધાએ સાંભળી છે, પરિચય કર્યો છે, અનુભવી છે
પણ પરથી જુદા એકત્વની પ્રાપ્તિ જ કેવળ દુર્લભ છે. તે એકત્વની–પરથી ભિન્ન આત્માની–વાત હું આ શાસ્ત્રમાં
સમસ્ત નિજ વિભવથી (આગમ, યુક્તિ, પરંપરા અને અનુભવથી) કહીશ.’ આ પ્રતિજ્ઞા પ્રમાણે આચાર્યદેવ આ
શાસ્ત્રમાં આત્માનું એકત્વ–પર દ્રવ્યથી અને પરભાવોથી ભિન્નતા–સમજાવે છે. × × × × × ×... એ પ્રશ્ન થાય છે
કે આવું સમ્યગ્દર્શન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય અર્થાત્ રાગ ને આત્માની ભિન્નતા કઈ રીતે અનુભવાંશે
સમજાય? આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે, પ્રજ્ઞારૂપી છીણીથી છેદતાં તે બન્ને જુદાં પડી જાય છે, અર્થાત્
જ્ઞાનથી જ–વસ્તુના યથાર્થ સ્વરૂપની ઓળખાણથી જ–, અનાદિકાળથી રાગ–દ્વેષ સાથે એકાકારરૂપે પરિણમતો
આત્મા ભિન્નપણે પરિણમવા લાગે છે; આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે દરેક જીવે વસ્તુના યથાર્થ