ઃ ૧૪૯ઃ આત્મધર્મ વધારો - ૨૧-A શ્રુત પંચમીઃ ૨૦૦૧
કેવળજ્ઞાનના જ ભણકાર કરતી આવી છેઃઃઃઃ
અવલંબને પ્રગટેલો તે આનંદનો અંશ પૂર્ણ-આનંદની
પ્રતીત લેતો જ પ્રગટે છે. જો આનંદના અંશમાં પૂર્ણની
પ્રતીત ન હોય તો અંશ આવ્યો •યાંથી ?
ચારિત્ર, વીર્ય વગેરે સર્વ ગુણોની સ્વાધીનતા
આ જ પ્રમાણે ચારિત્ર, વીર્ય વગેરે બધા ગુણોનું
વિશેષ કાર્ય સામાન્યના અવલંબને જ થાય છે. આત્માનો
પુરુષાર્થ જો નિમિત્તના અવલંબને કાર્ય કરતો હોય તો
અંતરના સામાન્ય પુરુષાર્થ સ્વભાવે તે વખતે શું કર્યું ? શું
સામાન્ય સ્વભાવ વિશેષ વગરનો રહ્યો ? વિશેષ વગરનું
સામાન્ય હોય-એમ તો બને નહિ. દરેક ગુણનું વર્તમાન
[વિશેષ અવસ્થારુપ કાર્ય] સામાન્ય સ્વભાવના આશ્રયે
પ્રગટ થાય છે. કર્મ પુરુષાર્થ રોકે છે એ વાત જ ખોટી
હોવાથી • ડી ગઈ. કોઈપણ ગુણનું કાર્ય જો નિમિત્તના
અવલંબને કે રાગના અવલંબને થતું હોય તો સામાન્ય
સ્વભાવનું તે વખતે વિશેષ કાર્ય રહે નહિ અને જો વિશેષ
ન હોય તો સામાન્ય ગુણ જ સાબિત થતા નથી. બધા
ગુણો કાયમ છે તેનું કાર્ય કોઈ નિમિત્ત કે રાગના
અવલંબને જ્ઞાનીને થતું નથી, પણ પોતાથી જ-સામાન્યના
અવલંબને થાય છે. આ સ્વાધીન સ્વરુપ જેને બેઠું તેને
પૂર્ણની પ્રતીત લેતો ગુણનો અંશ પ્રગટયો; જેને પૂર્ણની
પ્રતીત લેતું જ્ઞાન • ગ્યું તેને અલ્પકાળમાં મુિ•ત હોય જ.
જે સામાન્યના જોરે એક અંશ પ્રગટયો તે જ સામાન્યના
જોરે પૂર્ણ દશા પ્રગટે છે. વિકલ્પના કારણે સામાન્યની
વિશેષ અવસ્થા ન થાય. જો વિકલ્પના કારણે વિશેષ થતું
હોય તો વિકલ્પનો અભાવ થતાં વિશેષનો પણ અભાવ
થઈ જાય. વર્તમાન વિશેષ સામાન્યથી જ પ્રગટે છે -
વિકલ્પથી પ્રગટતું નથી. આ સમજવું તે જ ધર્મ છે. દરેક
દ્રવ્યની સ્વાધીનતાની આ ચોખ્ખી વાત છે. ‘બે ને બે
ચાર’ જેવી સીધી-સરળ વાત છે, તે સમજે નહિં અને તેને
બદલે-નિમિત્તથી થાય અને એક બીજાનું કરી દીયે એમ
પરાશ્રયપણું જીવ માને તો તેનું બધું જ ખોટું છે, તે તેની
મૂળ ભૂલ છે, પહેલાં જ ‘બે ને બે ત્રણ’ એમ ભૂલ થઈ
ગઈ હોય તો ત્યાર પછીની પણ બધી ભૂલ જ આવે, તેમ
મૂળ વસ્તુસ્વભાવની માન્યતામાં જેની ભૂલ હોય તેનું બધું
ખોટું છે.
સ્વાધીનપણે પ્રગટેલો અંશ પૂર્ણને પ્રત્યક્ષ કરે છે.
