Atmadharma magazine - Ank 021a
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 9

background image
: ૧૪૬ : આત્મધર્મ વધારો - ૨૧-A શ્રુત પંચમીઃ ૨૦૦૧
મહાન પરમાગમ શ્રી પરમ પૂ. સદ્ગુરુદેવશ્રીનું પ્રવચન
જયધવલામાં અદભુત ન્યાયો શ્રુત પંચમી ૧૪-૬-૪૫ ગુરુ
જ્ઞાન સ્વભાવની સ્વાધીનતા ને અંશમાં પૂર્ણની પ્રત્યક્ષતા
આજે શ્રુતપૂજનનો મહાન દિવસ છે. ૨૦૦૦ વર્ષ પહેલાં સાતમા-છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મહાન સંતમુનિઓ
પુષ્પદંત અને ભૂતબલિ આચાર્યોઅ (જ્ઞાન પ્રભાવનાનો વિકલ્પ • ઠતાં) મહાન પરમાગમ શાસ્ત્રો (ષટ્ખંડાગમ) રચીને
અંકલેશ્વરમાં ઉત્સાહ પૂર્વક ઉત્સવથી તેની શ્રુતપૂજના કરી હતી, તે શ્રુતપૂજનનો માંગલિક દિવસ આજે [જેઠ સુદ-૫
ના રોજ ] છે.
અહો ! શ્રુતપંચમીના દિને તો આ જયધવલામાં જે કેવળજ્ઞાનના રહસ્ય ભર્યાં છે, અને તેની મુખ્ય બે
વિશેષતા છે તેની સ્પષ્ટતા જાહેર થાય છે. (૧) પોતાના જ્ઞાનની વિશેરુપ અવસ્થા પરાવલંબન વગર સ્વાધીનપણે છે.
(૨) તે સ્વાધીન અંશમાં આખું કેવળજ્ઞાન પ્રત્યક્ષ આવે છે; આ બે મુખ્ય વિીસેષતા છે.
જ્ઞાન સ્વભાવી આત્મા છે. તે જ્ઞાન અત્યારે પણ
ઈન્દ્રિયના અવલંબનથી જાણે છે કે ઈન્દ્રિય વગર ? જો
વર્તમાન જ્ઞાન ઇન્દ્રિયથી જાણે તો સામાન્ય
જ્ઞાનસ્વભાવના વર્તમાન વિશેષનો અભાવ થાય. જો
જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું હોય તો તે વખતે સામાન્યજ્ઞાન
છે તેનું વિશેષ શું ? આત્માનું જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું
નથી, પણ સામાન્ય જ્ઞાનની વિશેષ અવસ્થાથી જાણે
છે. જો વર્તમાનમાં વિશેષજ્ઞાનથી જીવ ન જાણતો હોય
અને ઇન્દ્રિયથી જાણતો હોય તો વિશેષજ્ઞાને શું કાર્ય
કર્યું ? ઈન્દ્રિયથી આત્મા જ્ઞાનનું કાર્ય કરતો જ નથી.
જ્ઞાન પોતાથી જ વિશેષરુપ જાણવાનું કાર્ય કરે છે.
નીચલી દશામાં પણ જડ ઇન્દ્રિય અને જ્ઞાન ભેગા
થઈને જાણવાનું કાર્ય કરતા નથી, પણ સામાન્ય જ્ઞાન
જે આત્માનો ત્રિકાળ સ્વભાવ છે તેનું જ વિશેષરુપ
જ્ઞાન વર્તમાન જાણવાનું કાર્ય કરે છે.
પ્રશ્નઃ- જો જ્ઞાનનું વિશેષ જ જાણવાનું કાર્ય કરે
છે તો ઈન્દ્રિય વગર કેમ જાણવાનું કાર્ય થતું નથી ?
ઉત્તરઃ- જ્ઞાનની તેવા પ્રકારની વિશેથતાની
લાયકાત ન હોય ત્યારે ઈન્દ્રિય ન હોય. ઈન્દ્રિય હોય
ત્યારે પણ જ્ઞાન જાણવાનું કાર્ય તો પોતાથી જ કરે છે,
કેમકે જ્ઞાન પરના અવલંબન વગરનું છે. ‘નિમિત્ત-
નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરવું જોઈએ’ એમ મોક્ષમાર્ગ
પ્રકાશક પાન-૨૬૪માં કહ્યું છે તેનું આ વિવરણ ચાલે
છે. ઈન્દ્રિય હાજર છે પણ જ્ઞાન સ્વતંત્રપણે પોતાની
અવસ્થાથી જાણે છે. જો જ્ઞાન ઈન્દ્રિયથી જાણે છે એમ
માનવામાં આવે તો જ્ઞાનનો વિશેષ સ્વભાવ કામ નથી
કરતો એમ થાય, અને વિશેષ વગર સામાન્ય જ્ઞાનનો
જ અભાવ આવે; માટે જ્ઞાન ઈન્દ્રિયથી જાણતું નથી.
અધૂરું જ્ઞાન પોતાથી જાણવાનું કાર્ય કરે છે ત્યારે
અનુકૂળ ઈન્દ્રિયો હાજરરુપ છે - પણ તે ઈન્દ્રિયના
અવલંબને જ્ઞાન જાણતું નથી-આમ સમજવું તે જ
નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન છે. પણ જ્ઞાન
ઈન્દ્રિયથી જાણે એમ માને તો તે જ્ઞાન ખોટું છે, કેમકે
તે માન્યતામાં નિમિત્ત-ઉપાદાન એક થઈ જાય છે.
આચાર્યદેવ - શિષ્યને પૂછે છે કે જો જીવે
ઈન્દ્રિયથી જ્ઞાન કર્યું તો સામાન્ય જ્ઞાને શું કાર્ય કર્યું ?
તેનો તે વખતે અભાવ થયો ?
શિષ્યે ઉત્તરમાં કહ્યું કે ભલે જ્ઞાન-વિશેષ ન હોય,
તોપણ જ્ઞાન સામાન્ય તો ત્રિકાળ રહેશે, અને
જાણવાનું કામ ઈન્દ્રિયથી થશે, આમ થવાથી જ્ઞાનનો
નાશ નહિ થાય-અભાવ નહિ થાય.
આચાર્યદેવનો ઉત્તરઃ- વિશેષ વિનાનું સામાન્ય
તો સસલાના શગિં સમાન [અભાવરુપ] છે. વિશેષ
વગર સામાન્ય ન હોય શકે. માટે વિશેષ વગરનું
સામાન્યજ્ઞાન માનવાથી સામાન્યનો નાશ થાય-અભાવ
થાય છે- માટે વિશેષ જ્ઞાનથી જ જાણવાનું કાર્ય થાય
છે, એમ માનવામાં આવે તો જ સામાન્ય જ્ઞાનની
અસ્તિ રહે છે.
જ્ઞાન સ્વભાવ રાગ અને નિમિત્તના અવલંબન
રહિત છે તથા વિશેષજ્ઞાન સામાન્ય જ્ઞાનમાંથી જ
આવે છે એમ જાણીને તેની શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતા
કરવી તે જ ધર્મ છે.
જો જ્ઞાન ઈન્દ્રિયથી જાણે તો જ્ઞાનનું વર્તમાન
કાર્ય •યાં ગયું ? ઈન્દ્રિયની હાજરી વખતે જો જ્ઞાન
ઈન્દ્રિયના કારણે જાણતું હોય તો તે વખતે
સામાન્યજ્ઞાન વિશેષ-પર્યાય વગરનું થયું; વિશેષ વગર
તો સામાન્ય હોય જ નહિ,