: ૧૪૨ : આત્મધર્મ જેઠ : ૨૦૦૧
શ્રી સનાતન જૈન શિક્ષણ વર્ગ
સનગઢ
પરીક્ષા
તા. ૩૦ – પ – ૧૯૪પ
સમય: સવરન ૯ – ૩૦ થ ૧
સુવર્ણપુરીમાં દર વર્ષે
ઉનાળાની રજા દરમિયાન જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી
એક શિક્ષણ વર્ગ ખોલવામાં
આવે છે અને તેમાં જૈન
દર્શનના સિદ્ધાંતોનું શિક્ષણ
આપવામાં આવે છે. આ વર્ષે
ખોલવામાં આવેલા વર્ગમાં
૧પ૦ વિદ્યાર્થીઓ દાખલ થયા
હતા. તેમને શ્રી જૈન સિદ્ધાંત
પ્રવેશિકા અધ્યાય–૨, છહ ઢાળા
તથા આત્મસિદ્ધિશાસ્ત્ર
શીખવવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓનો સમજવાનો પ્રેમ
અને ઉત્સાહ, શિક્ષકોની
સમજાવવાની શૈલી, અને પૂજ્ય
ગુરુદેવશ્રી તરફથી વારંવાર
મળતી ઉત્સાહવર્ધક
પ્રેરણાઓથી અભ્યાસક્રમ ઘણી
જ સુંદર રીતે ચાલ્યો હતો. વર્ગ
પૂરો થતાં પરીક્ષા લેવામાં આવી
હતી–તેમાં પૂછાયેલ પ્રશ્ન–પત્ર
બાજુમાં દર્શાવ્યા મુજબ હતું...
ગમે તે ત્રણ પ્રશ્નોના જવાબ લખો.
૧. (ક) સંસારવૃક્ષનું મૂળિયું શું છે અને તે મૂળને છેદવા મુમુક્ષુએ શું કરવું
તે સ્પષ્ટ રીતે સમજાવો. ૯
(ખ) ધર્મ કરવો કોને સહેલો પડે–ધનવાનને કે નિર્ધનને? શા માટે? ૩
(ગ) શ્રી સમયસારનો કોઈ કળશ અર્થ સાથે લખો. ૪
૨. (ક) નીચેના પદાર્થોમાંથી દ્રવ્યો, ગુણોને પર્યાયો ઓળખી કાઢો. ૧૬
(૧) કેવળજ્ઞાન, (૨) ગળપણ, (૩) નિશ્ચયકાળ, (૪) અરૂપીપણું,
(પ) તાવ, (૬) તાવ ઉપર દ્વેષ, (૭) સમુદ્ઘાત, (૮) ગતિહેતુત્વ.
(ખ) ઉપરના આઠ પદાર્થોમાં જે દ્રવ્યો હોય તેમનાં મુખ્ય લક્ષણ કહો.
(ગ) ઉપરના પદાર્થોમાં જે ગુણ હોય તે કયા દ્રવ્યોના છે તે લખો.
(ઘ) ઉપરના પદાર્થોમાં જે પર્યાયો હોય તે કયા ગુણોની છે તે જણાવો.
૩. (ક) નિશ્ચયચારિત્ર એટલે શું? ચારિત્રને ‘વેળુના કોળિયા’ જેવું કેમ
કહેવામાં આવે છે? ૩
(ખ) જઘન્ય, મધ્ય ને ઉત્તમ અંતરાત્મા કોને ગણવામાં આવે છે? ૪
મહાકષ્ટથી વેળુના કોળિયા જેવું ચારિત્ર પાળનાર પંચમહાવ્રતધારી
મુનિ અંતરાત્માના ત્રણ ભેદોમાંથી કયા ભેદમાં સમાય?
(ગ) આઠ કર્મના નામ લખો. જ્ઞાનાવરણીય કર્મ આત્મા પર જોર
કરીને તેના જ્ઞાનને રોકે છે કે નહિ તે સમજાવો. ૪
(ઘ) ત્રીંદ્રિય જીવોને કયા કયા દ્રવ્યપ્રાણ હોય? નવ દ્રવ્યપ્રાણ કયા
જીવને હોય? કયા જીવને એક્કે દ્રવ્યપ્રાણ ન હોય? ૩
(ડ) નિકલ પરમાત્મા કોને કહેવામાં આવે છે? તેમને કોઈ પરદ્રવ્યનો
સંગ નહિ હોવા છતાં સુખ કેમ હોય? ૩
સંબંધી શી ભૂલો થાય છે તે દાખલાઓ આપી સ્પષ્ટ કરો. પ
(ખ) કેટલાં દ્રવ્યો અનાદિ અનંત છે? કયા ગુણને લીધે? જીવના
અનુજીવી વિશેષ ગુણોમાંથી પાંચનાં નામ લખો. ૪
(ગ) આંખથી શ્રી સીમંધર ભગવાનનાં દર્શન કરવાં તે દર્શનચેતનાનો
વ્યાપાર છે કે જ્ઞાનચેતનાનો? દર્શનચેતનાના ચાર ભેદોમાંથી અથવા
જ્ઞાનચેતનાના પાંચ ભેદોમાંથી ક્યો ભેદ તે વખતે વર્તે છે? ૪
(ઘ) ‘અનેકાન્ત’ સમજાવવા બે દાખલા આપો. ૪
આત્મા કોઈ પણ પુદ્ગલને ન હલાવી શકે એમ માનવાથી એકાંત થઈ
જાય છે; આત્મા સૂક્ષ્મ પુદ્ગલને–પરમાણુને–ન હલાવી શકે, પરંતુ સ્થૂલ–
પુદ્ગલરૂપ ડુંગરાઓને તો ખોદી શકે એમ માનવું તે અનેકાન્તની સાચી
માન્યતા છે’ આ કથન ખરું છે કે નહિ તે સમજાવો.