PDF/HTML Page 21 of 21
single page version
ATMADHARMA With the permisson of Baroda Govt. Regd. No. B. 4787
Order No. 30-24 date 31-10-44
શ્રી સમયસાર શાસ્ત્ર અત્યંત અજ્ઞાનીઓનું અજ્ઞાન ટાળવા માટે રચાયેલું છે દર્શન ચોથું
(આ લેખની ૧ થી ૪૨ સુધીની કલમો અંક ૧૭, ૧૮, ૧૯ માં આવી ગઈ છે.) રા. મા. દો.
૪૩. ગાથા ૨૬ માં અજ્ઞાની જીવે કહ્યું હતું કે–ભગવાન અને આચાર્યની સ્તુતિના વચનો કહેવામાં આવે
છે તે ઉપરથી તો દેહ અને જીવ એક છે–એમ તે માને છે; તેના પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય ભગવાને તેને કરૂણાથી
નય વિભાગથી વ્યવહાર અને નિશ્ચય સ્તુતિનું સ્વરૂપ ગાથા ૨૭ થી ગાથા ૩૩ સુધીમાં સમજાવ્યું. આ સ્વરૂપ
સમજતાં શિષ્યનાં અજ્ઞાન પડલ દૂર થયાં અને તે જ્ઞાની થયો. તેણે પોતાના સ્વરૂપને જાણ્યું; અને પોતાના
સ્વરૂપમાં સ્થિર થવાની જિજ્ઞાસા થતાં પ્રત્યાખ્યાનનું સ્વરૂપ ગુરુમુખે સાંભળવા માટે પ્રત્યાખ્યાન સંબંધે પ્રશ્ન
કર્યો કે આ આત્મારામને અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન (ત્યાગવું) તે શું છે? તેને આચાર્ય ભગવાને જવાબ આપ્યો
કે–પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પરભાવ તેનો ત્યાગ કરવો એમ જે કહેવામાં આવે છે તે ખરેખર તો
જ્ઞાનસ્વભાવથી પોતે ન છૂટવું–પોતામાં સ્થિર રહેવું તે છે; માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ અનુભવ કરવો.
(ગાથા ૩પ)
૪૪. આ ગાથામાં પ્રત્યાખ્યાનનું સ્વરૂપ દ્રઢપણે સમજી શકાય તે માટે દ્રષ્ટાંત–અને તેનો સિદ્ધાંત કહે છે:–
દ્રષ્ટાંત–જે સજ્જન કોઈ પણ પારકી વસ્તુ પોતાની પાસે આવી ગયાનું જાણે કે તુરત જ તેને છોડી દીએ છે.
તેમ–
સિદ્ધાંત–તમામ પ્રકારના વિકારી ભાવો પોતાનું સ્વરૂપ નથી એમ જાણનારા જ્ઞાનીઓ તેને પરિત્યજે છે.
૪પ. સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરી પરભાવોનો ત્યાગ કરવો તે ખરૂં પ્રત્યાખ્યાન છે એમ અહીં આચાર્ય ભગવાને
સમજાવ્યું છે. (ગાથા ૩૬–૩૭)
૪૬. પ્રત્યાખ્યાનનું સ્વરૂપ વધારે દ્રઢ થવા માટે આ બે ગાથાઓ કહેવામાં આવી છે.
ગાથા ૩૬ માં કહ્યું કે–મોહ મારો કાંઈ પણ સંબંધી નથી. એક ઉપયોગ છે તે જ હું છું એવું જાણી તેમાં
ટક્યો તે ભાવકભાવ (રાગાદિ) થી પોતાનો સ્વાદ જુદો છે એવું ભેદજ્ઞાન થયું.
ગાથા ૩૭ માં કહ્યું કે–શરીર–પરજીવો–અને બીજા દ્રવ્યો મારાં કાંઈ પણ લાગતાં વળગતાં નથી, એક
ઉપયોગ છે તે જ હું છું એવું જાણી પોતાના જ્ઞાનમાં ટક્યો તે જ્ઞેયભાવનું ભેદજ્ઞાન થયું. તેને જ પ્રત્યાખ્યાન
કહેવામાં આવે છે–એમ કહી સાચા પ્રત્યાખ્યાનનો વિષય પૂરો કર્યો. (ગાથા ૩૮)
૪૭. જે પૂર્વે અત્યંત અજ્ઞાની હતો તે આ શાસ્ત્રની પહેલેથી ૩૩ ગાથાઓમાં આચાર્યદેવે આપેલો ઉપદેશ
સાંભળી સમ્યગ્જ્ઞાની થયો; પછી પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવાની ભાવના કરી, તેથી તેને ગુરુ ભગવાને તેનું
સ્વરૂપ ગાથા ૩૪ થી ૩૭ સુધીમાં સંભળાવ્યું. તેવા જીવને–એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સ્વરૂપ પરિણત
થયેલ આત્માને સ્વરૂપનું કેવું લક્ષ હોય છે તે આ ગાથામાં કહી જીવ અધિકાર પૂરો કરવામાં આવ્યો છે.
૪૮. જીવ અધિકારની આ છેલ્લી ગાથા છે, તેમાં આચાર્ય ભગવાન કહે છે કે–એ (પ્રત્યાખ્યાન કરનાર)
જીવ એમ જાણે છે કે–હું ખરેખર એક છું, શુદ્ધ છું–દર્શનજ્ઞાનમય છું, સદા અરૂપી છું. કાંઈ પણ અન્ય દ્રવ્ય પરમાણુ
માત્ર–પુણ્ય પાપ–રાગદ્વેષ મારાં નથી.
૪૯. આ ગાથામાં જીવનું અનેકાન્ત સ્વરૂપ કહ્યું છે–એટલે કે જીવ શું છે અને શું નથી તે સમજાવ્યું છે.
જીવ શું છે? (આસ્તિસ્વરૂપ)
(૧) પોતે એક છે. (૨) શુદ્ધ છે. (૩) જ્ઞાન દર્શનમય છે (૪) સદા અરૂપી છે.
જીવ શું નથી? (નાસ્તિસ્વરૂપ)
કાંઈ પણ અન્ય દ્રવ્ય પરમાણુ માત્ર–એટલે કે પુણ્ય–પાપનો–રાગનો કે દ્વેષનો કે પરવસ્તુનો એક નાનામાં
નાનો ભાગ પણ જીવ નથી.
પ૦. જે પોતાનું સ્વરૂપ જાણે તે જીવ જ હું પરદ્રવ્યનું કાંઈ કદી કરી શકું નહીં અને આત્મામાં થતાં વિકારી
ભાવ તે આત્માનું સ્વરૂપ નથી એમ સમજી, તેનું સ્વામીત્વ પ્રથમ માન્યતામાંથી ટાળી શકે છે અને પછી ક્રમેક્રમે
પોતામાં ટકી જ્ઞાન–પ્રત્યાખ્યાન સ્વરૂપ પોતે થઈ જાય છે. તે સિવાય બીજી કોઈ રીતે ધર્મ થાય નહીં. એમ અહીં
અનેકાન્ત દ્વારા વસ્તુ સ્વરૂપ આચાર્યદેવે સમજાવી આ વિષય પૂરો કર્યો છે.
મુદ્રક–પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી
શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ તા. ૨૯–૮–૪૫