Atmadharma magazine - Ank 021a
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 9

background image
ઃ ૧૫૧ઃ આત્મધર્મ વધારો -૨૧-A શ્રુત પંચમીઃ ૨૦૦૧
જતું, પણ સ્વાધીન સ્વભાવથી જ જ્ઞાન થાય છે
એમ પ્રતીત થતાં જ્ઞાનને •યાંય અટકવાપણું ન રહ્યું.
‘બહુ સરસ સમજાવ્યું છે’ - ‘બહુ જ સરસ છે.’
મારા જ્ઞાનમાં પરનું અવલંબન કે નિમિત્ત નહિ
એટલે કેવળજ્ઞાન વર્તમાન પ્રત્યક્ષ જ છે એમ સામાન્ય
સ્વભાવના કારણે જે જ્ઞાન પરિણમે તે જ્ઞાનધારાને
તોડનાર કોઈ છે જ નહિ, એટલે કે સ્વશ્રયે જે જ્ઞાન
પ્રગટયું છે તે કેવળજ્ઞાનનો જ પોકાર લેતું પ્રગટયું છે-
અલ્પકાળમાં તે જ્ઞાન કેવળજ્ઞાન લેવાનું જ છે. જ્ઞાનના
અવલંબને જ્ઞાન કાર્ય કરે છે આવી પ્રતીતમાં આખું
કેવળજ્ઞાન સમાય છે.
પહેલાં જ્ઞાનની અવસ્થા ઓછી હતી અને
પછી વાણી સાંભળી ત્યારે જ્ઞાન વધ્યું તે વાણી
સાંભળવાથી વધ્યું છે એમ નથી; પણ જ્ઞાનની અવસ્થા
વધી ત્યાં સામાન્ય સ્વભાવી જ્ઞાન જ પોતાના
પુરુષાર્થથી કષાય ઘટાડી વિશેષરુપે થયું છે, એટલે
પોતાના કારણે જ જ્ઞાન થયું છે. આવી પ્રતીત થતાં
સ્વતંત્ર જ્ઞાનસ્વભાવના જોરે પૂર્ણ જ્ઞાનનો પુરુષાર્થ જ
કરવાનો રહ્યો. જ્ઞાનીઓને સ્વતંત્ર જ્ઞાન સ્વભાવની
પ્રતીતના જોરે, વર્તમાન • ણી દશામાં પણ કેવળજ્ઞાન
પ્રત્યક્ષ છે, કેવળજ્ઞાન પ્રતીતમાં આવી ગયું છે.
અજ્ઞાનીને સ્વતંત્ર જ્ઞાન સ્વભાવની પ્રતીત નહિ
હોવાથી, પૂરી અવસ્થા કેવી હોય તેનું જ્ઞાન થતું નથી
અને પૂરી શિ•તની પ્રતીત આવતી નથી. નિમિત્તો
અનેક પ્રકારના બદલતાં જાય છે અને નિમિત્તનું તેણે
અવલંબન માન્યું છે એટલે નિમિત્તનું લક્ષ તેને રહ્યા
કરે છે અને સ્વતંત્ર જ્ઞાનના પ્રત્યક્ષપણાની શ્રદ્ધા તેને
બેસતી નથી. ‘મારું વર્તમાન જ્ઞાન મારાથી થાય છે,
મારી શિ•ત પૂર્ણ છે અને એ પૂર્ણ શિ•ત
ા આશ્રયે
પુરુષાર્થથી પૂર્ણજ્ઞાન પ્રગટે છે’ એમ જ્ઞાનીને પ્રતીત છે.
જે જ્ઞાનના અંશે જ્ઞાનસ્વભાવની પ્રતીત કરી તે જ્ઞાન
કેવળજ્ઞાનને પ્રત્યક્ષ કરતું જ પ્રગટયું છે- એટલે વચ્ચે
જે બાકી છે-ભેદ પડે છે-તે ટળીને જ્ઞાન પૂર્ણ જ થવાનું
છે. આ રીતે સામાન્ય જ્ઞાન સ્વભાવની પ્રતીત કરતાં
પૂર્ણને લક્ષમાં લેતું જે વિશેષ જ્ઞાન પ્રગટયું તે વચલા
ભેદને [મતિ અને કેવળજ્ઞાન વચ્ચેના ભેદને] • ડાડી
દેતું, પૂર્ણ સાથે જ અભેદપણું કરતું પ્રગટયું છે. વચમાં
એકે ભવ જ નથી. અવતાર પણ કોને છે, વર્તમાનમાં
કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે એવા જોરમાં, વચ્ચે એકાદ ભવ
છે તેનો આચાર્યે નકાર કર્યો છે; આચાર્યદેવને
અત્રુટપણે કેવળજ્ઞાનની જ વાત કરી છે.
