ATMADHARMA With the permisson of the Baroda Govt. Regd. No. B.4787
order No. 30-24 Date 31-10-44
શ્રી ઉમા સ્વામી વિચરીત મોક્ષશાસ્ત્ર (સટીક) ની
ગુજરાતી ટીકાનું મંગળાચરણ
[જે મંગળ ગ્રંથની મુમુક્ષુઓને સ્વાધ્યાય માટે અત્યંત આવશ્ય•તા છે તે ગ્રંથની ગુજરાતી ટીકા માનનીય
મુરબ્બી શ્રી રામજીભાઈએ તૈયાર કરેલ છે, જે ગુજરાતી સમજી શકતા ભાઈ બહેનોના મહદ્ સૌભાગ્યનું
કારણ છે. મોક્ષશાસ્ત્રની ગુજરાતી ટીકાનું છાપકામ શરુ કરતાં પહેલાં તેના મંગળાચરણ રુપે આપેલી આ
ગ્રંથની મહત્તા અહિં રજુ કરવામાં આવે છે. - પ્રકાશક]
मोक्षमार्गस्य नेतारं भेतारं कर्म भ्तू भृताम्।
ज्ञातारं विश्व तत्त्वानां वन्दे तद्गुण ल धये।।
અર્થઃ- મોક્ષમાર્ગના પ્રવર્તાવનાર અર્થાત્
ચલાવનાર, કર્મરુપી પર્વતોના ભેદનાર અર્થાત્ નાશ
કરનાર, વિશ્વના અર્થાત્ બધા તત્ત્વોના જાણનાર-તેને તે
ગુણોની પ્રાપ્તિ માટે હું પ્રણામ કરું છું-વંદન કરું છું.
ટીકા
(૧) આ શાસ્ત્ર શરુ કરતાં પહેલાં આ શાસ્ત્રનો
વિષય શું છે તે ટૂંકામાં જણાવવાની જરુર છે.
(૨) આચાર્ય ભગવાને આ શાસ્ત્રનું નામ
‘મોક્ષશાસ્ત્ર’ અથવા ‘તત્ત્વાર્થસૂત્ર’ રાખ્યું છે; જગતના
જીવો અનંત પ્રકારના દુઃખો ભોગવી રહ્યા છે, તે દુઃખોથી
હંમેશને માટે મુ•ત થવા એટલે કે અવિનાશી સુખ
મેળવવા તેઓ અહર્નિશ ઉપાયો કરી રહ્યા છે; પણ
તેઓના તે ઉપાયો ખોટા હોવાથી જીવોને દુઃખ મટતું
નથી, એક કે બીજા પ્રકારે દુઃખ ચાલ્યા જ કરે છે. દુઃખોની
પરંપરાથી જીવો શી રીતે મુ•ત થાય તેનો ઉપાય અને તેનું
વીતરાગી વિજ્ઞાન આ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યાં છે
તેથી તેનું નામ ‘મોક્ષશાસ્ત્ર’ રાખવામાં આવ્યું છે.
મૂળભૂત ભૂલ વિના દુઃખ હોય નહિ અને તે ભૂલ ટળતાં
સુખ થયા વગર રહે જ નહિ એવો અબાધિત સિદ્ધાંત છે.
વસ્તુનું સાચું સ્વરુપ સમજ્યા વિના એ ભૂલ ટળે નહિ;
તેથી વસ્તુનું સાચું સ્વરુપ આ શાસ્ત્રમાં સમજાવવામાં
આવ્યું હોવાથી તેનું નામ ‘તત્ત્વાર્થ સૂત્ર’ પણ આપવામાં
આવ્યું છે.
(૩) વસ્તુના સાચા સ્વરુપ સંબંધી જીવને જો ખોટી
માન્યતા [wrong belief] ન હોય તો જ્ઞાનમાં ભૂલ થાય
નહિ. જ્યાં માન્યતા સાચી હોય ત્યાં જ્ઞાન સાચું જ હોય.
સાચી માન્યતા અને સાચા જ્ઞાન પૂર્વક થતા સાચા વર્તન
દ્વારા જ જીવો દુઃખથી મુ•ત થઈ શકે એ સિદ્ધાંત આચાર્ય
ભગવાને આ શાસ્ત્રની શરુઆત કરતાં પહેલા અધ્યાયના
પહેલા જ સૂત્રમાં જણાવ્યો છે.
(૪) ‘પોતે કોણ છે’ તે સંબંધી જગતના જીવોની
મહાન ભૂલ ચાલી આવે છે. ઘણા જીવો શરીરને પોતાનું
સ્વરુપ માને છે, તેથી શરીરની સંભાળ રાખવા તેઓ
સતત્ પ્રયત્ન અનેક પ્રકારે કર્યા કરે છે. શરીરને જીવ
પોતાનું માને છે તેથી શરીરની સગવડ જે ચેતન કે જડ
પદાર્થો તરફથી મળે છે એમ તે માને તે તરફ તેને રાગ
થાય જ; અને જે ચેતન કે જડ પદાર્થો તરફથી અગવડ
મળે છે એમ તે માને તે તરફ તેને દ્વેષ થાય જ. જીવની
આ માન્યતાથી જીવને આકૂળતા રહ્યા જ કરે છે.
(૫) જીવની આ મહાન ભૂલને શાસ્ત્રમાં
‘મિથ્યાદર્શન’ કહેવામાં આવે છે; જ્યાં મિથ્યા માન્યતા
હોય ત્યાં જ્ઞાન અને ચારિત્ર પણ મિથ્યા હોય જ; તેથી
મિથ્યાદર્શનરુપ મહાન ભૂલને મહા પાપ પણ કહેવામાં
આવે છે. મિથ્યાદર્શન એ મહાન ભૂલ છે અને તે સર્વ
દુઃખનું મહાબળવાન મૂળિયું છે, એવું જીવોને લક્ષ નહિ
હોવાથી તે લક્ષ કરાવવા અને તે ભૂલ ટાળી જીવો
અવિનાશી સુખ તરફ પગલાં માંડે તે હેતુથી આચાર્ય
ભગવાને આ શાસ્ત્રમાં પહેલો જ શબ્દ ‘સમ્યગ્દર્શન’
વાપર્યો છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં જ તે જ સમયે જ્ઞાન
સાચું થાય છે તેથી બીજો શબ્દ ‘સમ્યગ્જ્ઞાન’ વાપર્યો છે;
અને સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક જ સમ્યક્ચારિત્ર હોય શકે
તેથી ‘સમ્યક્ચારિત્ર’ એ શબ્દ ત્રીજો મૂકયો છે. એ પ્રમાણે
ત્રણ શબ્દો વપરાતાં ‘સાચું સુખ મેળવવાના રસ્તા ત્રણ
છે’ એમ જીવો ન માની બેસે માટે એ ત્રણેની એ•તા એ
જ મોક્ષમાર્ગ છે એમ પહેલાં જ સૂત્રમાં જણાવી દીધું છે.
(અનુસંધાન પાના નં.૧૫૧ પર જુઓ)