Atmadharma magazine - Ank 021a
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 9

background image
ઃ ૧૫૦ઃ આત્મધર્મ વધારો -૨૧-A શ્રુત પંચમીઃ ૨૦૦૧
આખું કેવળજ્ઞાન પ્રત્યક્ષ લક્ષમાં આવ્યા વગર નક્કી થઈ
શકે નહિ. કોઈ કહે કે જ્ઞાનના નહિ ઉઘડેલા બીજા
અંશો તો હજી બાકી છે ને ? તો તેનો ખુલાસો-અહિં
આખા-અવયવી પૂર્ણની વાત છે, બીજા અંશોની વાત
લેવી નથી. અંશ સાથે અંશીનું અભેદપણું અહિં
બતાવવું છે. ‘આ જ્ઞાનનો ભાગ છે તે પૂર્ણ જ્ઞાનનો અંશ
ન હોય તો તે અંશ છે’ એમ નક્કી •યાંથી કર્યું ?
વર્તમાન અંશ છે તે સાથે અંશી અભેદ છે; વર્તમાન
અંશમાં આખું અંશી અભેદપણે લક્ષમાં આવી ગયું છે,
તેથી આ અંશ આ અંશીનો છે’ એમ જીવ પ્રતીત કરે
છે.
વર્તમાન અંશ અને પૂર્ણ અંશીનો અભેદ ભાવ
છે, બીજા અંશના ભેદ ભાવની વાત અહિં લીધી નથી.
અંશીમાં બધા અંશ આવી ગયા. અહિં મતિજ્ઞાન અને
કેવળજ્ઞાનનું અભેદપણું બતાવ્યું છે. મતિજ્ઞાન અંશ છે
અને કેવળજ્ઞાન અંશી છે, અંશ-અંશી અભેદ છે
એટલે મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ આવ્યું એમ
સમજવું.
સ્વાધીનતાની પ્રતીતમાં કેવળજ્ઞાન
આચાર્ય ભગવાન આત્માનો સ્વાધીન પૂર્ણ
સ્વભાવ બતાવે છે. તું આત્મા છો, તારો જ્ઞાન સ્વભાવ
છે, તે જ્ઞાન સ્વભાવની વિશેષ અવસ્થા તારા પોતાના
સામાન્ય સ્વભાવના અવલંબને થાય છે; સામાન્ય
સ્વભાવના અવલંબને વિશેષરુપ જે મતિજ્ઞાન પ્રગટયું
તે પૂર્ણ કેવળજ્ઞાન સાથે અભેદ સ્વભાવવાળું છે.
નિમિત્તના અને રાગના અવલંબન વગરનું સામાન્યના
અવલંબનવાળું જ્ઞાન સ્વાધીન સ્વભાવવાળું છે. મતિ
અને કેવળ વચ્ચેના ભેદને ગણતું નથી. આ વાત બેસી
તેને કેવળજ્ઞાન વચ્ચે વિઘ્ન હોય જ નહિ. આ તીર્થંકર
કેવળજ્ઞાનીની વાણી કેવળજ્ઞાનના ભણકાર કરતી
આવી છે. આચાર્યદેવોને કેવળજ્ઞાનના જ ભણકાર થઈ
રહ્યા છે, વચ્ચે ભવ છે ને કેવળજ્ઞાનનો ભંગ પડે છે
એ વાત જ અહિં ગૌણ કરી છે, અહિં તો સામાન્ય
સ્વભાવના જોરે જે અંશ પ્રગટયો તે અંશ સાથે જ
કેવળજ્ઞાન અભેદ છે-એમ કેવળજ્ઞાનની વાત કરી છે.
કેવળજ્ઞાનીઓની કેવળજ્ઞાનના ભણકાર કરતી વાણી
આવી છે અને કેવળજ્ઞાનના વારસા લેનારા
આચાર્યોએ આ વાત પરમાગમ શાસ્ત્રોમાં સંઘરી છે.
