Atmadharma magazine - Ank 020
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 17

background image
વૈશાખ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૧૯ :
યથાર્થ આત્મ સ્વરૂપની ઓળખાણ કરાવવી તે આ શાસ્ત્રનો મુખ્ય ઉદેશ છે. × × × × ખરેખર આ
કાળે આ શાસ્ત્ર મુમુક્ષુ ભવ્યજીવોનો પરમ આધાર છે. આવા દુષમ કાળમાં પણ આવું અદ્ભુત અનન્ય–
શરણભૂત શાસ્ત્ર–તીર્થંકરદેવના મુખમાંથી નીકળેલું અમૃત–વિદ્યમાન છે તે આપણું મહા સદ્ભાગ્ય છે. નિશ્ચય–
વ્યવહારની સંધિપુર્વક યથાર્થ મોક્ષમાર્ગની આવી સંકલનાબદ્ધ પ્રરૂપણા બીજા કોઈ પણ ગ્રંથમાં નથી.
પરમ પૂજ્ય સદ્ગુરુદેવના શબ્દોમાં કહું તો–
‘આ સમયસાર શાસ્ત્ર આગમોનું પણ આગમ છે; લાખો શાસ્ત્રોનો નિચોડ એમાં રહેલો છે;
જૈનશાસનનો એ સ્થંભ છે; સાધકની એ કામધેનુ છે, કલ્પવૃક્ષ છે. ચૌદ પુર્વનું રહસ્ય એમાં સમાયેલું છે. એની
દરેક ગાથા છઠ્ઠા–સાતમાં ગુણ–સ્થાને ઝુલતા મહા મુનિના આત્મ–અનુભવમાંથી નીકળેલી છે. આ શાસ્ત્રના કર્તા
ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા
અને ત્યાં તેઓ અઠવાડિયું રહ્યા હતાં એ વાત યથાતથ્ય છે, અક્ષરશઃસત્ય છે, પ્રમાણ સિદ્ધ છે, તેમાં લેશમાત્ર
શંકાને સ્થાન નથી. તે પરમ ઉપકારી આચાર્ય ભગવાને રચેલા આ સમયસારમાં તીર્થંકરદેવની નિરક્ષરી “કાર
ધ્વનિમાંથી નીકળેલો જ ઉપદેશ છે.’
× × શાસન માન્ય ભગવાન કુંદકુંદાચાર્ય દેવે આ કળિકાળમાં જગદ્ગુરુ તીર્થંકર દેવ જેવું કામ કર્યું છે અને શ્રી
અમૃતચંદ્રાચાર્યદેવે, જાણે કે તેઓ કુંદકુંદ ભગવાનના હૃદયમાં પેસી ગયા હોય તે રીતે તેમના ગંભીર આશયોને
યથાર્થપણે વ્યક્ત કરીને, તેમના ગણધર જેવું કામ કર્યું છે. આ ટીકામાં આવતાં કાવ્યો (કળશો) અધ્યાત્મરસથી
અને આત્માનુભવની મસ્તીથી ભરપુર છે.
આ (સમયસારનું ગુજરાતી) અનુવાદ કરવાનું મહા ભાગ્ય મને પ્રાપ્ત થયું તે મને અતિ હર્ષનું કારણ છે.
××× ××× આ અનુવાદ ભવ્ય જીવોને જિનદેવે પ્રરૂપેલો આત્મ શાન્તિનો યથાર્થ માર્ગ બતાવો, એ મારી
અંતરની ભાવના છે. શ્રી અમૃત–ચંદ્રાચાર્યદેવના શબ્દોમાં ‘આ શાસ્ત્ર આનંદમય વિજ્ઞાનઘન આત્માને પ્રત્યક્ષ
દેખાડનારું અદ્વિતીય જગતચક્ષુ છે.’ જે કોઈ તેના પરમગંભીર અને સૂક્ષ્મ ભાવોને હૃદયગત કરશે તેને તે
જગતચક્ષુ આત્માનું પ્રત્યક્ષ દર્શન કરાવશે. જ્યાં સુધી તે ભાવો યથાર્થ રીતે હૃદયગત ન થાય ત્યાં સુધી રાત
દિવસ તે જ મંથન, તે જ પુરુષાર્થ કર્તવ્ય છે.” (જુઓ ગુજરાતી સમયસારનો ઉપોદ્ઘાત.)
