વિશેષ સામાન્યજ્ઞાનથી થાય છે કે નિમિત્તથી થાય છે ?
વિશેષજ્ઞાન નિમિત્તને લઈને થયું નથી પણ સામાન્ય
સ્વભાવથી થયું છે. વિશેષનું કારણ સામાન્ય છે,
નિમિત્ત તેનું કારણ નથી. કેમકે જો તે કાર્ય નિમિત્તનું
અંશે કે પૂર્ણપણે હોય તો નિમિત્ત જે પર દ્રવ્ય છે તે
પરદ્રવ્યરુપ જ્ઞાન થઈ જાય. આત્માનો જ્ઞાનસ્વભાવ
કાયમ છે તે સામાન્ય અને વર્તમાન કાર્યરુપ જે જ્ઞાન
તે તેનું વિશેષ છે. સામાન્ય જ્ઞાનનું વિશેષ કહો, કે
કાયમના જ્ઞાન સ્વભાવનું પરિણમન કહો, કે જ્ઞાનની
વર્તમાન દશા [હાલત-પર્યાય] કહો તે એક જ છે.
જાણવામાં જ્ઞાન એક જ છે, જ્ઞાનમાં ફેર પડી જતો
નથી. આત્માનો જ્ઞાન સ્વભાવ પોતાથી છે, કોઈના
નિમિત્તથી તે નથી. આત્માનો ત્રિકાળી જ્ઞાન સ્વભાવ
છે તે જ્ઞાન પોતાથી જ વિશેષરુપ કાર્ય કરે છે. આત્મા
ઈન્દ્રિયથી જાણતો જ નથી, પોતાના જ્ઞાનની વિશેષ
અવસ્થાથી જ જાણે છે. સામાન્ય જ્ઞાન પોતે પરિણમીને
વિશેષરુપ થાય છે તે વિશેષજ્ઞાન જાણવાનું કાર્ય કરે
છે. જ્ઞાન પરના અવલંબનથી જાણે એમ માનવું તે
અધર્મ છે. જ્ઞાન સ્વલંબનથી જાણે એવી શ્રદ્ધા-જ્ઞાન
અને સ્થિરતા તે ધર્મ છે.
છે. બીજી અનેક વાતો છે તેમાં આ એક વિશેષ છે.
પરના નિમિત્તની કે પરદ્રવ્યની જરુર નથી-એટલે કે -
જ્ઞાન સ્વાધીનતાથી કદી ખસીને પરાવલંબનમાં જતું
નથી તેથી તે જ્ઞાન પોતે સમાધાન અને સુખ સ્વરુપ
છે. સ્વાધીન જ્ઞાનસ્વભાવે જ નિગોદથી સિદ્ધ સુધી
બધા જીવોને જ્ઞાન થાય છે; પણ જેમ થઈ રહ્યું છે તેમ
અજ્ઞાની નથી માનતો, તેથી જ તેની માન્યતામાં વિરોધ
આવે છે.
અવલંબને જ થાય છે એટલે રાગ કે પર નિમિત્તના
અવલંબન વગર જ જ્ઞાન કાર્ય કરે છે તેથી જ્ઞાન રાગ
કે સંયોગ રહિત છે.
સંતમુનિઓ પુષ્પદંત અને ભૂતબલિ આચાર્યોએ (જ્ઞાન
માંગલિક દિવસઆજે (જેઠ સુદ-૫ના રોજ) છે.
થાવ-એમ ખરેખર અંદરમાં પૂર્ણતાની ભાવના થતાં,
બાહ્યમાં તેમને એવો વિકલ્પ • ઠયો કે-શ્રુતજ્ઞાન
આગમ કાયમ ટકી રહો; તે વિકલ્પ • ઠતાં મહાન
પરમાગમ શાસ્ત્રો રચ્યાં અને તેની શ્રુતપૂજના કરી તે
મંગળ દિવસ આજે છે, ખરેખર તો પરનો માટે
ભાવના નથી, પણ પોતાની જ્ઞાનની અત્રુટધારાની
ભાવના છે, ત્યાં આ શાસ્ત્રોની રચના થઈ છે. આ
શાસ્ત્રમાં અનેક વાતો છે, આજે મુખ્ય બે વિશેષ વાત
છે તે કહેવાની છે.
વિશેષ વગર સામાન્ય જાણે કોને ? વિશેષ ન હોય તો
સામાન્ય જ્ઞાન જ •યાં રહ્યું ? જો વર્તમાન પર્યાયરુપ
વિશેષ ન માનો તો ‘સામાન્ય જ્ઞાન છે’ તેનો વિશેષ
વગર કોણ નિર્ણય કરશે ? નિર્ણય તો વિશેષ જ્ઞાન કરે
છે. વર્તમાન વિશેષ જ્ઞાન [પર્યાય] દ્વારા પરાવલંબન
રહિત સામાન્ય જ્ઞાન-સ્વભાવ જેમ છે તેમ જાણવો
તેમાં જ ધર્મ સમાઈ જાય છે.
છે. વિકારને કે પરને પોતાનું ન માને તેને દુઃખ ન જ
હોય. મારા જ્ઞાનને કોઈ પરાવલંબન નથી-એવા
સ્વાધીન સ્વભાવની શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતા કરે તો
તે સ્વભાવમાં શંકા કે દુઃખ ન જ હોય. કેમકે
જ્ઞાનસ્વભાવ પોતે સુખરુપ છે.
ઓછું જ્ઞાન છે - તે પણ સ્પર્શઈન્દ્રિયથી જાણતો નથી,
પરંતુ પોતાના સામાન્ય જ્ઞાનના પરિણમનથી થતા
વિશેષ જ્ઞાનવડે જાણે છે, પણ તે એમ માને છે કે
ઈન્દ્રિયથી મને જ્ઞાન થયું. પણ જ્યારે જીવને સામાન્ય
જ્ઞાન સ્વભાવના અવલંબને [સામાન્ય તરફની
એકાગ્રતાથી] વિશેષજ્ઞાન થાય છે ત્યારે તે સમ્યક્
મતિરુપ થાય છે; તે મતિજ્ઞાનરુપ અંશમાં, પરાવલંબન
વગર નિરાલંબી જ્ઞાનસ્વભાવની પૂર્ણતાની પ્રત્યક્ષતા
આવી જાય છે.