તું પણ કેવળજ્ઞાન લેવાની તૈયારી વાળો જ છો,
તારા
સ્વભાવના ભરોંસે હા પાડ ! પોતાના સ્વભાવની
પ્રતિત વગરનું પૂર્ણ પ્રત્યક્ષનો ભરોસો જાગે નહિ.
આત્માનો જ્ઞાન સ્વભાવ સ્વાધીન છે, કોઈ સમય
વિશેષ વગરનું જ્ઞાન ન હોય, જે સમયે વિશેષમાં થોડું
જ્ઞાન હતું તે પોતાથી હતું, અને વિશેષમાં પૂરું થાય તે
પણ પોતાથી જ થયું છે, તેમાં કોઈ પરનું કારણ નથી,
આમ જ્ઞાનસ્વભાવની સ્વાધીનતા જીવ જાણે તો તે
પરમાં ન જોતાં પોતામાં જ લક્ષ કરીને પૂર્ણનો પુરુષાર્થ
કરે.
સામાન્ય કોઈ સમય વિશેષ વગર છે જ નહિ,
દરેક સમયે સામાન્યનું વિશેષ કાર્ય તો હોય જ, ગમે
તેટલું નાનું કાર્ય હોય તોપણ તે સામાન્યના
પરિણમનથી થાય છે. નિગોદ દશાથી કેવળજ્ઞાન સુધી
આત્માની સર્વ પરિણતિ પોતાથી છે, એમ સ્વતંત્રતાનો
ખ્યાલ પોતાની પ્રતીતમાં આવી ગયો ત્યાં પરાવલંબન
ટળી ગયું. મારી પરિણતી મારાથી કાર્ય કરી રહી છે-
એવી પ્રતીતમાં આવરણ અને નિમિત્તના અવલંબનના
ભૂક્કા • ડી ગયા.
આત્માના અનંત ગુણ સ્વાધીનપણે કાર્ય કરે છે.
કર્તા, ભોકતા, ગ્રાહકતા, સ્વામીત્વતા એવા એવા
અનંત ગુણોની વર્તમાન પરિણતી નિમિત્ત અને
વિકલ્પના આશ્રય વગર પોતાથી પ્રગટે છે; આમ જે
માને છે તે જીવને ગુણના અવલંબને પ્રગટેલો અંશ
પૂર્ણતાને પ્રત્યક્ષ કરતો અંશ સાથે જ પૂર્ણને અભદે
લેતો, અંશ અને પૂર્ણતા વચ્ચેના ભેદ કાઢી નાખતો
હોવાથી જે ભાવ પ્રગટયો તે ભાવ યથાર્થ અને
અપ્રતિહત ભાવ છે.
વાતની ના પાડનાર કોણ છે ? જે ના પાડે તે
તેની પોતાની, આ વાતની ના પાડનાર કોઈ છે જ
નહિ. નિર્ગ્રંથ સંત-મુનીઓ એવા અપ્રતિહત ભાવે
ઉપડયા છે કે જેથી જ્ઞાનની ધારામાં ભંગ પડયા વગર
અત્રુટપણે કેવળજ્ઞાનરુપ થઈ જવાનાજ. આજે તો
શ્રુતપંચમી છે. કેવળજ્ઞાનનો દિવસ છે. અહો ! નિર્ગ્રંથ
આચાર્યોએ મહા મહોત્વસવથી આ દિવસ • જવ્યો
હતો.
મારા જ્ઞાનના મતિ-શ્રુતના અંશો સ્વતંત્ર થાય
છે, તેને કોઈ પરનું અવલંબન નથી, આમ પ્રતીત થતાં
કોઈ નિમિત્તનું કે પરનું લક્ષ ન રહ્યું, સામાન્ય સ્વભાવ
તરફ જ લક્ષ રહ્યું-એ સામાન્ય સ્વભાવના જોરે જીવે
પૂર્ણતાનો પુરુષાર્થ કરવાનો રહ્યો. પહેલાં પરને કારણે
જ્ઞાન થતું માન્યું હતું ત્યારે તે જ્ઞાન પર લક્ષમાં અટકી