Atmadharma magazine - Ank 021a
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 9

background image
ઃ ૧૪૮ઃ આત્મધર્મ વધારો -૨૧-A શ્રુત પંચમીઃ ૨૦૦૧
ઃઃઃઃ આજે આ તીર્થંકર કેવળજ્ઞાનની વાણી
આત્માનો જ્ઞાન સ્વભાવ કોઈ સંયોગના કારણે
નથી એવા સ્વાધીન જ્ઞાનસ્વભાવને ન જાણે તો ધર્મ
થાય નહિ. ધર્મ •યાંય બહારમાં નથી, પણ પોતાનો
જ્ઞાનાનંદ સ્વભાવ તે જ ધર્મ છે. આમાં તો બધાં
શાસ્ત્રોનું રહસ્ય આવી ગયું. કોઈ કોઈનું કાંઈ ન કરી
શકે એ વાત પણ આમાં આવી જ ગઈ. જડ ઈન્દ્રિય
આત્માના જ્ઞાનની અવસ્થા કરે નહિ અને આત્માનું
જ્ઞાન પરનું ન કરે; આ રીતે જ્ઞાન સ્વભાવની સ્વતંત્રતા
આવી.
બધા સમ્યક્મતિજ્ઞાનીઓનું જ્ઞાન નિમિત્તના
અવલંબન વગર સામાન્યસ્વભાવના અવલંબનથી કાર્ય
કરે છે; તે કારણે સર્વ નિમિત્તોના અભાવમાં-સંપૂર્ણ
અસહાયપણે સામાન્યસ્વભાવના અવલંબને વિશેષરુપ
જે કેવળજ્ઞાન પૂર્ણ પ્રત્યક્ષ છે તેનો નિર્ણય વર્તમાન
મતિજ્ઞાનના અંશ દ્વારા તેને થઈ શકે છે. જો પૂર્ણ
અસહાય જ્ઞાનસ્વભાવ મતિજ્ઞાનના નિર્ણયમાં ન આવે
તો વર્તમાન વિશેષ અંશરુપ જ્ઞાન [મતિજ્ઞાન] પરના
અવલંબન વગર પ્રત્યક્ષરુપ છે તેનો નિર્ણય પણ ન
થાય. સામાન્ય સ્વભાવના આશ્રયે જે વિશેષરુપ
મતિજ્ઞાન પ્રગટ્યું તે મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે.
અંશ પ્રગટયો છે તે અંશીના આધાર વગર હોય નહિ,
તેથી અંશીના નિર્ણય વગર અંશનો નિર્ણય થાય નહિ.
અહો ! શ્રુતપંચમીના દિને તો આ જયધવલામાં
જે કેવળજ્ઞાનના રહસ્ય ભર્યાં છે, અને તેની મુુખ્ય બે
વિશેષતા છે તેની સ્પષ્ટતા જાહેર થાય છે. (૧)
પોતાના જ્ઞાનની વિશેષરુપ અવસ્થા પરાવલંબન વગર
સ્વાધીનપણે છે. (૨) તે સ્વાધીન અંશમાં આખું
કેવળજ્ઞાન પ્રત્યક્ષ આવે છે; આ બે મુખ્ય વિશેષતા છે.
સામાન્ય સ્વભાવની પ્રતીત કરતું વર્તમાન નિર્મળ
સ્વાવલંબી જ્ઞાન પ્રગટયું તે સાધક છે, અને તે પૂર્ણ
સાધ્યરુપ કેવળજ્ઞાનને પ્રત્યક્ષ જાણતું પ્રગટ થાય છે;
તે સાધકજ્ઞાન સ્વાધીનપણે પોતાના કારણે અંતરના
સામાન્ય જ્ઞાનની શિ•તના લક્ષે વિશેષ-વિશેષરુપે
પરિણમતાં પરિણમતાં સાધ્ય કેવળજ્ઞાનપણે પ્રગટ
થાય છે; તેમાં કોઈ બહારનું અવલબંન નથી, પણ
સામાન્ય જ્ઞાન સ્વભાવનું જ અવલંબન છે.