સમયસારજીમાં હસ્તાક્ષર આપતાં પુજ્ય ગુરુદેવશ્રી લખે છે કે–“સમયપ્રાભૃત એટલે સમયસારરૂપી
ભેટણું. જેમ રાજાને મળવા ભેટણું આપવું પડે છે તેમ પોતાની પરમ ઉત્કૃષ્ટ આત્મદશા સ્વરૂપ પરમાત્મદશા
પ્રગટ કરવા સમયસાર જે સમ્યગ્દર્શન–જ્ઞાનચારિત્ર સ્વરૂપ આત્મા તેની પરિણતિરૂપ ભેટણું આપ્યે પરમાત્મદશા
સિદ્ધદશા–પ્રગટ થાય છે.
આ શબ્દ બ્રહ્મરૂપ પરમાગમથી દર્શાવેલા એકત્વ વિભક્ત આત્માને પ્રમાણ કરજો, હા જ પાડજો, કલ્પના
કરશો નહિ. આનું બહુમાન કરનાર પણ મહા ભાગ્યશાળી છે.’
[જુઓ સમયસારમાં હસ્તાક્ષર]
સમયસારના ૨૭૮ મા કળશના ભાવાર્થમાં કહ્યું છે કે “... કારણકે તેને વાંચવા તથા સાંભળવાથી
પારમાર્થિક આત્માનું સ્વરૂપ જણાય છે, તેનું શ્રદ્ધાન તથા આચરણ થાય છે, મિથ્યાજ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ
દૂર થાય છે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મુમુક્ષુઓએ આનો નિરંતર અભ્યાસ કરવા યોગ્ય છે.”
આવું મહાન પરમાગમ શાસ્ત્ર શ્રી સમયસારજી ભવ્ય જીવોના મહાન ભાગ્યે પ્રકાશમાં આવ્યું છે અને
તેથી પણ વિશેષ મહાન ભાગ્યે આ પરમાગમ શાસ્ત્રના ઊંડા ઊંડા રહસ્યને પરમ કૃપાળુ શ્રી સદ્ગુરુદેવ તદ્ન
સહેલી ભાષામાં સમજાવી રહ્યા છે. અને હજારો મુમુક્ષુઓ આ પરમાગમમાં દર્શાવેલા ભાવો સમજવા તેઓશ્રીની
અમૃતમય વાણીનો લાભ લઈ રહ્યા છે–આ બધું શાસનની ઉન્નત્તિ પૂરવાર કરે છે...
જયવંત વર્તો પરમાગમ શ્રી સમયસાર અને તેને સમજાવનાર શ્રી સદ્ગુરુદેવ!
અહો! સમયસારની રચના! એકેક ગાથાએ–ગાથાએ નિશ્ચય–વ્યવહારની અદ્ભુત રીતે જુદા જુદા પ્રકારે
સંધિ પૂર્વક ગુંથણી કરી છે. ગાથાએ ગાથાએ જુદા જુદા પ્રકારે વ્યવહાર બતાવીને પછી ગૂલાંટ મારીને એક
નિશ્ચયમાં લાવી મુકે છે કે આ જે વ્યવહાર બતાવ્યો તે તું નહિ, એકરૂપ જ્ઞાયક સ્વરૂપ તે તું. આ રીતે આખા
સમયસારમાં નિશ્ચય–વ્યવહારની અલૌકિક સંધિ રહેલી છે. અનેક ભવ્યજીવો પર આ પરમાગમ શાસ્ત્રનો પરમ
ઉપકાર વર્તે છે, સત્સમાગમ દ્વારા આ પરમાગમ શાસ્ત્રનો નિરંતર અભ્યાસ પોતાના હિતેચ્છુ મુમુક્ષુ જીવોએ
કરવા યોગ્ય છે.