પર દ્રવ્યો જગતમાં ભલે હો, પર નિમિત્ત ભલે હો,
જગતમાં સર્વે વસ્તુઓનું અસ્તિત્વ છે, પણ તે કોઈ વસ્તુ
મારી વિશેષ અવસ્થા કરવા સમર્થ નથી, મારા આત્માના
સામાન્ય સ્વભાવને અવલંબને મારી વિશેષદશા થાય છે-
તે સ્વાધીન છે; અને એ સ્વાધીનપણે પ્રગટતું વિશેષ જ
પૂર્ણ વિશેષરુપ કેવળજ્ઞાનનું કારણ છે. જે વિશેષ પ્રગટયું
તે પૂર્ણને પ્રત્યક્ષ કરતું પ્રગટે છે.
પ્રશ્નઃ- વર્તમાન અંશ પૂર્ણ પ્રત્યક્ષ કેવી રીતે થાય !
ઉત્તરઃ- જ્યાં વિશેષને પરનું અવલંબન ન રહ્યું અને
એકલા સામાન્યનું અવલંબન જ રહ્યું ત્યાં પ્રત્યક્ષ જ થયું.
જો નિમિત્તની વાત કરો તો પરોક્ષમાં આવે, પણ નિમિત્ત
કે વિકાર રહિત એકલા સામાન્યસ્વભાવનું અવલંબન છે
ત્યાં વિશેષ પ્રત્યક્ષ જ થયું. અંશમાં પૂર્ણ પ્રત્યક્ષ જ હોય.
જો અંશમાં પૂર્ણ પ્રત્યક્ષ ન હોય તો અંશ જ સિદ્ધ ન થાય.
‘આ અંશ છે’ એમ ત્યારે જ નક્કી થઈ શકે કે જ્યારે
અંશી પ્રત્યક્ષ હોય. જો અંશી અર્થાત્ પૂર્ણ પ્રત્યક્ષ ન હોય
તો અંશ પણ સિદ્ધ થાય નહિ.
મતિ શ્રુતજ્ઞાન પણ ખરેખર તો સામાન્યના અવલંબને
હોવાથી પ્રત્યક્ષ છે. મતિશ્રુતને પરોક્ષ કહ્યાં તે તો ‘પરને
જાણતાં ઈન્દ્રિયનું નિમિત્ત છે’ એવા નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું
જ્ઞાન કરવા માટે તે કથન કર્યું છે, પણ સ્વને જાણતાં તો તે
જ્ઞાન પણ પ્રત્યક્ષ જ છે.
પરાવલંબન રહિત સામાન્યના અવલંબને મારું વિશેષ
જ્ઞાન થાય છે એમ જેને સામાન્ય સ્વભાવની પ્રતીત બેઠી તેનું
વિશેષજ્ઞાન પરને જાણતી વખતે પણ સ્વના અવલંબન સહિત
જાણે છે તેથી ખરેખર તો તે પણ પ્રત્યક્ષ જ છે. જેને નિમિત્ત
વગરનો સ્વાધીન જ્ઞાનસ્વભાવ પ્રતીતમાં બેઠો તેને આખું
જ્ઞાન પ્રત્યક્ષ જ છે.
‘આ થાંભલાનો ખૂણો છે’ એમ જે જ્ઞાનમાં નક્કી કર્યું તે
જ્ઞાનમાં આખો થાંભલો ખ્યાલમાં આવી જ ગયો છે. ‘આ
પાનું સમયસારનું છે’ એમ નક્કી કર્યું ત્યાં આખું સમયસાર
પુસ્તક છે અને તેનું પાનું છે એમ પૂર્ણ અને અંશ બંને
જ્ઞાનના નિર્ણયમાં આવી ગયું. આ પાનું સમયસારનું છે એમ
કહેતાં તેના આગળ પાછળના બધાં પાનાં કોઈ બીજા
પુસ્તકના નથી પણ સમયસારના જ છે. એમ આખું પુસ્તક
ખ્યાલમાં આવી ગયું છે. આખા પુસ્તકને ખ્યાલમાં લીધા
વિના ‘આ અંશ તે પુસ્તકનો છે’ એમ પણ નક્કી થઈ શકે
નહિ; તેવી રીતે ‘આ મતિ તે કેવળજ્ઞાનનો અંશ છે- એમ