આ જાણવું તે જ ધર્મ છે. આત્માનો ધર્મ આત્મા
પાસે જ છે. અશુભભાવથી બચવા શુભભાવ થાય
તેને જ્ઞાન જાણી લ્યે છે પણ તેનું અવલંબન જ્ઞાન
માનતું નથી. એટલે સર્વ નિમિત્ત વગરના પૂર્ણ સ્વાધીન
કેવળજ્ઞાનનો નિર્ણય કરતું અને પ્રતીતમાં લેતું સ્વાશ્રિત
મતિજ્ઞાન સામાન્ય સ્વભાવના અવલબંને પ્રગટ થાય
છે. આ રીતે જ્ઞાનનું કાર્ય પરાવલંબન વડે થતું નથી
પણ સ્વાધીન સ્વભાવને અવલંબીને થાય છે- એમાં
જ્ઞાનની સ્વતંત્રતા બતાવી.
જ્ઞાનની જેમ શ્રદ્ધાની સ્વતંત્રતા
આત્મામાં શ્રદ્ધા ગુણ ત્રિકાળ છે. સામાન્ય શ્રદ્ધા
ગુણનું વિશેષ તે સમ્યગ્દર્શન છે. શ્રદ્ધા ગુણનું વર્તમાન
જો દેવગુરુશાસ્ત્ર વગેરે પરના આશ્રયે પરિણમે તો તે
વખતે શ્રદ્ધા ગુણે શું વિશેષ કાર્ય કર્યું ? શ્રદ્ધા તે
સામાન્ય ગુણ છે તેનું વિશેષ તે સામાન્યના અવલંબને
જ હોય. સમ્યગ્દર્શનરુપ વિશેષ પરના અવલંબને
કાર્યકરતું નથી પણ સામાન્ય શ્રદ્ધાના અવલંબને જ
તેનું વિશેષ પ્રગટવું થાય છે, સમ્યગ્દર્શન તે શ્રદ્ધા
ગુણની વિશેષ દશા છે. શ્રદ્ધા ગુણ છે અને
સમ્યગ્દર્શન પર્યાય છે. શ્રદ્ધાગુણના અવલંબને
સમ્યગ્દર્શનરુપ વિશેષ દશા પ્રગટ થાય છે; જો દેવ-
ગુરુ-શાસ્ત્ર વગેરે પરના અવલંબને શ્રદ્ધાનું વિશેષ
કાર્ય થતું હોય તો સામાન્ય શ્રદ્ધાનું તે વખતે વિશેષ
શું ? વિશેષ વગર તો કોઈ વખતે સામાન્ય હોય નહી.
આત્માની શ્રદ્ધાની વર્તમાન અવસ્થારુપ કાર્ય ત્રિકાળી
શ્રદ્ધા નામના ગુણનું છે, તે કાર્ય કોઈ પરના અવલબંને
નથી, પણ સામાન્યનું વિશેષ પ્રગટયું છે. વિશેષ વગર
સામાન્ય શ્રદ્ધા જ ન હોય શકે.
આનંદ ગુણનીસ્વાધીનતા
જ્ઞાન- શ્રદ્ધા ગુણ પ્રમાણે આનંદ ગુણનું પણ
તેમજ છે. આત્માનો વર્તમાન આનંદ જો પૈસા વગેરે
પરના કારણે પરિણમે તો તે વખતે આનંદગુણે પોતે
વર્તમાન વિશેષ શું કાર્ય કર્યું ? પરથી જો આનંદ
પ્રગટયો તો આનંદ ગુણનું તે વખતે વિશેષ કાર્ય •યાં
ગયું ? અજ્ઞાનીને પરમાં આનંદ માન્યો તે વખતે પણ
તેનો આનંદગુણ સ્વાધીનપણે કાર્ય કરે છે - અજ્ઞાનીએ
આનંદનું વર્તમાન કાર્ય ઊંધું માન્યું એટલે આનંદ
ગુણનું વિશેષ તેને દુઃખરુપ પરિણમે છે. આનંદ પરથી
પ્રગટતો નથી, પણ સંયોગ અને નિમિત્ત વગરના
આનંદ નામના સામાન્ય ગુણના અવલંબને વર્તમાન
આનંદ પ્રગટે છે. આ સમજતાં લક્ષનું જોર પર ઉપર ન
જતાં સામાન્ય સ્વભાવ ઉપર જાય છે, અને તે
સામાન્યના અવલંબને વિશેષરુપ આનંદ દશા પ્રગટે
છે; સામાન્ય આનંદ સ્વભાવના