આ વાત જેને
બેસે તેને ભવ હોય જ નહિ...
(અનુસંધાન પાના નં.૧૫૨થી)
(૬) જીવને સાચું સુખ જોઈતું
હોય તો પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ
કરવું જ જોઈએ;
જગતમાં કયા
કયા પદાર્થો છે, તેનું સ્વરુપ શું
છે, તેનાં કાર્ય-ક્ષેત્ર શું છે, જીવ શું
છે, જીવ કેમ દુઃખી થાય છે-તેની
યથાર્થ સમજણ હોય તો જ
સમ્યગ્દર્શન પ્રગટ થાય; તેથી
સાત તત્ત્વો દ્વારા આચાર્ય
ભગવાને વસ્તુસ્વરુપ દશ
અધ્યાયોમાં જણાવ્યું છે.
(૭) આ શાસ્ત્રના દસ
અધ્યાયોમાં નીચેના વિષયો
લેવામાં આવ્યા છેઃ-
૧- મોક્ષનો ઉપાય અને જીવના
જ્ઞાનની અવસ્થાઓ;
૨- જીવના ભાવો, લક્ષણ અને
જીવનો શરીર સાથેનો સંબંધ;
૩-૪- વિકારી જીવને રહેવાનાં
ક્ષેત્રો, એ પહેલા ચાર અધ્યાયોમાં
બતાવી પ્રથમ
જીવ તત્ત્વનું વર્ણન
કરવામાં આવ્યું છે.
૫-આ અધ્યાયમાં બીજા
અજીવ
તત્ત્વનું વર્ણન કરવામાં આવ્યું છે.
૬-૭-આ અધ્યાયોમાં જીવના
નવા વિકાર ભાવો (આસ્ત્રવો)
તથા તેનું નિમિત્ત પામીને જીવને
સૂક્ષ્મ જડ કર્મ સાથે થતો સંબંધ
જણાવ્યો છે; એ રીતે ત્રીજા
આસ્ત્રવ તત્ત્વનું વર્ણન કર્યું છે.
૮-આ અધ્યાયમાં જીવને જડ કર્મ
સાથે કેવા પ્રકારે બંધ થાય છે અને
તે જડ કર્મ કેટલો વખત જીવ સાથે
રહે છે તે જણાવ્યું છે; એ રીતે
ચોથા
બંધ તત્ત્વનું આ અધ્યાયમાં
વર્ણન કર્યું છે.
૯-આ અધ્યાયયમાં જીવને
અનાદિથી નહિ થયેલ ધર્મની
શરુઆત સંવરથી થાય છે,
જીવની આ અવસ્થા થતાં તેને
સાચા સુખની શરુઆત થાય છે
અને ક્રમેક્રમે શુદ્ધિ વધતાં વિકાર
ટળે છે તેથી નિર્જરા એટલે કે
જડકર્મ સાથેના બંધનો અંશે
અંશે અભાવ થાય છે-એ જણાવ્યું
છે; એ રીતે પાંચમું અને છઠું
એટલે
સંવર અને નિર્જરાતત્વ
નવમા અધ્યાયમાં જણાવ્યાં છે.
૧૦-આ અધ્યાયમાં જીવની
શુદ્ધિની પૂર્ણતા, સ્રવ દુઃખોથી
અવિનાશી મુિ•ત અને સંપૂર્ણ
પવિત્રતા તે મોક્ષ તત્ત્વ હોવાથી
આચાર્ય ભગવાને સાતમું
મોક્ષતત્ત્વ આ અધ્યાયમાં
જણાવ્યું છે.
ઃ મુદ્રક-પ્રકાશકઃ
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા તારીખ ૧૮-૬-૪૫